સ્ટીવ જોબ્સ ને આખી દુનિયા ઓળખે છે.
5 October 2011 ના દિવસે તેઓ આ દુનિયા છોડી ચાલ્યા ગયા.
પણ દુનિયાને તેમના 56 વર્ષના જીવનમાંથી ઘણુબધું શીખવા મળે અને લાંબા સમય સુધી પ્રેરણા મળે એવું તે મૂકીને ગયા છે.
સ્ટીવના કમ્પ્યુટર અને તેને લગતા શોધ-સંશોધન અંગે બધાને નેટ પર ભરપૂર સાહિત્ય મળે જ છે.
તો વળી, તેમની કંપની અને આર્થિક મહત્વની માહિતી પણ મળી જશે જ.
અહી તેમના જીવનના બીજા પાસા પર પ્રકાશ પાડવાનો મારો ઇરાદો છે. જે દરેક સ્થિતિમાં જીવતા માણસ માટે પ્રેરણારૂપ બનશે.
સામાન્ય પરિચય
સ્ટીવ એ આધુનિક દુનિયામાં કઈક નવું, વધુ સગવડભર્યું, ઉપયોગી શોધવાવાળા લોકો પૈકી એક છે.
Apple કંપનીના સહસ્થાપક અને લોકોને વધુ આધુનિક અને ઉપયોગી ગેઝેટ્સ આપવામાં અથવા દુનિયાને વધુ સારું આપવાની વિચારસરણી વિકસાવવામાં તે અગ્રસ્થાને છે.
ક્યારેક કમાણીમાં દુનિયામાં અવ્વલ તો ક્યારેક નવી શોધ માટે અવ્વલ એમ હમેશા ચર્ચામાં રહ્યા છે.
પર્સનલ કમ્પ્યુટર, iPhone, iTunes store, App store, …. એવું ઘણું બધુ છે જે આજે આપણે રોજબરોજ વાપરીએ છીએ તે સ્ટીવની શોધ છે અથવા તે શોધોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ તેમનો ફાળો છે.
તેમનો જન્મ 24 February, 1955 અને અવસાન 5 October 1911 ના દિવસે થયેલ.
મારા જીવનની ત્રણ વાતો: સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં આપેલા ભાષણ પરથી.
સ્ટીવ કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી શક્યા નહોતા. તેમણે પોતાના જીવનના ત્રણ પ્રસંગોની વાત 12 June 2005 ના દિવસે પ્રતિષ્ઠિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આપેલા ભાષણમાં કહેલી. અહી ભાષા અને સ્થાન ભેદના કારણે માત્ર એ ભાષણનો મર્મ રજૂ કર્યો છે.
1. પહેલો પ્રસંગ:
- આ પ્રસંગ કોલેજમાં અભ્યાસ છોડી દેવા અંગેનો છે.
- સ્ટીવની જન્મદાત્રી માતા પરણિત નહોતી. આથી જન્મેલા બાળકને દત્તક આપી દેવાનું ઠરાવેલું.
- પણ પોતે ગ્રેજ્યુએટ હતી, આથી બાળક એવા દંપતીને જ આપવા માંગતી હતી જે ગ્રેજ્યુએટ હોય.
- જે લોકોએ સ્ટીવને દત્તક લીધો એ ગ્રેજ્યુએટ નહોતા, આથી બાળકને કોલેજ શિક્ષણ આપશુ એવી ખાત્રી બાદ તેને દત્તક આપવામાં આવેલ.
- આથી સ્ટીવના માતા-પિતાએ પોતાની આર્થિક શક્તિઓની ઉપરવટ જઈને સ્ટીવ જોબ્સ ને રીડ કોલેજમાં દાખલ કર્યો.
- હવે અહી, થોડા જ સમયમાં તેને લાગ્યું કે આ અભ્યાસ મારા માટે ઉપયોગી નથી, સ્થિતિ પણ એવી કે મિત્રોની રૂમમાં રહેવાનુ અને જમીન પર પથારી કરી સુવાનું.
- ખાવાના પૈસા માટે કોકની બાટલીઓ ભેગી કરી વેચવાની, અઠવાડિયે એકવાર હરેકૃષ્ણ મંદિરમાં મફત ખાવાનું !!
- આ સ્થિતિમાં કોલેજનો રેગ્યુલર અભ્યાસ છોડી દીધા પછી તેને સુલેખન ના વર્ગો ભરવાનો મોકો મળ્યો, ભણવાનો આનંદ આવ્યો પણ આ શું ઉપયોગમાં આવશે એ ખબર નહોતી.
