તાજેતરમાં ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે ઉથલપાથલનો સમય હતો. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન શ્રીમતી આનંદીબેન પટેલે મુખ્યમંત્રી તરીકેથી અચાનક રાજીનામું આપતા નવા મુખ્યમંત્રીની પસંદગી માટે બેઠકોનો દોર ચાલું થયો. ઘણીબધી અટકળો અને અસંમજતા બાદ શ્રી વિજય રૂપાણી ને ગુજરાતના 16માં મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યાં. અહીં શ્રી વિજય રૂપાણી અને ગુજરાતના નવા મંત્રીમંડળ વિશે ટુંકમાં પરિચય મેળવીએ.
શ્રી વિજય રૂપાણી નો જન્મ 2 ઑગષ્ટ, 1956ના રોજ બર્મા દેશના રંગૂન શહેરમાં થયો હતો. તે એક જૈન પરિવારમાંથી આવે છે. કામકાજ અને વ્યવસાયિક કારણોને કારણે તેમનો પરિવાર બર્મામાં જ સ્થાયી થયા હતો. 1960માં તેમનો પરિવાર બર્મા છોડી કાયમ માટે રાજકોટ સ્થાયી થયો. રૂપાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટિમાંથી BA અને LLB નો અભ્યાસ કર્યો છે. કૉલેજકાળથી જ રૂપાણીએ ABVPમાં જોડાઈ પોતાની રાજકીય કારકિર્દીનો આરભ કરેલો. કૉલેજ વખતે તેઓ GS તરીકે પણ રહ્યા છે. ત્યારબાદ તેઓ RSS સાથે પણ જોડાયા. જ્યારે દેશમાં કટોકટીનો સમય હતો ત્યારે તેઓ જેલમાં પણ ગયા હતાં. ઈ.સ.1996-97માં તેઓ રાજકોટના મેયર તરીકે રહ્યા. 2006માં તેઓ ગુજરાત ટૂરિઝમના ચેરમેન અને 2006 થી 2012 દરમિયાન રાજ્યસભાના સદસ્ય તરીકે સેવા આપી. 2013માં ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન તેમજ પેટા ચૂંટણી લડી 2015માં રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય બની સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે સેવા પણ આપી છે. 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં મોટેભાગે તેઓ સંગઠનો અને મહાનગરપાલિકાનો અનુભવ ધરાવે છે.
ગુજરાતના નવા મંત્રીઓ અને તેમને ફાળવાયેલા ખાતા
1. શ્રી વિજયકુમાર રમણીકલાલ રૂપાણી
- મુખ્યમંત્રી
- સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા અને તાલીમ, ઉદ્યોગ, ગૃહ, ખાણ ખનિજ, બંદરો, માહિતી પ્રસારણ, સાયન્સ અને મંત્રીશ્રીઓને ન ફાળવેલ હોય તેવી તમામ બાબત
કેબિનેટ મંત્રીશ્રીઓ
2. શ્રી નીતિનકુમાર રતિલાલ પટેલ
- નાયબ મુખ્યમંત્રી
- નાણા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, માર્ગ અને મકાન, પાટનગર યોજના, નર્મદા, કલ્પસર, પેટ્રોકેમિકલ્સ
3. શ્રી ભુપેન્દ્રસિંહ મનુભા ચુડાસમા
- મહેસુલ, શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ), ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, વૈધાનિક અને સંસદિય બાબતો
4. શ્રી ગણપતભાઈ વેસ્તાભાઈ વસાવા
- આદિજાતી વિકાસ, પ્રવાસન, વન
5. શ્રી ચીમનભાઈ ધરમશીભાઈ સાપરિયા
- કૃષિ, ઉર્જા
6. શ્રી બાબુભાઈ ભીમાભાઈ બોખીરિયા
- પાણી પુરવઠો, પશુપાલન અને ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, નાગરીક ઉડ્ડ્યન, મીઠા ઉદ્યોગ
7. શ્રી આત્મારામ મકનભાઈ પરમાર
- સામાજીક ન્યાય અને અધિકારિતા (અનુસુચિત જાતિઓનું કલ્યાણ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ સહિત), મહિલા અને બાળ કલ્યાણ
8. શ્રી દિલીપકુમાર વિરાજી ઠાકોર
- શ્રમ અને રોજગાર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ, યાત્રાધામ વિકાસ
9. શ્રી જયેશકુમાર વિઠ્ઠલભાઇ રાદડિયા
- અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો, કુટિર ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી
રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ
10. શ્રી શંકરભાઇ લગધીરભાઇ ચૌધરી
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, પર્યાવરણ (તમામ સ્વતંત્ર હવાલો) અને શહેરી વિકાસ
11. શ્રી પ્રદીપસિંહજી ભગવતસિંહજી જાડેજા
- પોલીસ આવાસો, સરહદી સુરક્ષા, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, જેલ, નશાબંધી આબકારી, કાયદો અને ન્યાયતંત્ર, દેવસ્થાન, સ્વૈસિચ્છક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતી પ્રભાગ, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો) અને ગૃહ, ઉર્જા
12. શ્રી જયંતીભાઇ રામજીભાઇ કવાડીયા
- પંચાયત, ગ્રામ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ (તમામ સ્વતંત્ર હવાલો)
13. શ્રી નાનુભાઇ ભગવાનભાઇ વાનાણી
- જળ સંપત્તિ (સ્વતત્રં હવાલો), પ્રાથમિક અને માધ્યમીક શિક્ષણ
14. શ્રી પરસોત્તમભાઇ ઓધવજી સોલંકી
- મત્સ્ય ઉધોગ
15. શ્રી જશાભાઇ ભાણાભાઇ બારડ
- પાણી પુરવઠા, નાગરિક ઉડ્ડયન, મીઠા ઉધોગ
16. શ્રી બચુભાઇ મગનભાઇ ખાબડ
- પશુપાલન, ગૌસંવર્ધન
17. શ્રી જયદ્રથસિંહજી ચંદ્રસિંહજી પરમાર
- માર્ગ, મકાન અને ઉચ્ચ ટેકનીકલ શિક્ષણ
18. શ્રી ઇશ્વરસિંહ ઠાકોરભાઇ પટેલ
- સહકારી વિભાગ (સ્વતંત્ર હવાલો)
19. શ્રી વલ્લભભાઇ ગોબરભાઇ કાકડીયા
- વાહન વ્યવહાર (સ્વતત્રં હવાલો)
20. શ્રી રાજેન્દ્ર સુર્યપ્રસાદ ત્રિવેદી
- રમત ગમત અને યુવા સાંસ્કૃતિક (સ્વતત્રં હવાલો), યાત્રાધામ વિકાસ
21. શ્રી કેશાજી શીવાજી ચૌહાણ
- સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ
22. શ્રી રોહિતભાઇ પટેલ
- ઉધોગ, ખાણ ખનીજ અને નાણા
23. શ્રી વલ્લભભાઇ વશરામભાઇ વઘાસીયા
- કૃષિ અને શહેરી ગૃહ નિર્માણ
24. શ્રી ડો.નિર્મલાબેન સુનિલભાઇ વાધવાણી
- મહિલા અને બાળ કલ્યાણ વિભાગ
25. શ્રી શબ્દશરણ ભાઇલાલભાઇ તડવી
- આદીજાતિ વિકાસ, વન વિભાગ
phota sathe mantri madal nu name and khata round ma banavo