ધોરણ 10 ના વિદ્યાર્થી ધોરણ 11 માં આવતાં વિજ્ઞાનના ત્રણ અલગ અલગ વિષય ભણવામાં આવે છે. તે પૈકી ભૌતિકવિજ્ઞાન ખુબ અગત્યનો વિષય બને છે. કારણ કે, વિજ્ઞાનની A, B, અને AB ત્રણેય શાખાઓમાં ભૌતિકવિજ્ઞાનનો સમાવેશ થાય છે. ભૌતિકવિજ્ઞાન ધોરણ 11 એ વિજ્ઞાન અને ગણિતના સમન્વય જેવો વિષય છે. આથી વિદ્યાર્થીઓ જો કાળજી પૂર્વક આ વિષયનો અભ્યાસ કરે તો પુરા માર્કસ મેળવી શકાય છે. એટલે કે સ્ક્રોરીગ સબજેક્ટ છે.
ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત ભૌતિકવિજ્ઞાન ધોરણ 11 [ Bhautik Vigyan Dhoran 11 ] નું પાઠ્ય પુસ્તક અગાઉના સિમેસ્ટર 1 અને 2 નો સમન્વય કરી આખા વર્ષનું એક પુસ્તક અને એક વિષય તરીકે ભણવાનું છે. આ પુસ્તક અગાઉથીજ NCERT ના પુસ્તકો સાથે એકરૂપતા સાધવાના પ્રયાસ અનુસાર તૈયાર કરાયેલ છે. CBSE ના અભ્યાસક્રમ સાથે ગુજરાત બોર્ડ નાં અભ્યાસક્રમની તુલના કરતાં કેટલાક ટૉપીક ફેરફાર છે, પરંતું મહદ્અંશે સામ્યતા ધરાવતો અભ્યાસક્રમ છે. જે વિદ્યાર્થીઓ અગાઉથી જ JEE અથવા NEET જેવી પરીક્ષાની તૈયારી કરવા માગતા હોય તેમને ખુટતાં ટૉપીક સંદર્ભ પુસ્તકોમાંથી મેળવી લેવા જોઈએ.
ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા તૈયાર કરાયેલ ધોરણ 11 ભૌતિકવિજ્ઞાનમાં સિમેસ્ટર 1 અને 2 થઈ ને કુલ 16 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવેલ છે. જે પ્રશ્નોત્તર સ્વરૂપે નીચે પ્રમાણે છે:
ભૌતિકવિજ્ઞાન ધોરણ 11 સિમેસ્ટર I [ Bhautik Vigyan Dhoran 11 Semester I ]
2 માપન તથા એકમપદ્વતિ [ Mapan Ane Ekam Paddhati ]
3 સુરેખપથ પર ગતિ [ Surekh Path Par Gati ]
4 સમતલમાં ગતિ [ Samatal ma Gati ]
5 ગતિના નિયમો [ Gati na Niyamo ]
6 કાર્ય, ઊર્જા અને પાવર [ Kary Urja Ane Power ]
7 ઉષ્મા-પ્રસારણ [ Ushma Prasaran ]
8 વાયુનો ગતિવાદ [ Vayu no Gativad ]
ભૌતિકવિજ્ઞાન ધોરણ 11 સિમેસ્ટર II [ Bhautik Vigyan Dhoran 11 Semester II ]
1 કણોના તંત્રનું ડાઇનેમિક્સ [ Kano na Tantra nu Dynamics ]
3 ગુરુત્વાકર્ષણ [ Gurutvakarshan ]
4 ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો [ Ghan Padartho na Yantrik Gundharmo ]
5 તરલનું મિકેનિક્સ [ Taral nu Mechanics ]
6 થરમૉડાઇનેમિક્સ [ Tharmodainemics ]
ભૌતિકવિજ્ઞાનએ સ્ક્રોરીંગ સબજેક્ટ હોવાથી વિદ્યાર્થીના પરિણામ ઉપર તેનો ખાસ પ્રભાવ રહે છે. સુત્રો, થિયરી, દાખલા વગેરે ઉપર ખાસ ભારમૂકીને આ વિષયનો અભ્યાસ કરવો જોઈએ. વર્ષ દરમિયાન સતત પુનરાવર્તન અને પ્રૅક્ટીસ ભૌતિકવિજ્ઞાનમાં સારૂ પરિણામ મેળવવાં આવશ્યક છે. આશા રાખીએ કે સૌ વિદ્યાર્થીઓ ભૌતિકવિજ્ઞાનની સારામાં સારી તૈયારી કરી માત્ર બોર્ડની પરીક્ષામાં જ નહી પણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે NEET, GUJCET, JEE માટે પણ પોતાનું પરિણામ સુધારશે.