મિત્રો,
Zigya ગુજરીતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં સામાન્ય રીતે ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ સાહિત્ય, વિના મુલ્યે પૂરુ પાડે છે.
આ તમામ ધોરણો અને ગુજરાત બોર્ડ, CBSE બોર્ડ સહિત વિવિધ બોર્ડના અલગ પેજ ધરાવે છે.
જે દરેક બોર્ડના અભ્યાસક્રમ અનુસાર પ્રશ્નોત્તર અને વિષયવાર સાહિત્ય ઉપલબ્ધ છે.
જેનો દેશભરમાંથી બહોળી સંખ્યામાં લોકો પોતાની જરૂરીયાત મુજબ ઉપયોગ કરે છે.
કેટલીક માહિતી ધોરણ કે બોર્ડના માળખામાં સમાવી શકાય તેમ નથી હોતી પણ વિદ્યાર્થીઓ માટે જરૂરી હોય ત્યારે zigya બ્લોગના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનો અમારો પ્રયત્ન રહે છે.
અમોએ હિન્દી અને અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષામાં પણ વિષય નિષ્ણાતોના બ્લોગ અમારી સાઈટ પર મુકેલ છે.
zigya બ્લોગની ગુજરાતી ચેનલ
અમારા ગુજરાતી બ્લોગમાં યોગાસનો એ ચેનલમાં “કરો યોગ રહો નિરોગ” એ બ્લોગથી શરૂઆત કરી તમામ આસનોને મૂળ સ્થિતિથી શરૂ કરી આસન કરવાની રીત, ફાયદા, રાખવાની તકેદારી ઉપરાંત શક્ય હોય ત્યાં વિડિયો દ્વારા આસનની સમજૂતી આપેલ છે.
આ ચેનલ ધોરણ 8 થી 10ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમનો ભાગ છે.
પણ એ સિવાયના દરેકને માટે દૈનિક ક્રિયાનો ભાગ બની શકે તેમ છે.
તે જ રીતે હમણાં સામાન્ય જ્ઞાનને લગતા બીજા વિષયોને પણ આવરી લેવાનો પ્રયત્ન કરેલ છે.
જેમાં વાચક વિદ્યાર્થી ન હોય તો પણ તેને ઉપયોગી અને રસપ્રદ માહિતી મળે તેવો અમારો પ્રયત્ન રહે છે.
હવે, અમે સામાન્યજ્ઞાનના અન્ય ટોપિક અથવા વિષયોને આવરી લેવા પ્રયત્નશીલ છીએ.
જેમાં વિદ્યાર્થી ઉપરાંત જાગૃત નાગરીકો ને પણ રસ પડે. સરવાળે આપણે જે શાસન વ્યાવસ્થામાં જીવીએ છીએ,
તે લોકશાહીમાં જાગૃત અને શિક્ષિત નાગરીક સહુથી ઉપયોગી ભાગ ભજવી શકે છે.
અને તો જ લોકશાહી સફળ બને છે.
પંચાયતી રાજ
Zigya ગુજરાતી બ્લોગમાં અમોએ જુદી જુદી ચેનલ બનાવેલ છે. જેનો આપ સૌને ખ્યાલ હશે જ.
હવે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો માટે “ પંચાયતી રાજ ” ખુબ અગત્યનો ટોપીક છે.
અને દરેક સ્પર્ધાત્મક પરીક્ષાના પરીક્ષાર્થી માટે તે ઉપયોગી છે.
આ બાબતને ધ્યાને રાખીને પંચાયતી રાજ ટોપીકનો સમગ્રલક્ષી અભ્યાસક્રમ આવરી લેવાય તે રીતે મુદ્દાસર જુદા જુદા બ્લોગ રજુ કરવાનું વિચારેલ છે.
આશા છે કે તબક્કાવાર આ માહિતી આપના સુધી પહોંચે અને આપને કોઈ પણ પરીક્ષા માટે તે ઉપયોગી થાય તેવો અમારો પ્રયત્ન રહેશે.
આ બ્લોગ ચેનલનો શક્ય તેટલો પ્રચાર-પસાર કરી અમારા પ્રયત્નોમાં સહયોગી થશો તેવી આશા સાથે
team zigya.