Press "Enter" to skip to content

આપણા બંધારણીય અધિકારો

Yogesh Patel 0

આપણો ભારત દેશ ધર્મનિરપેક્ષ, પ્રજાસત્તાક અને સંસદીય પ્રણાલી ધરાવનાર દેશ છે. આપણા દેશમાં સંચાલન, દિશાનિર્દેશન તથા તમામ કાયદાઓનો સંગ્રહ કે જેને આપણે સર્વોચ્ચ કાયદો કહી શકીએ એ ભારતનું બંધારણ છે. દેશમાં બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે. ભારતનું આ બંધારણ બંધારણસભામાં 26 નવેમ્બર 1949ના દિવસે પસાર થયું હતું અને 26 જાન્યુઆરી 1950ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું. આપણા આ જ સંવિધાને આપણને વિવિધ મૂળભૂત હકો આપ્યા છે જેને બંધારણીય માન્યતા હોવાથી એ સર્વોપરી છે અને દરેક ભારતીયને લાગુ પડે છે. આપણે સ્વતંત્ર પણે રહી શકીએ છીએ, દરેકને સમાન તક મળે છે, દરેક વ્યક્તિને પોતાની વાત રાખવાનો અધિકાર છે, કોઈ વ્યક્તિનું શોષણ થતું હોત તો તેની સામે પોતાનો અવાજ ઉઠાવવાનો અધિકાર વગેરે બાબતો આપણા બંધારણમાં આપણા મૂળભૂત અધિકાર તરીકે સમાવિષ્ઠ છે. બંધારણના પ્રારંભે મૂળભૂત અધિકારોની સંખ્યા 7 હતી. અનુછેદ 31 કે જેમાં મિલકત ધરાવવાનો અધિકાર હતો તેને 44માં બંધારણીય સુધારા દ્વારા 1978થી રદ કરવામાં આવ્યો અને તેને કાનૂની અધિકારમાં સમાવવામાં આવ્યો. હાલમાં 6 મૂળભૂત અધિકારો છે. મિત્રો, આજે આપણે આપણા બંધારણીય અધિકારો/હકો વિષે પરિચય મેળવીએ.

ભારતના બંધારણના મૂળભુત અધિકારો (ભાગ 3, અનુચ્છેદ 12-35)

1. સમાનતાનો અધિકાર (અનુચ્છેદ 14-18)

2. સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ 19-22)

3. શોષણ વિરોધી અધિકાર (અનુચ્છેદ 23-24)

4. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ 25-28)

5. સાંસ્કૃતીક અને શૈક્ષણીક અધિકારો (અનુચ્છેદ 29-30)

6. બંધારણીય ઈલાજનો અધિકાર (અનુચ્છેદ 32)

 

સમાનતાનો અધિકાર/હક (અનુચ્છેદ 14 થી 18)​​

  • અનુચ્છેદ 14 : કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણનો અધિકાર
  • અનુચ્છેદ 15 : સામાજીક સમાનતા અને જાહેર સ્થળો પર સમાનતા
  • અનુચ્છેદ 16 : જે મુજબ બંધારણમાં જણાવ્યું છે કે સરકારી નોકરીઓમાં સૌને સમાન તક અને પછાત વર્ગો માટે અનામતની વ્યવસ્થા
  • અનુચ્છેદ 17 : અસ્પૃશ્યતા નિવારણ
  • અનુચ્છેદ 18 : ખિતાબોની નાબૂદી ( "રાય બહાદુર" અને "ખાન બહાદુર" નાં જેવા ખિતાબો નાબૂદ કરાયા )

 

સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ 19 થી 22)

  • અનુચ્છેદ 19 : જે અંતર્ગત બંધારણમાં કુલ 6 પ્રકારની સ્વતંત્રતા આપવામા આવી છે.
  1. જાહેર સ્થળએ શસ્ત્રો વગર એકઠા થવાનો અધિકાર (સ્વતંત્રતા).
  2. સંગઠનો સ્થાપવાની સ્વતંત્રતા (કો-ઑપરેટીવ, બિન સરકારી સંગઠનો).
  3. ભારતમાં કોઈ પણ સ્થળે મુક્તપણે ફરવાની સ્વતંત્રતા.
  4. ભારતમાં જમ્મુ-કશ્મિર સિવાય કોઈ પણ સ્થળે સ્થાયી થવાની સ્વતંત્રતા.
  5. વાણી અને મુક્તપણે વિચારવાની સ્વતંત્રતા.
  6. ભારતમાં જમ્મુ-કશ્મિર સિવાય કોઈ પણ સ્થળે કામ (Business) કરવાની સ્વતંત્રતા.
  • અનુચ્છેદ 20 : જે મુજબ કોઈ પણ વ્યક્તિ ને ગંભીર ગુના (બળાત્કાર/ખૂન) અને બંધારણના ભંગ જેવા ગુના સિવાય ધરપકડમાંથી જમાનત મેળવવાનો અધિકાર. જેમા દર્શાવવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિને એક જ ગુનામાં એક કરતા વધારે વાર સજા ન થઈ શકે.
  • અનુચ્છેદ 21 : વ્યક્તિગત સ્વતંત્રતા અને સ્વતંત્ર રીતે જીવન જીવવાનો અધિકાર.
  • અનુચ્છેદ 21 (A) : શિક્ષણનો અધિકાર – 6 થી 14 વર્ષના બાળકોને મફત પ્રાથમિક શિક્ષણનો અધિકાર
  • અનુચ્છેદ 22 : અમુક કાનૂની કેસો મા ધરપકડ કે અટકાયત વિરોધી સ્વતંત્રતા.

 

શોષણ વિરોધી અધિકાર (અનુચ્છેદ 23-24)

  • મનુષ્ય વ્યાપાર અને બળજબરીપૂર્વકની મજૂરી પર પ્રતિબંધ
  • બાળ મજૂરી પર પ્રતિબંધ

 

ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ 25-28)

  • અંતઃકરણપૂર્વક ધર્મની માન્યતા, આચરણ અને પ્રચાર કરવાની માન્યતા
  • ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની માન્યતા
  • ધર્મની ઉન્નતિ માટે કરસંબંધી રક્ષણ
  • ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગેની સ્વતંત્રતા

 

સાંસ્કૃતીક અને શૈક્ષણિક અધિકારો (અનુચ્છેદ 29-30)

  • લઘુમતીઓના હિતોનું રક્ષણ
  • લઘુમતીઓને શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર

 

બંધારણીય સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ 32)

  • બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus)
  • પરમાદેશ
  • પ્રતિષેધ
  • ઉત્પ્રેષણ
  • અધિકાર પૃચ્છા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *