14 November Before independence – આઝાદી પૂર્વે
14 November 1681
East India Company declared Bengal as a separate presidency.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળને અલગ પ્રાંત તરીકે જાહેર કર્યો.
14 November 1889
Jawaharlal Nehru, first Prime Minister of India, was born. To commemorate his birthday, this day is observed as ‘Children’s Day’ from 1957.
ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો અલ્હાબાદ (હવે પ્રયાગરાજ) ખાતે જન્મ. તેમના જન્મદિવસની ઉજવણી 1957થી બાળદિવસ તરીકે કરવામાં આવે છે.
14 November 1914
Eight Language panel were started on the Rs. five denomination again. The printing colour of note was red. These languages were Urdu, Telugu, Kaithi, Tamil, Bengali, Kannada, Burmese and Gujarati.
આઠ ભાષામાં લખાણ સહિત લાલ રંગની 5 રૂપિયાની કિમતની નોટો પુન: છાપવાનું શરૂ કરાયું. આ ભાષાઓ ઉર્દુ, તેલુગુ, કૈથિ, તમિલ, બંગાળી, કન્નડ, બર્મીઝ અને ગુજરાતી હતી.
14 November 1919
Anantrao Bhalerao, freedom fighter, journalist and editor of daily news paper “Marathawada”, was born.
સ્વાતંત્ર્ય સેનાની, પત્રકાર અને દૈનિક સમાચારપત્ર “મરાઠાવાડા” ના સંપાદક અનંતરાવ ભાલેરાવનો જન્મ.
14 November 1926
Piloo H. Mody, social reformer, politician and architect, was born at Bombay.
સામાજિક સુધારક, રાજકારણી અને આર્કિટેક્ટ પિલુ એચ. મોદીનો બોમ્બેમાં જન્મ.
14 November After independence – આઝાદી બાદના બનાવો
14 November 1955
Employees’ State Insurance Corporation was inaugurated by the President.
રાષ્ટ્રપતિએ કર્મચારીઓના ‘સ્ટેટ ઇન્સ્યુરન્સ કોર્પોરેશન’નું ઉદ્ઘાટન કર્યું.
14 November 1957
Children’s Day.
બાળ દિન.
14 November 1959
Nehru rejects China’s proposal for a mutual withdrawal of troops from a border buffer zone.
નેહરુએ સરહદના બફર ઝોનમાંથી પરસ્પર સમજૂતીથી સૈન્ય પરત ખેંચવાની ચીનની દરખાસ્તને નકારી કાઢી.
14 November 1964
Nehru Commemorative coin is released.
નેહરુ સ્મારક સિક્કો બહાર પાડવામાં આવ્યો.
14-November-1967
Saba Karim, Indian ODI wicket-keeper 1997, was born.
ભારતીય વનડે વિકેટ-કીપર (1997) સબા કરિમનો જન્મ.
14-November-1967
Kanakaiya Nayudu Colonel Cottari , cricketer (7 Tests for India in 30’s), passed away at Indore.
ક્રિકેટર કનકૈયા નાયડુ કર્નલ કોટ્ટારી (ભારત માટે 7 ટેસ્ટ)નું ઈન્દોર ખાતે અવસાન.
14-November-1969
Jawaharlal Nehru University inaugurated in New Delhi.
નવી દિલ્હીમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) નું ઉદઘાટન.
14th November 1993
Former Finance Minister Yashwant Sinha, who quit JD, joins BJP.
ભૂતપૂર્વ નાણાં પ્રધાન યશવંત સિન્હા જનતા દળ છોડી ભાજપમાં જોડાયા.
14th November 1993
Dr. Manibhai Desai, great Gandhian and social worker, passed away.
મહાન ગાંધીવાદી અને સામાજિક કાર્યકર ડો. મણીભાઈ દેસાઈનું અવસાન.
14th November 1995
National Human Rights Commission’s conference on ‘Human Rights in Prisons’ begins in New Delhi.
નવી દિલ્હીમાં રાષ્ટ્રીય હ્યુમન રાઇટ્સ કમિશનની ‘જેલમાં માનવાધિકારો’ પરની કૉન્ફરન્સની શરૂઆત.
14th November 1995
Supreme Court gave patients the right to drag careless doctors to Court.
સુપ્રીમ કોર્ટે દર્દીઓને બેદરકાર ડોકટરોને કોર્ટમાં ખેંચવાનો અધિકાર આપ્યો.
14th November 1996
Competition Post Card’, a new category of postcard, priced Rs. 2 introduced.
2 રૂપિયાની કિમતના સ્પર્ધાઓ માટેના પોસ્ટકાર્ડની જુદી નવી કેટેગરી શરૂ કરાઇ.
14th November 1997
10th International Film Festival for children and young people ambles into Hyderabad atop Gajju, the delightful elephant mascot. About 125 films from 30 countries will be screened.
હૈદરાબાદમાં આયોજિત બાળકો અને યુવાન લોકો માટેના 10 મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં હાથી માસ્કોટ ઉપરની હાસ્યપ્રધાન ફિલ્મ ‘ગજજુ’ પ્રથમ ક્રમાંકે આવી. સમારોહમાં 30 દેશોમાંથી આશરે 125 ફિલ્મો પ્રદર્શિત કરાઇ.
14th November 1997
Nisha Millet sets national mark in the 100m freestyle in the national aquatics.
નિશા મિલેટે નેશનલ એક્વિટિક્સમાં 100 મીટર ફ્રીસ્ટાઇલમાં રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો.
14th November 1997
N. V. N. Somu, Union Minister of State for Defence and president of The Hindu Office and National Press Employees Union from 1969, died in Army Helicopter crash at Tezpur in Arunachal Pradesh.
કેન્દ્રિય રાજ્ય કક્ષાના સંરક્ષણ પ્રધાન અને 1969થી હિંદુ કાર્યાલય અને રાષ્ટ્રીય પ્રેસ કર્મચારીઓના સંઘના પ્રમુખ એન.વી. એન. સોમુનું અરુણાચલ પ્રદેશના તેજપૂર ખાતે સેનાના હેલિકોપ્ટરના અકસ્માતમાં અવસાન.
14th November 1998
Prominent Indian Government and private entities are targeted in the Clinton Administration Entities List. American Companies are barred from trading with the listed companies.
ક્લિન્ટન એડમિનિસ્ટ્રેશન એન્ટિટીઝ લિસ્ટમાં અગ્રણી ભારતીય સરકારી અને ખાનગી કંપનીઓને લક્ષ્ય બનાવવામાં આવી. સૂચિત કંપનીઓ અમેરિકન કંપનીઓ સાથે વેપાર કરવામાંથી બાકાત.
14th November 2000
Jharkhand, the 28th State of the Indian Union, comes into being and the new Governor, Prabhat Kumar, and the Chief Minister, Babulal Marandi, take office.
નવા ગવર્નર પ્રભાત કુમાર અને મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીએ હોદ્દો સંભાળતા ઝારખંડ ભારતીય સંઘનું 28 મુ રાજ્ય બન્યું.
આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘13 November events in history મહત્વના બનાવો‘
Thanks very interesting blog!