બોર્ડ ટોપર્સ પેપર અને ઉત્તરવહી એ ગુજરાત બોર્ડમાં ઉત્તમ પરિણામ મેળવેલ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની તેમના હસ્તાક્ષરમાં ઝેરોક્ષ છે. zigya બ્લોગ દ્વારા વર્ષ 2015 ની બોર્ડ ટોપર્સ પેપર ની ઉત્તરવહી અહી આપવામાં આવેલ છે અને વર્ષ 2016 માટેની આવી જ ઉત્તરવહીઓ આની બ્લોગમાં આપેલ છે જે વધુ રેફરન્સ માટે વાપરી શકશો.
બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને સર્વોત્તમ પરિણામ મેળવવા વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત કરતા હોય છે. પરંતુ ઘણીવાર યોગ્ય માર્ગદર્શનના અભાવે હોશિયાર વિદ્યાર્થીઓ પણ ધાર્યુ પરિણામ મેળવી શકતા નથી. ઘણીવાર પરિક્ષામાં સમય ઓછો પડે છે અને લખવાનું રહી જાય છે. ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે તો વળી બોર્ડની પરીક્ષાનો અનુભવ પ્રથમ વખત થનાર હોઈ તેઓ માટે વધુ માર્ગદર્શનની જરૂર પડે છે. આવા કિસ્સામાં વિદ્યાર્થીઓ સુધી સાચું માર્ગદર્શન પહોંચાડવાના ઉદ્દેશથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરિક્ષામાં જે વિદ્યાર્થીઓ ટોપ પર રહ્યા હોય તેમની બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓ બોર્ડ પરિણામ જાહેર થયા બાદ Online મૂકવામાં આવે છે જેને કારણે વર્તમાન વિદ્યાર્થીઓ એ ઉત્તરવહીનો અભ્યાસ કરી સચોટ માર્ગદર્શન મેળવી શકે અને એ પ્રમાણે પેપર લખી શકે. પરંતુ ખૂબ જ ઓછા લોકો સુધી એ માહિતી પહોચતી હોય છે અને વિદ્યાર્થીઓ તેનો મહત્તમ લાભ મેળવી શકતા નથી. Zigya ફરી એકવાર આપની સમક્ષ એ ઉત્તરવહીઓ મૂકવા જઈ રહ્યું છે. અમે વિષય પ્રમાણે દરેક પેપરની અલગ PDF ફાઈલ તૈયાર કરી છે જેથી વિદ્યાર્થીઓને સરળતા રહે.
ધોરણ 10 અને ધોરણ 12 ના જુદા-જુદા વિષયોની બોર્ડ ટોપર્સ ની ઉત્તરવહીઓ એક જ ચેનલ દ્વારા બ્લોગમાં સમાવી છે. આ માહિતી વારંવાર ઉપયોગમાં આવે તેવી છે. વિદ્યાર્થીઓ માટે સતત રેફરન્સ તરીકે તેનો ઉપયોગ થઈ શકે તેમ છે. આપ zigya blog નો પ્રસાર કરી અમોને આ ઉમદા કાર્યમાં મદદરૂપ બની શકો છો.
તો મિત્રો, અહી ધોરણ-10 ના ગુજરાતી વિષયની વર્ષ 2015 ના બોર્ડ ટોપર્સ ની જવાબવહીની PDF ફાઈલ મૂકી રહ્યા છીએ. આશા છે કે આપ સૌ એને વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડશો.
જુદી જુદી PDF માટે link click કરો.
1. ધોરણ 10 – March-2015 પ્રશ્નપત્ર
2. ધોરણ 10 – March-2015 ટોપર્સ ઉત્તરવહી 1
3. ધોરણ 10 – March-2015 ટોપર્સ ઉત્તરવહી 2
hello pls halp gseb reslt