Press "Enter" to skip to content

નાનકડી વાતો ક્યારેક જીવન બદલી નાખે છે

Pankaj Patel 0

નાનકડી વાતો ક્યારેક જીવન બદલી નાખે છે. હું તો એમ કહેવા પ્રેરાઉ છુ કે નાની વાતો જ જીવન બદલે છે. શરત છે એવી વાતોમાં ધ્યાન આપવાની. આપણે કોઈ પણ મહાપુરુષના જીવનનો અભ્યાસ કરીએ આ દેખાશે. વાલિયામાથી વાલ્મીકિ બન્યા. તુલસિદાસની પત્નીએ ટોણો માર્યો. કાલિદાસની પત્નીએ પણ તેને કાલીનો દાસ બનાવ્યો. નાનકડી વાત અર્થમાં મોટી હોય અને સ્પાર્ક થઈ જાય. તો બેડો પાર !!

નાનકડી વાતો

જીત:

જીતવાની સૌથી વધારે મજા ત્યારે આવે છે,
જ્યારે બધા તમારા હારવાની રાહ જોઈને બેઠા હોય.

નાનકડી વાતો

સમજી લો:

‘સંબંધ’ અને સંપત્તિ’
મુઠ્ઠી ભરો તો રેતી છે,
અને વાવતા રહો તો ખેતી છે.

નાનકડી વાતો

મફત જ મોઘું હોય:

શબ્દો મફત છે,
પણ વાપર્યા પછી કિંમત ચૂકવવી પડે છે.

નાનકડી વાતો

સમય:

સારો સમય બધાનો આવે છે.
શરત માત્ર એટલી કે, હંમેશાં સમય સાથે ચાલવું પડે છે.

નાનકડી વાતો

સાચો બદલાવ:

જીવનમાં કઈક બદલવું હોય તો પોતાની જાતને બદલો.
કારણ કે પોતાની જાતને બદલવાથી પૂરી દુનિયા બદલાઈ જાય છે.

નાનકડી વાતો

નામના:

આપતાં શીખી જાઓ,
દુનિયાને તમારું નામ લેતાં આવડી જશે.

આવા અન્ય સુવિચારો માટે અમારી સાથે જોડાયેલા રહો. આપના અભપ્રાય અને સૂચનો આવકાર્ય છે. અભ્યાસલક્ષી સામગ્રી માટે zigya Resource Center આપની સમક્ષ હમેશાં વિનામુલ્યે ઉપલબ્ધ છે. તેનો મહત્તમ ઉપયોગ કરો. જરૂરિયાત વાળા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને zigya સાથે જોડવામાં આપ સહકાર કરી શકો છો. zigya નો પ્રચાર મફત શિક્ષણનો પ્રચાર છે.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *