ગુજરાતી ધોરણ 10 એ મુખ્ય ભાષા તરીકે અભ્યાસ કરવાનો વિષય છે. ગુજરાત બોર્ડ ના જે વિદ્યાર્થીઓ ગુજરાતી માતૃભાષા ધરાવતા હોય તેમના માટે મુખ્ય વિષયો પૈકીનો આ એક વિષય છે. માતૃભાષામાં શિક્ષણ એટલે સર્વોત્તમ શિક્ષણ એવું આપણે સ્વીકારેલ છે. આ સંજોગોમાં ભાષાકીય દક્ષત્તા તેમજ અન્ય વિષયોને સમજવામાં સમજણ કેળવાય તે હેતુથી પણ ગુજરાતી વિષય વિદ્યાર્થીઓને સારી રીતે સમજાય અને ભાષાજ્ઞાન સમૃદ્વ બને તે આવકાર્ય જ નહી, અનિવાર્ય છે. ધોરણ 10 ગુજરાતી ની પેપર સ્ટાઈલ અનુસાર MCQ, ટુંકાપશ્નો અને લાંબાપ્રશ્નો અથવા ટુંકનોંધ પ્રકારનાં પ્રશ્નો પુછાનાર છે. જેથી વિદ્યાર્થીઓ માતૃભાષાના આ વિષયમાં યોગ્ય અભ્યાસ કરે તે જરૂરી છે.
ધોરણ 10 ગુજરાતી નું આ વર્ષે એટલે કે 2017 થી નવા સુધારેલા અભ્યાસક્રમ પ્રમાણેનું પાઠ્યપુસ્તક ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત કરાયેલ છે. આ પાઠ્ય પુસ્તકમાં ગદ્ય, પદ્ય વ્યાકરણ, પુરક વાંચન અને લેખન વિભાગ વગેરે જુદાં જુદાં મુદ્દાઓનો કાળજી પૂર્વક સમાવેશ કરવામાં આવેલ છે. જેનો સર્વાંગી અભ્યાસ વિદ્યાર્થીની લેખન વાંચન અને ભાષાની સમજણ વિસ્તૃત બનાવે તેમ છે. પાઠ્યપુસ્તક જે હેતુ અને આશયથી તૈયાર કરવામાં આવ્યું છે તેનું વર્ષ દરમિયાન અભ્યાસમાં ધ્યાન રખાયતો ચોક્કસથી સકારાત્મક પરિણામ મળે તેમ છે, પરંતું શાળાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ એમ સર્વેએ માત્ર પરીક્ષાલક્ષી નહી પણ, સર્વાંગી અભ્યાસ કરવાની તૈયારી રાખવી પડશે.
આ પાઠ્યપુસ્તકમાં અભ્યાસક્રમ અનુસાર કુલ 24 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં કાવ્ય અને પાઠ પણ સમાવેલ છે જે પ્રશ્નોત્તર સ્વરૂપે નીચે મુજબ છે:
ગુજરાતી (પ્રથમભષા) ધોરણ 10 [Gujarati [Pratham Bhasha] Dhoran 10]
3 શીલવંત સાધુને [Shilavant Sadhu Ne]
4 ભૂલી ગયા પછી [Bhuli Gaya Pachi]
6 વાઇરલ ઇન્ફેક્શન [Viral Infection]
7 હું એવો ગુજરતી [Hu Evo Gujarati]
9 માધવને દીઠો છે ક્યાંય? [Madhav ne Ditho Che Kyay?]
10 ડાંગવનો અને… [Dangav no Ane…]
12 ચોપડાની ઇન્દ્રજાળ [Chopda ni Indrajal]
13 વતનથી વિદાય થતાં [Vatan thi Viday Thata]
15 બોલીએ ના કાંઈ [Boliye na Kai]
17 દિવસો જુદાઈના જાય છે [Divaso Judaina Jay Che]
18 ભૂખથી ભૂંડી ભીખ [Bhukhthi Bhundi Bhikh]
20 વિરલ વિભૂતિ [Viral Vibhuti]
22 હિમાલયમાં એક સાહસ [Himalay Ma Ek Sahas]
23 લઘુકાવ્યો: દુહ-મુક્તક-હાઇકુ [Laghu Kavyo: Duh-Muktak-Haiku]
24 ઘોડીની સ્વામીભક્તિ [Ghodi ni Svami Bhakti]
ધોરણ 10 એ બોર્ડ પરીક્ષાનું વર્ષ હોવાથી વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં સારાં માર્કસ મેળવવાનું દબાણ રહે તે સ્વાભાવિક છે. તેમ છતાં આગળનાં અભ્યાસ માટે અને માતૃભાષામાં રજૂઆત અને સમજણ દ્રઢ થાય તે માટે ભાષાનો સર્વાંગી અભ્યાસ જરૂરી છે. પરીક્ષા માટે પ્રશ્નોત્તર, નિંબંધ, વિચાર-વિસ્તાર, પત્ર લેખન જેવાં મુદ્દાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.