Press "Enter" to skip to content

લાલ બહાદુર શાસ્ત્રી જય જવાન જય કિસાન 2 October

Pankaj Patel 4

લાલ બહાદુર શાસ્ત્રી ભારતના બીજા પ્રધાનમંત્રી હતા.

તેમનો જન્મ 2 ઓકટોબર 1904 ના રોજ વારાણસી પાસે રામનગર નામના ગામમાં થયો હતો.

મહાત્મા ગાંધી અને શાસ્ત્રીજીની જન્મ તિથી એક સાથે આવે છે એ પણ યોગાનુયોગ છે.

લાલ બહાદુર શાસ્ત્રી

 

બાળપણ:

શાસ્ત્રીજીનો જન્મ કાયસ્થ પરિવારમાં થયો હતો અને તેમની અટક શ્રીવાસ્તવ હતી.

એક જ વર્ષની ઉમરમાં તેમના પિતા શરદ પ્રસાદ શ્રીવાસ્તવનું અવસાન થયેલું.

આથી માતા રામદુલારી દેવી સાથે તેઓ બાળપણથી જ પોતાના મોસાળ – મુઘલસરાઈ આવી ગયા અને ત્યાં બાળપણ વીત્યું.

શરૂઆતનું શિક્ષણ ઉર્દુમાં ચાલુ કરેલું અને પછી સાતમા ધોરણથી વારાણસીની હરિશ્ચંદ્ર હાઇસ્કૂલમાં દાખલ થયા.

અહીથી  તેમણે પોતાની અટક છોડી દીધી.

તેમની ધોરણ 10 ની પરીક્ષા ના ત્રણ  મહિના પહેલા જ ગાંધીજી અને પંડિત મદન મોહન માલવિયાની એક સભા સાંભળવા ગયા.

ગાંધીજીએ યુવાનોને સરકારી શાળાઓ છોડી અસહકારની ચળવળમાં જોડાવા આહવાન કર્યું, બીજા જ દિવસે શાસ્ત્રીજીએ શાળા છોડી.

ત્યાર બાદ કાશી વિદ્યાપીઠની પ્રથમ બેચમાં અભ્યાસ કરી 1925 માં પ્રથમ વર્ગમાં સ્નાતક થયા. અહી સ્નાતકને શાસ્ત્રીની ડિગ્રી અપાતી.

આમ, ત્યાર પછીથી તેમની ડિગ્રી હમેશાં તેમના નામ સાથે જોડાયેલી રહી અને છેક સુધી તેઓ લાલ બહાદુર શાસ્ત્રી તરીકે ઓળખાયા.

સ્વાતંત્ર્ય સેનાની:

1928થી તેઓ કોંગ્રેસના સક્રિય કાર્યકર બન્યા અને 1930ના મીઠાના સત્યાગ્રહમાં પણ ભાગ લીધો.

1940માં વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ભાગ લેતા એક વર્ષની જેલયાત્રા કરી.

1942માં ભારત છોડો આંદોલન શરૂ થયું ત્યારે તેઓ જેલમાથી તાજા જ છૂટયા હતા. પણ ‘આનંદ ભવન’ માં રહી સ્વાતંત્ર્ય સેનાનીઓને સૂચનાઓ આપવા લાગ્યા. થોડા જ દિવસમાં ફરીથી જેલયાત્રા આવી જેથી 1946 સુધી જેલમાં રહ્યા.

શાસ્ત્રીજી બધુ મળીને નવ વર્ષા જેટલો સમય જેલમાં રહ્યા.

સક્રિય રાજકારણ:

  • 1947 માં દેશ આઝાદ થતાં ઉત્તર પ્રદેશના પ્રથમ મંત્રીમંડળમાં વાહન વ્યવહાર અને પોલીસ ખાતાના મંત્રી બન્યા.
  • વાહન વ્યવહાર મંત્રી તરીકે દેશમાં સૌ પ્રથમ મહિલા કંડક્ટર નિયુક્ત કરવાનું માન શાસ્ત્રીજીને જાય છે.
  • પોલીસ મંત્રી તરીકે તેમણે લાઠીચાર્જના બદલે પાણીનો ઉપયોગ કરવાનું સૂચવ્યું, આમ વોટર કેનનની  સૌ પ્રથમ  શરૂઆત  કરાવી.
  • આ ઉપરાંત 1947ના કોમી હુલ્લડો અને વેરઝેર વાળા વાતાવરણમાં તેમણે ઉત્તર પરદેશમાં શાંતિ જાળવવા સરસ કામ કર્યું.
  • 1951માં લાલ બહાદુર શાસ્ત્રી કોંગ્રેસ પાર્ટીના જનરલ સેક્રેટરી બન્યા, હવેથી ઉમેદવારોની પસંદગીની જવાબદારી તેમની હતી.
  • 1952, 1957 અને 1962ની સામાન્ય ચૂંટણીઓ સુધી તેઓ આ ફરજ બજાવતા રહ્યા અને તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસના વિજયમાં તેઓનો મહતપૂર્ણ ફાળો રહ્યો.
  • 1952ની ચૂંટણી પછી તેઓ UP વિધાનસભામાં જ્વલંત જીત મેળવી ચૂંટાયેલા હોવા છતાં, તેમને કેન્દ્રિય પ્રધાનમંડળમાં લઈ જવાયા.
  • તેઓ નહેરુ કેબિનેટમાં રેલ્વે મંત્રી બન્યા.
  • શાસ્ત્રીજીએ એક રેલ્વે અકસ્માતની નૈતિક જવાબદારી લઈ રેલ મંત્રી તરીકે રાજીનામું આપી દીધેલું.

લાલ બહાદુર શાસ્ત્રી

પ્રધાનમંત્રી તરીકે:

27 મે 1964ના રોજ જવાહરલાલ નહેરુનું પ્રધાનમંત્રી રહેતાં અવસાન થયું અને ગુલઝારિલાલ નંદા કાર્યકારી વડાપ્રધાન બન્યા.

શાસ્ત્રીજી મિતભાષી અને મધ્યમમાર્ગી ગણાતા. વળી, તત્કાલિન કોંગ્રેસ પ્રમુખ કે. કામરાજ સાથે તેમણે ઘનિષ્ઠતા હતી.

બીજી તરફ મોરારજી દેસાઇ જમણેરી ગણાતા. આથી નહેરુવાદી શાસ્ત્રીજી સરળતાથી વડાપ્રધાન બન્યા.

9 જૂન 1964 ના રોજ તેઓ દેશના બીજા વડાપ્રધાન બન્યા અને આજીવન એ પદ પર રહ્યા.

તેમણે  નહેરુ કેબિનેટને મોટેભાગે જાળવી રાખ્યું.  ઉપરાંત, ઇન્દિરા ગાંધીને પ્રસારણ મંત્રી તરીકે સામેલ કર્યા.

તેમના કાર્યકાળમાં હિન્દીને રાષ્ટ્રભાષા ગણવા સામે દક્ષિણમાં ખૂબ વિરોધ થયો ત્યારે તેમણે વડાપ્રધાન તરીકે ખાત્રી  આપી કે અંગ્રેજી બીજી રાષ્ટ્રીય ભાષા તરીકે  દક્ષિણના રાજ્યો ઇચ્છે ત્યાં સુધી ચાલુ રખાશે. અને એમ કરી વિવાદ શમાવ્યો.

આર્થિક નીતિ

દેશ 1962ના ચીન સાથેના યુદ્ધની નાલોશીમાથી હજુ બહાર નીકળ્યો નહોતો અને નહેરૂના અવાસનથી બીજો ફટકો પડ્યો એવા સમયે શાસ્ત્રીજીએ દેશની કમાન સાંભળી હતી.

 

શાસ્ત્રીજીનું પહેલું લક્ષાંક ખેડૂતોની સ્થિતિ સુધારવાનું હતું. આણંદમાં ખેડા જિલ્લાની સહકારી ડેરીથી પ્રભાવિત થઈ તેમણે ડો. વર્ગીસ કુરિયનને આખા દેશમાં સહકારી ડેરીના લાભ ફેલાવવા પ્રોત્સાહિત કર્યા.

આણંદ ખાતે NDDB “રાષ્ટ્રીય ડેરી ડેવલપમેન્ટ બોર્ડ’ની સ્થાપના થઈ અને દેશમાં ‘શ્વેત ક્રાંતિ’ ની શરૂઆત થઈ.

બીજું અગત્યનું કાર્ય ‘હરિયાળી ક્રાંતિ’ તરફ દેશને દોરી જવામાં પણ શાસ્ત્રીજીનો મોટો ફાળો છે.

દેશમાં અનાજની અછતના સમયમાં તેમણે અઠવાડિક એક ઉપવાસ કરવાનું શરૂ કર્યું અને લોકોને પણ તેમ કરવા પ્રેરિત કર્યા.

તેમના આ આગ્રહને દેશભરમાથી પ્રતિસાદ મળ્યો. લોકો તો તેમને અનુસર્યા પણ  કેટલીક હોટલો પણ સોમવારના દિવસે ‘શાસ્ત્રી વ્રત’ ની રજા રાખવા લાગી.

અનાજની અછત દૂર કરવા શાસ્ત્રીજીએ પ્રજાને ઉદાહરણ પૂરું પાડવા પોતે હળ ચલાવી દિલ્હીના સત્તાવાર નિવાસ સ્થાને અનાજ વાવેલું.

લાલ બહાદુર શાસ્ત્રી

 

1965 – ભારત – પાકિસ્તાન યુદ્ધ

ઓગસ્ટ 1965માં પાકિસ્તાને ભારત પર આક્રમણ કર્યું તેનો દાવો અડધા કચ્છ માટે હતો. પાકિસ્તાનને એ પણ આશા હતી કે કાશ્મીરમાં જનતાની તેને સહાનુભૂતિ મળશે તથા સાથ મળશે. ભારત તાજું જ ચીન સાથેના યુદ્ધમાં હારેલું હતું.

શાસ્ત્રીજીએ જાહેર કર્યું કે ભૂખે મારવા તૈયાર છીએ પણ એક ઇંચ જમીન પણ ખોવાણી નથી.

ભારતીય સેનાએ પાકિસ્તાની આક્રમણનો જડબાતોડ જવાબ આપ્યો. એટલું જ નહીં ભારતીય સેના પંજાબ મોરચે છેક લાહોરના દરવાજે પહોચી ગઈ.

ચાલુ યુદ્ધે ચીને ધમકી આપી કે ભારતીય સેના તેની જમીનમાં ઘૂસી છે અને પીછેહઠ નહીં કરવામાં આવે તો ચીની સેના યુદ્ધમાં ઝંપલાવશે.

શાસ્ત્રીજીએ ચીની દાવાને ખારીજ કરી દીધો અને કહ્યું કે ચીન ખોટી વાત કરી રહ્યું છે.

બધી બાજુનું દબાણ હોવા છતાં, ભારતે હિમ્મતભેર યુદ્ધના મોરચે ફતેહ જારી રાખી. બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી મોટું ટેન્ક યુદ્ધ લડાયું.

એમાં પાકિસ્તાનને અનેક ટેન્કો ખોવી પડી તો કેટલીક ટેન્કો મૂકીને સૈનિકો ભાગી ગયા.

લાલ બહાદુર શાસ્ત્રી

23 સપ્ટેમ્બર 1965ના દિવસે સંયુકત રાષ્ટ્રની મધ્યસ્થીથી યુદ્ધવિરામ જાહેર થયો.

જય જવાન – જય કિસાન

યુદ્ધ સમયે લાલ બહાદુર શાસ્ત્રી એ આપેલો નારો ‘જય જવાન જય કિસાન’ આખા દેશના મિજાજને પલટાવી નાખનારો સાબિત થયો.

લોકોએ યુદ્ધ ફાળા તરીકે પોતાનું બધુ આપી દેવાની પણ દેશની શાન જાળવવાની તૈયારી બતાવી.

આજે પણ શાસ્ત્રીજીનો આપેલો નારો વખતે વખતે ગુંજતો રહે છે અને દેશા માટે બધુ જ કરવાની ભાવના પ્રજામાં ઊભરી આવે છે.

ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં દેશે આ યુદ્ધ લડેલું અને એમાં શાસ્ત્રીજીની દોરવણીથી વિજય મેળવેલો.

દેશના નેતાની નીડરતા, મક્કમતા અને ત્વરિત નિર્ણય શક્તિ વિપરીત પરિસ્થિતિમાં પણ કેવા સકારાત્મક પરિણામ સર્જી શકે તેનું શાસ્ત્રીજી અને 1965નું યુદ્ધ ઉદાહરણ છે.

મૃત્યુ અને વિવાદો

યુદ્ધવિરામ બાદ રશિયાના તાસ્કંદ ખાતે બંને દેશોના વડા કાયમી શાંતિના કરાર માટે ભેગા થયા.

10 જાન્યુઆરી 1966 ના દિવસે કરાર પર લાલ બહાદુર શાસ્ત્રી ભારત તરફથી અને જનરલ અયુબખાન પાકિસ્તાન તરફથી સહીઓ કરી છૂટા પડ્યા.