- પણ, દશ વર્ષ બાદ જ્યારે તેમણે પહેલું પર્સનલ કમ્પ્યુટર બનાવ્યું ત્યારે વિવિધ ફૉન્ટ ઉપયોગી બન્યા અને આજે દુનિયાભરમાં લોકો કમ્પ્યુટર પર જે સુંદર લખાણ લખી શકે છે તે સ્થિતિ સર્જાઈ.
- સ્ટીવનો કહેવાનો મતલબ એ હતો કે, તે સમયે જે સ્થિતિ સર્જાઈ તેની ભવિષ્યની અસર ત્યારે તો ખબર ના જ પડે પણ પછીથી સમજાય કે, જે થાય તે સારા માટે.
- કોલેજનો રેગ્યુલર અભ્યાસ ના છૂટ્યો હોત તો સુલેખન શીખવા સમય જ ના મળ્યો હોત અને દુનિયા આખી કદાચ ટાઈપ રાઇટરના જમાના જેવી એક જ પ્રકારના કમ્પ્યુટર લખાણ લખતી હોત. !!
2. બીજા પ્રસંગની વાર્તા:
- સ્ટીવ જોબ્સ ને પોતાના મિત્ર સાથે મળી, 20 વર્ષની ઉમરમાં Apple કંપનીનું કામ શરૂ કરેલું અને તે પણ એક ગેરેજમાં.
- દશ વર્ષમાં કંપની 2 અબજ ડોલરની કિમત અને 4000 કર્મચારીઓ ધરાવતી બની ગઈ.
- આ દરમિયાન સ્ટીવને જરૂર લાગતી ગઈ તેમ પોતાનાથી વધારે પ્રભાવશાળી લોકોને વહીવટમાં સામેલ કરતા ગયા.
- એક સમય એવો આવ્યો કે ભવિષ્યના પ્લાન અંગે મતભેદો ઊભા થયા અને તે ઝગડામાં પરિણમ્યા.
- બોર્ડના અન્ય સભ્યોએ તેમનો સાથ આપી જોબ્સને કંપનીમાથી હાંકી કાઢવામાં આવ્યા.
- વિચારો કે, જે તમારું પોતાનું સર્જન હોય, જેના માટે જિંદગીનું સર્વસ્વ દાવ પર લગાવ્યું હોય એમાથી તમારી હાકલપટ્ટી થાય ત્યારે કેવું લાગે?
- સમાધાનના નિષ્ફળ પ્રયાસો કર્યા, કેલિફોર્નિયા છોડી દેવાનો વિચાર પણ કર્યો.
- પણ નિયતિને બીજું જ મંજૂર હતું.
- સફળતાઓના બોઝથી મુક્ત, નવું વિચારવા મુક્ત માનસિક સ્થિતિ સર્જાઈ, જેણે ચમત્કાર સર્જ્યો.
- આગલા 5 વર્ષોમાં NeXT અને Pixar કંપનીઓની સ્થાપના થઈ, જે માણસો સાથે મળી નવું કાર્ય શરૂ કર્યું એ પૈકી એક લોરેન પોવેલ સાથે સ્ટીવના લગ્ન થયા. જિંદગીએ જુદી ઊંચાઈઓ સર કરી.
- વળી, સમયની કરવટ બદલાઈ અને Apple એ NeXT કંપની ખરીદી લીધી.
- ફરી સ્ટીવ Apple ના કર્તાહર્તા બન્યા.
- અને આ વર્ષોમાં કરેલી શોધ Apple માટે પુનર્જીવનનો સ્ત્રોત બની. !!
3. ત્રીજો પ્રસંગ – મોતનો સામનો:
- સ્ટીવે ક્યારેક વાંચેલું કે જીવનનો પ્રત્યેક દિવસ આખરી દિવસ હોય એવી રીતે જીવો.
- આ દર્શનની તેમના ઉપર ઊંડી અસર થયેલી.
- આ વક્તવ્ય આપ્યાના એકાદ વર્ષ અગાઉનો આ પ્રસંગ છે.
- સ્ટીવ જોબ્સ ને કેન્સર હોવાનું અને અસાધ્ય કેન્સર હોવાનું નિદાન થયું. (2004 માં)
- ડોકટરોએ સમજાવ્યું કે, હવે સમય કુટુંબ સાથે ગાળો, તેમને જે હુંફ અને પ્રેમ આપવાનો રહી ગયો હોય તે એકસાથે આપી દો.
- માનસિક સ્થિતિ થોડાક મહિનાઓમાં મૃત્યુ માટે થઈ ગઈ.
- એ પછી આગળ તપાસ કરતાં લાગ્યું કે કદાચ ઓપરેશન સફળ થઈ શકે.
- ઓપરેશન થયું અને જીવન ચાલુ રહ્યું.
- ( સ્ટીવ જોબ્સ નું મોત કેન્સરથી જ થયેલું પણ થોડા વર્ષો બાદ )
- જ્યારે તમે મોતના મુખમાથી પાછા આવો ત્યારે જીવન બોનસ લાગે.
- પ્રત્યેક નવો દિવસ ખુશ રહીને કઈક વધારે સારું કરવાનો સંદેશ આપે. જે સ્ટીવે પછીની જિંદગીમાં કર્યું પણ ખરું.
- આપણે પણ મૃત્યુ નિયત છે અને ગમે ત્યારે આવે, આજે જ આવી શકે એમ વિચારી જીવીએ તો કેટલો ફરક પડે !!
ક્યારેય એવું નહીં લાગે કે ઉણપ છે, જે દિવસ મળ્યો એ બોનસ સમજીને જીવીએ તો કરેલા કામનો આનંદ આવે અને વિશેષ તો જીવવાનો આનંદ આવે
સ્ટીવ જોબ્સ ના જીવન પ્રસંગોની શીખ જેવી જ શીખ આપણને શાસ્ત્રો અને મુનિઓ સદીઓથી આપતા રહ્યા છે.
પણ એ ભાષા કદાચ આપણને જુદી લાગે છે.
જુદી સ્થિતિ અને જુદા પ્રસંગોએ અપાયેલી શીખ કદાચ ના સમજાય.
પણ સ્ટીવ આપણા સમયમાં જ થઈ ગયા. આપણને આધુનિક બનાવી ગયા. પૈસા અને પ્રતિષ્ઠા મેળવ્યા.
જે આપણી હમેશા ખ્વાહિશ હોય છે તે બધુ એમણે કર્યું. અને વધુમાં વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરીને કર્યું.
તેમના ઉદાહરણથી તો જીવનની સચ્ચાઈ સમજાઈ જવી જોઈએ.
જોકે હું પણ જાણું છુ કે શિખામણ આપવાની ચીજ છે લેવાની નહીં!!! છતાં, જીવનની પરમ સચ્ચાઈ આજ છે.
અંતે જે માણસે જીવનભર સારું કરવા પ્રયત્ન કર્યો, પોતાની જ નહીં, દુનિયાની જિંદગી સુધરે તે માટે પ્રયત્નશીલ રહેનાર સ્ટીવ જોબ્સને પુણ્યતિથી એ વંદન સહ અસ્તુ.
I was suggested this website by way of my cousin. I’m no longer sure whether this post is written via him as no one else know such certain approximately my difficulty. You’re incredible! Thanks!|
I all the time used to study paragraph in news papers but now as I am a user of internet therefore from now I am using net for posts, thanks to web.|
phd by dissertation only dissertation help free
writing a good thesis writing a thesis paragraph
cheap custom essay writing essays services
writing paper help best online paper writing service
help me write a paper paper writing services best
hydrochlorothiazide water pill is lisinopril a statin what does lisinopril 5 mg look like lisinopril fatal side effects ’
does zoloft make you sleepy sertraline in pregnancy sertraline abuse remeron and zoloft ’
can i stop taking lisinopril amlodipine and lisinopril zyrtec and lisinopril triamterene and hydrochlorothiazide ’
dapoxetine cialis buying cialis in australia purchase brand cialis buy cialis ireland ’
hinesville ga payday loan payday starting cash fairbanks cash advance
Thanks for your expression of interest. Please share your inputs/suggestions to zigya for the relevant team members to look into it with all the details. You can give my reference.
Right here is the right site for everyone who wants
to find out about this topic. You realize so much its almost tough to argue with
you (not that I really would want to…HaHa). You certainly put a brand
new spin on a topic which has been discussed for years.
Excellent stuff, just wonderful!
Please let me know if you’re looking for a writer for your weblog.
You have some really good posts and I think I would be a good
asset. If you ever want to take some of the load off, I’d love to write some articles for your blog
in exchange for a link back to mine. Please shoot me an e-mail if interested.
Kudos!