કાળી ચૌદશ એ દિવાળીના અગાઉના દિવસે એટલે કે આસો વદ ચૌદશના દિવસે ઉજવાતો તહેવાર છે.
આ દિવસ શક્તિની ઉપાસનાનો દિવસ છે. મહાકાળી, બજરંગ બલી, ઘંટાકર્ણ મહાવીર, વગેરેની પૂજાનું પર્વ છે.
હિન્દી ભાષી વિસ્તારોમાં આ તહેવાર નર્ક ચતુરદશી અથવા રૂપ ચૌદશ પણ કહેવાય છે.
ઉજવણી :
કાળી ચૌદશના દિવસે સવારે વહેલા ઉઠી સુગંધિત પાણીથી સ્નાન કરી શક્તિની પૂજા કરવામાં આવે છે.
આ દિવસે કોઈક સ્થળે સવારે તો કોઈક જગ્યાએ સાંજે મહાવીર હનુમાનને તેલ ચડાવવાની પ્રથા છે.
કેટલીક જગ્યાએ કુળદેવીનું નૈવેધ ચડાવવાની પ્રથા પણ જોવા મળે છે.
કેટલાક વિસ્તારોમાં કકળાટ કાઢવાનો રિવાજ છે.
આમ, મહદ અંશે બધે સવારે વહેલા જાગી સુગંધિત જળથી સ્નાન કરી ઘર આંગણામાં સાથીયા પુરવામાં આવે છે, દિવડા પ્રગટાવાય છે, અડદ કે મગના વડા તળી નિયત સ્થાને તેને નૈવેધ સ્વરૂપે ચઢાવવામાં આવે છે. હનુમાનને તેલ ચઢવાય છે.
કકળાટ કાઢવાનો અર્થ એ છે કે, ઘર કુટુંબમાથી અનિષ્ટો દૂર થાય, રોગ દૂર રહે અને સહુનું સ્વાસ્થ્ય જળવાય. ઘણી જગ્યાએ દિવાળીની સફાઈ દરમિયાન કાઢેલ કચરો આ દિવસે ગામના કોઈ નક્કી કરેલા સ્થળે મૂકી આવવાણી પ્રથા છે.
દક્ષિણ ભારતમાં કેટલીક જગ્યાએ આ દિવસે દિવાળી ઉજવાય છે. ક્યાક દૂધપૌવા તો ક્યાક સેવસાકર ના પ્રસાદનો મહિમા છે.
પ્રથામા ફેરફારો હોય શકે પણ આશય સમાન છે.
ઘરમાથી કંકાસ દૂર થાય, રોગ દૂર થાય, શક્તિની પ્રાપ્તિ થાય એ માટે પ્રાર્થના કરવાનો આ તહેવાર છે.
બધામાં સંપ, શાંતિ અને ઐશ્વર્ય જળવાય તે માટે દરેક પોતાના ઇષ્ટ દેવની પૂજા કરે છે.
પૌરાણિક માન્યતા:
પૌરાણિક માન્યતા મુજબ કાળી ચૌદશના દિવસે દેવોના દુશ્મન નર્કાસૂરનો વધ શ્રી કૃષ્ણની પત્ની સત્યભામાએ કરેલો. આમ, આસુરી શક્તિઓના વિનાશના પ્રતિક તરીકે આ તહેવાર ઉજવાય છે.
તંત્ર-મંત્રમાં માનનારા આ દિવસે રાત્રે તંત્ર સાધના કરે છે. એવી માન્યતા છે કે, ભૂત-પ્રેત અને આસુરી શક્તિઓને વશ કરવા આ દિવસે શક્તિની પૂજા કરવામાં આવે તો ઇચ્છિત ફળ પ્રાપ્ત થાય છે.
આમ, મોટેભાગે કાળી ચૌદશ એ સ્વચ્છતા, શક્તિ અને દૈવી પ્રસાદની પ્રાપ્તિ માટે ઉજવાય છે.
સહુનું શુભ થાય તેવી ભાવના દર્શાવવાના આ તહેવારની શુભેચ્છા.
( ધનતેરસ વિશેનો લેખ પણ આ બ્લોગ સાઇટ પર ઉપલબ્ધ છે)
You’re so awesome! I don’t suppose I’ve truly read anything like this
before. So wonderful to find somebody with original thoughts
on this issue. Seriously.. thank you for starting this up.
This site is something that is required on the web,
someone with a bit of originality!
Every weekend i used to go to see this website, as i wish for enjoyment, as this this web
site conations really fastidious funny data
too.