ગુજરાત ….. મારું ગુજરાત, આપણું , આગવું, સ્વર્ણિમ અને હવે ગતિશીલ ગુજરાત……
મિત્રો, એક નજર આપણા ગુજરાત પર. એક ગુજરાતી હોવાનું ગર્વ લેતા આપણે ગુજરાત વિશેની પાયાની જાણકારીનો પરિચય મેળવીએ. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતાં વિદ્યાર્થીઓ માટે પણ ગુજરાત વિશે વિવિધ પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે તો તે વિદ્યાર્થીઓ માટે પણ આ માહિતી ઉપયોગી પૂરવાર થશે. એ સિવાય પણ દેશ કે રાજી વિષેની પાયાની માહિતી આપણને ભૂગોળ, ઇતિહાસ જેવા અભ્યાસમાં પણ ઉપયોગી થશે.
ગુજરાતી પ્રજાને પોતાના રાજ્ય વિષે સકારણ ગૌરવ છે. ભારતના આની રાજ્યો કરતાં વિકાસ અને સુખાકારીની દ્રષ્ટિએ આપનું રાજ્ય આગવું સ્થાન ધરાવે છે. આની રાજ્યો અને પ્રજાને આપણે રાહ ચીંધી શકીએ એવો ભવ્ય ભૂતકાળ અને જાજરમાન વર્તમાન એ આપણા માટે ગૌરવનું કારણ છે. દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ પહેલા, આઝાદીની લડતમાં અને આધુનિક સમયમાં એમ દરેક કાળે આ ગુર્જર પ્રદેશે દેશ અને દુનિયાને કૈંક આપ્યું છે. દુનિયાના તમામ પ્રદેશોમાં આજે અને દૂર ભૂતકાળમાં પણ ગુજરાતીઓએ ગુજરાતી અસ્મિતા ફેલાવી છે. આપણા રાજ્ય વિષે કેટલીક પાયાની જાણકારી સહુને ઉપયોગી થશે.
- સ્થાપના : 1 મે, 1960
- બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અલગ પડ્યું.
- રાજ્ય પક્ષી : સુરખાબ
- રાજ્ય પ્રાણી : સિંહ
- રાજ્ય વૃક્ષ : આંબો
- રાજ્ય ફૂલ : ગલગોટા
- રાજ્ય ગીત : જય જય ગરવી ગુજરાત (કવિ નર્મદ દ્વારા રચાયેલ)
- રાજ્ય નૃત્ય : ગરબો
- રાજ્ય રમત : ક્રિકેટ, કબડ્ડી
- મુખ્યભાષા : ગુજરાતી
- ક્ષેત્રફળ : 1,96,024 ચો. કિ.મી.
- વિસ્તારની દ્રષ્ટીએ ભારતમાં સ્થાન : 6 (છઠ્ઠું)
- ઉત્તર-દક્ષિણ લંબાઈ : 590 કિ.મી.
- પૂર્વ-પશ્ચિમ લંબાઈ : 500 કિ.મી.
- દરિયા કિનારો : 1600 કિ.મી.
- વસ્તી : 6,03,83,628 (2011 ની વસ્તી ગણતરી મુજબ)
- વસ્તીની દ્રષ્ટીએ ભારતમાં સ્થાન : 9 (નવમું)
- વસ્તી ગીચતા : 308 / ચો કિ.મી.
- જાતિ પ્રમાણ : 918 (1000 પુરુષો દીઠ મહિલાઓની સંખ્યા)
- સાક્ષરતા દર : 79.31 %
- જિલ્લાઓ : 33
- તાલુકાઓ : 251
- ગામડાઓ : 18,584
- મહાનગરપાલિકાઓ : 8 (અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ)
- નગરપાલિકાઓ : 159
- વિધાનસભાની બેઠકો : 182
- લોકસભાની બેઠકો : 26
- રાજ્યસભાની બેઠકો : 11
- વર્લ્ડ હેરીટેઝ સાઈટ્સ : (1) ચાંપાનેર (પાવાગઢ – પંચમહાલ) (2) રાણકી વાવ (પાટણ)
- શક્તિપીઠ : (1) અંબાજી (2) પાવાગઢ (3) બહુચરાજી
- જ્યોર્તિલિંગ : (1) સોમનાથ મહાદેવ (સોમનાથ) (2) નાગેશ્વર (દ્વારકા નજીક)
- વિશ્વનું સૌથી મોટું જહાજ ભાગવાનું કેંદ્ર : અલંગ (ભાવનગર)
- પડોશી રાજ્યો : રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર