દીવાળી વેકેશનના અંત સાથે સૌ વિદ્યાર્થી મિત્રો અભ્યાસકાર્યમાં જોડાઈ જશે. ધોરણ-10 અને ધોરણ-12 ના વિદ્યાર્થીઓ કે જેઓએ બોર્ડની પરીક્ષા આપવાની છે તેઓ દીવાળી પછી તરત અભ્યાસકાર્યમાં જોડાઈ જાય છે. બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને સર્વોત્તમ પરિણામ મેળવવા વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત કરતા હોય છે. પરંતુ ઘણીવાર યોગ્ય માર્ગદર્શનના અભાવે હોશિયાર વિદ્યાર્થીઓ પણ ધાર્યુ પરિણામ મેળવી શકતા નથી, ઘણીવાર પરિક્ષામાં સમય ઓછો પડે છે અને લખવાનું રહી જાય છે. આવા કિસ્સામાં વિદ્યાર્થીઓ સુધી સાચું માર્ગદર્શન પહોંચાડવાના ઉદ્દેશથી વર્ષ 2015માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરિક્ષામાં જે વિદ્યાર્થીઓ ટોપ પર રહ્યા હોય તેમની બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓ Online મૂકાયેલી. જેને કારણે વર્તમાન વિદ્યાર્થીઓ એ ઉત્તરવહીનો અભ્યાસ કરી સચોટ માર્ગદર્શન મેળવી શકે અને એ પ્રમાણે પેપર લખી શકે. પરંતુ ખૂબ જ ઓછા લોકો સુધી પહોંચેલી એ માહિતીને Zigya ફરી એકવાર આપની સમક્ષ મૂકવા જઈ રહ્યું છે. અમે વિષય પ્રમાણે દરેક પેપરની અલગ PDF ફાઈલ તૈયાર કરી છે જેથી વિદ્યાર્થીઓને સરળતા રહે. તો મિત્રો, આજે ધોરણ-12ના સેમિસ્ટર-4ના જીવ વિજ્ઞાન વિષયની જવાબવહી-1ની PDF ફાઈલ મૂકી રહ્યા છીએ. આશા છે કે આપ સૌ એને વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડશો.
બોર્ડમાં ટોપ કરેલ વિદ્યાર્થીની ઉત્તરવહીની PDF ફાઈલ :
Click Here : Biology-2015-1