Press "Enter" to skip to content

Ganit Dhoran 9 Prasnottar [ગણિત ધોરણ 9]

Dinesh Patel 3

પરિવર્તન સંસારનો નિયમ છે. જ્યારે વિદ્યાર્થી આગળ વધીને ધોરણ 9 ના ગણિતનો અભ્યાસક્રમ જુએ ત્યારે સ્વાભાવિક રીતે તેને નવીનતા લાગે. આ નવીનતા કુતુહલ પ્રેરે. કેટલાક આ બદલાવને સામાન્ય ગણે જ્યારે બીજાને કેમ? શા માટે? કેવી રીતે? જેવા પ્રશ્નો થાય અને બાળકના આવા પ્રશ્નોનો યોગ્ય ઉત્તર આપવો જરૂરી છે. કેમ કે અનિશ્વિતતા કે ગુચવણ વળી પ્રશ્નો સર્જે. હાલમાં સારું પરિણામ મેળવવા અને વિદ્યાર્થીએ પોતાનું યોગ્ય સ્થાન મેળવવા હરીફાઇનો સામનો કરવો પડે છે. આથી ધોરણ 9 ગણિતના અભ્યાસ માટે કાળજી પૂર્વકની ક્ષમતા વિકસાવવી પડે. ગાણિતિક ક્ષમતા કેળવવી પડે. જે હરિફાઇના આ સમયમાં તેનું સર્વાંગી પરિણામ સુધારે. વિદ્યાર્થીઓ માટે તેમના ધ્યેયને મેળવવા યોગ્ય માર્ગદર્શન અનિવાર્ય થઈ જાય છે.


ગણિત એ પરિકલ્પના આધારિત વિષય હોવાથી વિદ્યાર્થી માટે પોતાના આસપાસ અને શાળાકીય વાતાવરણમાં ગાણિતિક ક્ષમતા અને વિષયની વિશિષ્ટતા સમજવી હવે ખુબ જરૂરી છે. આમ તો ગણિત એ મૂળભૂત ધારણાઓનો વિષય છે. જેથી આધારભુત નિયમો અંગે સમજણ કેળવાય તો અનેક પ્રકારની પ્રેક્ટીસબૂકનો કંટાળાજનક અભ્યાસ ટાળી શકાય.


ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ધોરણ 9 ગણિત નું પાઠ્યપુસ્તક ખુબ મહેનત અને કાળજી પૂર્વક વિદ્યાર્થીઓની ક્ષમતાનો ખ્યાલ કરી પ્રકાશિત કરવામાં આવેલ છે. જે ગુજરાત બૉર્ડનો અભ્યાસક્રમ ચલાવતી તમામ શાળાઓમાં ભણાવાય છે. ગણિત ધોરણ 9 ના આ પુસ્તકમાં અભ્યાસક્રમ અનુસાર તમામ મુદ્દાઓનો સમાવેશ કરેલ છે. આ પુસ્તક ગમે ત્યારે ઓનલાઇન પણ જોઈ શકાય છે.


વિદ્યાર્થીઓ હંમેશા તેમના અભ્યાસક્રમથી માહિતગાર હોવા જોઈએ. ખરેખર તો અભ્યાસક્રમ એ તેમના માટે અભ્યાસનું એક સાધન બની રહેવું જોઈએ અને બાળકોએ અગાઉથી જ તેમના અભ્યાસક્રમને સારી રીતે જાણી, સમજી લીધેલ હોવો જોઈએ. ગુજરાતી માધ્યમના ગણિત ધોરણ 9 ના પાઠ્યપુસ્તકમાં બે ભાગમાં થઈને કુલ 18 પ્રકરણનો સમાવેશ થાય છે. જે નીચે મુજબ છે:


ગણિત ધોરણ 9 [સિમેસ્ટર I] [Ganit Dhoran 9] [Simestar I]

1 ગણક્રિયાઓ [Gankriyao]

2 સંખ્યા પદ્વતિ [Sankhya Padhdhati]

3 બહુપદીઓ [Bahupadio]

4 યામ ભૂમિતિ [Yam Bhumiti]

5 દ્વિચલ સુરેખ સમીકરણ [Dhvichal Surekh Samikaran]

6 ભૂમિતિનું માળખું [Bhumiti nu Malakhu]

7 ભૂમિતિના પ્રાથમિક ખ્યાલો : 1 [Bhumiti na Prathamik Khyalo : 1]

8 ભૂમિતિના પ્રાથમિક ખ્યાલો : 2 [Bhumiti na Prathamik Khyalo : 2]

9 ત્રિકોણ [Trikon]


ગણિત ધોરણ 9 [સિમેસ્ટર I] [Ganit Dhoran 9] [Simestar II]

10 ચતુષ્કોણો [Chatushkono]

11 સમાંતરબાજુ ચતુષ્કોણ અને ત્રિકોણનાં ક્ષેત્રફળ [Samantar Baju Chatushkon ane Trikon na Kshetrafal]

12 વર્તુળ [Vartul]

13 રચનાઓ [Rachanao]

14 હેરોનનું સૂત્ર [Heron nu Sutra]

15 પૃષ્ઠફળ અને ઘનફળ [Prushthafal ane Ghanfal]

16 આંકડાશાસ્ત્ર [Aakda Shastra]

17 સંભાવના [Sambhavna]

18 લઘુકકણ [Laghukkan]


વિદ્યાર્થીઓએ બોર્ડના પરિરૂપ પ્રમાણે સમયાનુંસાર તેમના અભ્યાસક્રમ તૈયાર કરવાનો અભિગમ રાખવો જોઈએ. સાથે સાથે પાઠ્ય પુસ્તકના સ્વાધ્યાનના તમામ પ્રશ્નો ગણવા જોઈએ. વળી, પ્રકરણની સાથે ઉદાહરણના દાખલાનો મહાવરો પણ આવશ્યક છે. જો આ બાબતે કોઈ પણ જગ્યાએ કાંઈ પણ ગુચવણ લાગે તો Gujarat Board Textbooks દ્વારા E-learning થી સતત મહાવરો કરે તે આવશ્યક છે.

  1. Pankaj Patel Pankaj Patel

    we designed it our self

  2. http://math-problem-solver.com/ http://math-problem-solver.com/

    Greetings from Florida! I’m bored to tears at
    work so I decided to check out your website on my iphone during lunch break.

    I really like the info you present here and can’t wait to take a
    look when I get home. I’m amazed at how quick your blog loaded on my cell
    phone .. I’m not even using WIFI, just 3G .. Anyways, very good site!

  3. http://math-problem-solver.com/ http://math-problem-solver.com/

    Nice blog! Is your theme custom made or did you download it from somewhere?
    A theme like yours with a few simple tweeks would really make my blog stand out.
    Please let me know where you got your design. Thanks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *