પરિવર્તન સંસારનો નિયમ છે. જ્યારે વિદ્યાર્થી આગળ વધીને ધોરણ 10 ના ગણિતનો અભ્યાસક્રમ જુએ ત્યારે સ્વાભાવિક રીતે તેને નવીનતા લાગે. આ નવીનતા કુતુહલ પ્રેરે. કેટલાક આ બદલાવને સામાન્ય ગણે જ્યારે બીજાને કેમ? શા માટે? કેવી રીતે? જેવા પ્રશ્નો થાય અને બાળકના આવા પ્રશ્નોનો યોગ્ય ઉત્તર આપવો જરૂરી છે. કેમ કે અનિશ્વિતતા કે ગુચવણ વળી પ્રશ્નો સર્જે. હાલમાં સારું પરિણામ મેળવવા અને વિદ્યાર્થીએ પોતાનું યોગ્ય સ્થાન મેળવવા હરીફાઇનો સામનો કરવો પડે છે. આથી ધોરણ 10 ગણિતના અભ્યાસ માટે કાળજી પૂર્વકની ક્ષમતા વિકસાવવી પડે. ગાણિતિક ક્ષમતા કેળવવી પડે. જે હરિફાઇના આ સમયમાં તેનું સર્વાંગી પરિણામ સુધારે. વિદ્યાર્થીઓ માટે તેમના ધ્યેયને મેળવવા યોગ્ય માર્ગદર્શન અનિવાર્ય થઈ જાય છે.
ગણિત એ પરિકલ્પના આધારિત વિષય હોવાથી વિદ્યાર્થી માટે પોતાના આસપાસ અને શાળાકીય વાતાવરણમાં ગાણિતિક ક્ષમતા અને વિષયની વિશિષ્ટતા સમજવી હવે ખુબ જરૂરી છે. આમ તો ગણિત એ મૂળભૂત ધારણાઓનો વિષય છે. જેથી આધારભુત નિયમો અંગે સમજણ કેળવાય તો અનેક પ્રકારની પ્રેક્ટીસબૂકનો કંટાળાજનક અભ્યાસ ટાળી શકાય.
ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ધોરણ 10 ગણિત નું પાઠ્યપુસ્તક ખુબ મહેનત અને કાળજી પૂર્વક વિદ્યાર્થીઓની ક્ષમતાનો ખ્યાલ કરી પ્રકાશિત કરવામાં આવેલ છે. જે ગુજરાત બૉર્ડનો અભ્યાસક્રમ ચલાવતી તમામ શાળાઓમાં ભણાવાય છે. ગણિત ધોરણ 10 ના આ પુસ્તકમાં અભ્યાસક્રમ અનુસાર તમામ મુદ્દાઓનો સમાવેશ કરેલ છે. આ પુસ્તક ગમે ત્યારે ઓનલાઇન પણ જોઈ શકાય છે.
વિદ્યાર્થીઓ હંમેશા તેમના અભ્યાસક્રમથી માહિતગાર હોવા જોઈએ. ખરેખર તો અભ્યાસક્રમ એ તેમના માટે અભ્યાસનું એક સાધન બની રહેવું જોઈએ અને બાળકોએ અગાઉથી જ તેમના અભ્યાસક્રમને સારી રીતે જાણી, સમજી લીધેલ હોવો જોઈએ. ગુજરાતી માધ્યમના ગણિત ધોરણ 10 ના પાઠ્યપુસ્તકમાં કુલ 16 પ્રકરણનો સમાવેશ થાય છે. જે નીચે મુજબ છે:
ગણિત ધોરણ 10 [Ganit Dhoran 10]
1 યુક્લિડની ભાગવિધિ અને વાસ્તવિક સંખ્યાઓ [Uclid ni Bhagvidhi ane Vastavik Sankhyao]
3 દ્વિચલ સુરેખ સમીકરણ-યુગ્મ [Drichal Surekh Samikaran Yugm]
4 દ્વિઘાત સમીકરણ [Dvighat Samikaran]
5 સમાંતર શ્રેણી [Samantar Shreni]
6 ત્રિકોણની સમરૂપતા [Trikon ni Samrupta]
7 સમરૂપતા અને પાયથાગોરસ પ્રમેય [Samaropta ane Payathagoras Pramey]
10 અંતર અને ઉંચાઇ [Antar ane Unchai]
13 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ [Vartul Sambandhit Kshetrafal]
14 પૃષ્ઠફળ અને ઘનફળ [Prushthfal ane Ghanfal]
15 આંકડાશાસ્ત્ર [Ankada Shastra]
વિદ્યાર્થીઓએ બોર્ડના પરિરૂપ પ્રમાણે સમયાનુંસાર તેમના અભ્યાસક્રમ તૈયાર કરવાનો અભિગમ રાખવો જોઈએ. સાથે સાથે પાઠ્ય પુસ્તકના સ્વાધ્યાનના તમામ પ્રશ્નો ગણવા જોઈએ. વળી, પ્રકરણની સાથે ઉદાહરણના દાખલાનો મહાવરો પણ આવશ્યક છે. જો આ બાબતે કોઈ પણ જગ્યાએ કાંઈ પણ ગુચવણ લાગે તો Gujarat Board Textbooks દ્વારા E-learning થી સતત મહાવરો કરે તે આવશ્યક છે.