ગણિત ધોરણ 11 એ માત્ર વિદ્યાર્થી જીવન માટે જ નહીં, પણ જીવતરનું ઘણતર કરવા માટે પણ અગત્યનો વિષય છે. ધોરણ 11 અને ધોરણ 12 એ ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ ગણાય છે તે અનુસાર ગણિત વિષયમાં અગત્યના તમામ મુદ્દાઓનો બંન્ને ધોરણમાં થઈ સમાવેશ કરવામાં આવેલ છે. કેટલાંક વિદ્યાર્થી B સ્ટ્રીમ રાખે તો એક વિષય તરીકે ગણિત ભણવાનો આવતો નથી. તેમ છતાં રસાયણવિજ્ઞાન અને ભૌતિકવિજ્ઞાન માં ગણિતની સમજ ખુબ જ અનિવાર્ય છે. આ સંજોગોમાં ધોરણ 11 ગણિત એ પાયાનો વિષય બની જાય છે. જ્યારે A સ્ટ્રીમનાં વિદ્યાર્થીઓ માટે એક પૂર્ણ વિષય તરીકે ગણિત તથા રસાયણવિજ્ઞાન અને ભૌતિકવિજ્ઞાનમાં આવતી ગણતરીઓને સંદર્ભે ગણિતનું જ્ઞાન અનેક રીતે ઉપયોગી નીવળે છે. આમ, આ ખુબ અગત્યનો વિષય છે.
ધોરણ 11 ગણિત માં જુના સિમેસ્ટર 1 અને સિમેસ્ટર 2 ભેગા મળી વાર્ષિક ધોરણે આખા વિષયનો અભ્યાસક્રમ નક્કી કરવામાં આવેલ છે. ગુજરાત બોર્ડના અભ્યાસક્રમ પ્રમાણે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા તૈયાર કરાયેલ પાઠ્ય પુસ્તકો વિષયની સર્વાંગી જરૂરિયાતને ધ્યાનમાં લઈ અને બાળકોની બૌદ્ધિક ક્ષમતાનો વિચાર કરી ખુબ સુંદર રીતે અને કાળજી પૂર્વક પાઠ્ય પુસ્તકો તૈયાર કરાયેલ છે. અહીં NCERT ના અભ્યાસક્રમ સાથે સામ્યતા જાળવવાનો અને રાષ્ટ્રીય કક્ષાએ એક રૂપ અભ્યાસક્રમ ગોઠવવાની દ્રષ્ટીને પણ ધ્યાનમાં રાખેલ છે.
ધોરણ 11 ગણિત માટે સિમેસ્ટર 1 અને સિમેસ્ટર 2 ના કુલ મળીને 21 પ્રકરણોનો પ્રશ્નોત્તર સ્વરૂપે નીચે પ્રમાણે સમાવેશ કરવામાં આવેલ છે:
ગણિત ધોરણ 11 [સિમેસ્ટર I] [Ganit Dhoran 11 [Semester I]]
3 સંબંધ અને વિધેય [Sambandh ane Vidhey]
4 ત્રિકોણમિતીય વિધેયો [Trikonamitiy Vidheyo]
5 ત્રિકોણમિતીય વિધેયોનાં વિશિષ્ટ મૂલ્યો અને આલેખો [Trikonamitiy Vidheyona Vishisht Mulyo ane Alekho]
6 રેખાઓ [Rekhao]
7 ક્રમચય અને સંચય [Kramchay ane Sanchay]
8 સુરેખ અસમતાઓ [Surekh Asamatao]
9 પ્રસારમાન [Prasarman]
10 સંભાવના [Sambhavana]
ગણિત ધોરણ 11 [સિમેસ્ટર II] [Ganit Dhoran 11 [Semester II]]
1 ગણિતીય અનુમાનનો સિદ્વાંત [Ganitiy Anuman no Siddhant]
2 સંકર સંખ્યાઓ [Sankar Sankhyao]
3 દ્વિપદી પ્રમેય [Dwipadi Pramey]
4 સરવાળાનાં સૂત્રો અને અવયવ સૂત્રો [Sarvala na Sutro ane Avayav Sutro]
6 ત્રિકોણમિતીય સમીકરણો અને ત્રિકોણના ગુણધર્મો [Trikonamitiy Samikarano ane Trikon na Gunadharmo]
7 શ્રેણી અને શ્રેઢી [Shreni ane Shredhi]
9 ત્રિપરિમાણીય ભૂમિતિ [Triparimaniy Bhumiti]
આમ, A, B અથવા AB કોઇ પણ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે ગણિતનું મહત્વ અવગણિ શકાય નહી, તેમ છતાં વહીવટી અનુકુળતા માટે A અને AB સ્ટ્રીમમાં ગણિત એક વિષય તરીકે સમાવેલ હોય છે. જો કે B સ્ટ્રીમમાં પણ ગણિતનું પાયાનું જ્ઞાન જરૂરી છે જ. A અને AB સ્ટ્રીમનાં વિદ્યાર્થીઓ માટે ગણિતનું સતત પુનરાવર્તન તેમના તમામ વિષયોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ પરિણામ સુધારક સાબિત થશે. ગણિતનો વિષય પ્રેક્ટીસનો વિષય હોવાથી સતત મહાવરો જરૂરી જ નહી, અનિવાર્ય છે. શક્ય તેટલી વધારે પ્રેક્ટીસ તમારા સારા પરિણામ માટે આવશ્યક છે.
These are genuinely fantastic ideas in regarding blogging.
You have touched some nice points here. Any way keep up wrinting.