11 જાન્યુઆરી સવારે 2:00 વાગે શાસ્ત્રીજીનું હ્રદયરોગના હુમલાથી મૃત્યુ પામેલા જાહેર કરાયા.

આ અગાઉ તેમને હ્રદયની કોઈ બીમારી હતી જ નહીં. વળી, તેમનું પોસ્ટ-મોર્ટમ કરાયેલું કે નહીં તે અંગે પણ ગૂંચવાડો આજ સુધી ચાલુ છે.

શાસ્ત્રીજી પહેલા ભારતીય વડાપ્રધાન છે જેમનું બીજા દેશમાં અવસાન થયું હોય અને તે પણ ભેદી સંજોગોમાં.

આજે પણ દેશ તેમના અવસાનને સ્વાભાવિક માની શકતો નથી. અને તેમની હત્યા અંગેની અનેક આશંકાઓ જોવાય છે.

એ સમયે CIA વિરોધી નેતાઓની હત્યા કરવા કુખ્યાત ગણાતી અને યુદ્ધમાં અમેરિકાનું પાકિસ્તાન તરફે વલણ હતું તેથી CIA એ શાસ્ત્રીજીની હત્યા કરવી હોવાની આશંકા સેવાય છે.

વળી, કેટલાક લોકો ઇન્દિરા ગાંધીએ તેમની હત્યા કરાવી હોવાની આશંકા પણ જણાવે છે. કોઈ KGB નો હાથ હોવાની શંકા રજૂ કરે છે.

જોકે આટલી સરકારો બદલાવા છતાં ભારત સરકારે સત્તાવાર ક્યારેય આવી થિયરીઓને સમર્થન આપ્યું નથી.

લાલ બહાદુર શાસ્ત્રી ની મહત્તા

લાલ બહાદુર શાસ્ત્રી એવા પ્રથમ વડાપ્રધાન છે જેમને મરણોપરાંત ભારત રત્નથી સન્માનીત કરાયા છે.

લાલ બહાદુર શાસ્ત્રી

તેઓ સામાન્ય લોકોના નેતા તરીકે ઊભરી આવ્યા. સાદગી, મક્કમતા, પ્રમાણિકતા એ તેમની ઓળખ બની.

વડા પ્રધાન હોવા છતાં, 5000 રૂપિયાની લોન લઈને ગાડી લાવેલા અને તેમના મૃત્યુ બાદ પણ લોનના હપ્તા તેમના પત્ની લલિતાદેવીએ ભરીને સાબિત કર્યું કે પ્રમાણિકતા તેમના પૂરા કુટુંબમાં ઠાંસીને ભરેલી હતી.

આજે પણ એ ફિયાટ ગાડી સાચવી રાખવામા આવી છે જે આપણને શાસ્ત્રીજીની મહાનતા યાદ અપાવે છે.

લાલ બહાદુર શાસ્ત્રી

દિલ્હીમાં શાસ્ત્રીજીની સમાધિ ‘વિજય ઘાટ’ તરીકે સ્થાપિત કરેલી છે. દરેક દેશવાસીને એ સદાય પ્રેરણા આપતી રહે છે.

લાલ બહાદુર શાસ્ત્રી

દેશના દરેક નાગરિકને હમેશા લાલ બહાદુર શાસ્ત્રી પ્રમાણિક્તા અને નિષ્ઠા પૂરી પાડતા રહેશે.  તેમના ખેડૂત અને સૈનિકો પ્રત્યેના માન અને લાગણીને આજે આપણે અનુસરીએ એ જરૂરી છે.

 

 

 

 

 

 

 

 

 

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

  1. 온라인카지노 온라인카지노

    Pretty component of content. I just stumbled upon your site
    and in accession capital to assert that I get actually enjoyed account your weblog posts.
    Anyway I will be subscribing on your feeds or even I achievement you get entry to
    constantly rapidly.

  2. YES카지노 YES카지노

    Definitely consider that that you stated. Your favourite reason seemed
    to be on the net the easiest factor to understand of.
    I say to you, I certainly get irked at the same time as folks think about worries that
    they plainly don’t recognise about. You managed to hit the nail upon the
    top and outlined out the entire thing without having side-effects ,
    other folks can take a signal. Will probably be again to get
    more. Thanks

  3. 바카라 바카라

    Thanks for another informative web site. Where
    else may I am getting that kind of info written in such a perfect
    approach? I have a challenge that I’m just now running on, and I have been at the look out for such
    info.

  4. 바카라사이트추천 바카라사이트추천

    Just a smiling visitant here to share the love (:, btw great design.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *