કલમ 243 અંગેનો શરૂઆતી અભ્યાસ આપણે અગાઉના લેખમાં કર્યો છે. જેમાં, વધુ એક સોપાન ઉમેરતાં આજે આપણે તેનો વિશેષ વિગતથી અભ્યાસ કરીશું. ભારતીય બંધારણની આ કલમ પંચાયતી રાજને લગતી જોગવાઇઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે.
પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા:
અનુચ્છેદ 243 (D) માં પંચાયતોની ચુંટણીની પ્રક્રિયાનો ઉલ્લેખ કરેલ છે.
પંચાયતોની તમામ ચુંટણીઓ માટે મતદાર યાદીઓ તૈયાર કરવા તેની દેખરેખ રાખવી,
માર્ગદર્શન અને તેનું નિયંત્રણ રાખવાનું તેમજ સંચાયલ પ્રક્રિયાની જવાબદારી –
જે તે રાજ્યપાલ શ્રી દ્વારા નિમેલા રાજ્ય ચુંટણી કમિશ્નર અને ચુંટણી કમિશનને શિરે રહે છે.
જે મુજબ રાજ્ય વિધાન મંડળે કરેલ કાયદાની જોગવાઈઓ ને આધીન રહે છે.
રાજ્ય ચુંટણી કમિશ્નરની સેવા શરતો પદ અવધી રાજ્યપાલ શ્રીના નક્કી કરેલા નિયમો મુજબ રહેશે.
પરંતુ જો કોઈ કારણસર રાજ્ય ચુંટણી કમિશ્નરને પદ પર થી દુર કરવાની જરૂર પડે તો સીધે સીધા દૂર કરી શકાય નહિ.
સ્ટાફ :
રાજ્યના રાજ્યપાલ રાજ્ય ચુંટણી કમિશન વિનંતિ કરે ત્યારે,
કમિશનને સોંપેલા કાર્યો બજવવા માટે જરૂરી હોય તેવા સ્ટાફ રાજ્ય ચુંટણી કમિશ્નરને આપશે.
આ સંવેદનાની જોગવાઈને આધીન રહી,
રાજ્ય વિધાન મંડળ કાયદાથી –
પંચાયતોની ચુંટણીને લગતી તે સાથે સંકળાયેલી તમામ બાબતો સંબંધી જોગવાઈ કરી શકે છે.
કલમ 243 (D) :
અનુચ્ચેદ 243 (D) મુજબ સંઘ રાજ્યક્ષેત્રોને લાગુ પાડતી વખતે રાજ્યના રાજ્યપાલ રાજ્ય પાલનો ઉલ્લેખ વિધાનમંડળ વિધાનસભાના ઉલ્લેખ હોય તેમ અસર કરતાં થશે.
કલમ 243 (P) :
અનુચ્છેદ 243 (P) મુજબ અમુક વિસ્તારોને આભાગ લાગુ નહિ પાડવા બાબતે ઉલ્લેખ કર્યો છે.
જે મુજબ કોઈ મજકૂળ અનુચ્છેદ 244માં નિર્દેશ કરેલા આદિજાતિ વિસ્તારો ને લાગુ પડશે નહિ.
જિલ્લ સ્તરની પંચાયતોને લગતો આ ભાગમાં કોઈ પણ મજકૂળ તે સમયે અમલમાં હોય તેવા ભાગને લાગુ પડશે નહિ.
જો તેમાં સુધારો વધારો કરવો હોય તો તે રાજ્યની વિધાનસભાએ –
તે ગૃહના કુલ સભ્યોની બહુમતિથી અને ગૃહમાં હાજર રહીને મત આપનારા સભ્યોની 2/3 બહુમતિથી ઠરાવ પસાર કર્યો હોવો જોઇએ.
જે સંસદમાં કાયદો કરીને આ ભાગની જોગવાઈ કાયદામાં નિર્દિષ્ઠ કરેલી અપવાદ અને ફેરફારોને આધીન રહેશે.
અનુસુચિત વિસ્તાર અને આદિજાતિ વિસ્તારોને લાગુ પાડી શકાય. અને આવો કોઈ પણ કાયદો અનુચ્છેદ 368 ના હેતુ માટે બંધારણીય સુધારો ગણાશે નહિ.
કલમ 243 (ઘ):
અનુચ્છેદ 243 (ધ) મુજબ વિધમાન કાયદાઓ અને પંચાયતોની ચાલુ રહેવા માટે તે મજકૂળ ગમે તે હોય બંધારણીય 73 માં સુધારા 1992 મુજબ રાજ્યમાં અમલો હોય તેવા પંચાયતને લગતાં કોઈ પણ કાયદાની જોગવાઈ તે ભાગના સાથે સુસંગત હોય તેવા સમયે સક્ષમ વિધાન મંડળ સુધારો ન કરે ત્યાં સુધી કે તેવા આરંભથી 1 વર્ષ સુધી બે માંથી તે વધુ બને ત્યાં સુધી અમલમાં રહેવાનું ચાલુ રહેશે. પરંતુ આવા આરંભથી 1 વર્ષ પુરુ થાય ત્યાં સુધી અમલમાં ચાલુ રહેશે.
પરંતુ આરંભની તરત પહેલા અસ્તિત્વ ધરાવતી તમામ પંચાયતો તેમની મુદત પૂરી ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે.
પરંતુ જો તે રાજ્યની વિધાનસભા કે વિધાનપરિષદ રાજ્યની બાબતમાં રાજ્યમાં વિધાનમંડળમાં દરેક ગૃહ ઠરાવ પસાર કરે અને વહેલુ વિસર્જન કરે ત્યારે પંચાયતની મુદત પુરી થશે.
આર્ટીકલ 243 (F) માં ચુંટણી સંબંધીત બાબતમાં ન્યાયાલયની દરમ્યાન ગીરી બાદ નીચે મુજબ છે.
જે મુજબ ગમે તે મજકૂળ હોય તેને આ કલમ હેઠળ અભિપ્રેત હોય તેવા મતદાર મંડળોના સિમાંકનને અથવા આવા મતદાર મંડળોને ફાળવેલા કોઈ પણ ભાગને કોઈ પણ ન્યાયાલયમાં વાંધો ઉઠાવી શકાશે નહિ.
આ સિવાય કોઈ પણ પંચાયતની ચુંટણી સામે રાજ્યની વિધાન મંડળે કરેલ કોઈ કાયદાથી કે તે હેઠળ જેના માટે જોગવાઈ કરેલી હોય તેવા સત્તા મંડળ સમક્ષ અને જેવી રીતે ચુંટણી અરજી રજુ કરી હોય તે સિવાય વાંધો ઉઠાવી શકાશે નહિ.
મિત્રો, પંચાયતીરાજ અંગે નગરપાલિકાઓ અને નગરપાલિકા વિષયક બાબતો આગામી લેખમાં રજૂ કરીશું.
આ વિષયમાં આ અગાઉનો લેખ ‘પંચાયતી રાજ અંગેની બંધારણીય જોગવાઈઓ‘ પણ જુઓ.
I relish, cause I found exactly what I was taking a look
for. You have ended my 4 day long hunt! God Bless you man. Have a nice day.
Bye