ગુજરાતી ધોરણ 9 એ ગુજરાત બોર્ડની માન્યતા પ્રાપ્ત ગુજરાતી માધ્યમની શાળાઓમાં પ્રથમ ભાષા અથવા મુખ્ય ભાષા તરીકે ભણાવાતો વિષય છે. બાળકો માટે શિક્ષણ માતૃભાષામાં હોવું જોઈએ, જ્યારે અહીં તો માતૃભાષાનો મૂળ વિષય તરીકે ભણવાની વાત છે. જેથી આ સૌથી અગત્યના વિષયો પૈકી નો મુખ્ય વિષય છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્ધારા તૈયાર કરાયેલ ગુજરાતી ધોરણ 9 નું પાઠ્યપુસ્તક ખુબ કાળજી પૂરવક તૈયાર કરાયેલ છે. વળી, કાવ્ય, ગદ્ય(પાઠ) તેમજ વ્યાકરણને લગતો સમંગ્ર અભ્યાસક્રમ સમાવી લેવામાં આવેલ છે.
ગુજરાતી વિદ્યાર્થી માટે ગુજરાતીનો અભ્યાસએ ગુજરાતના સાહિત્યકારો અને કેળવણી કારોનો પરિચય મેળવવો, ભાષા અંગે પાયાનું જ્ઞાન મેળવવું, તથા અભિવ્યક્તિ વધુ સરળ બને તેવી ક્ષમતા વિકસાવવા જેવા દરેક પાસાનો આ પુસ્તકમાં સમાવેશ થયેલો છે.
ધોરણ 9 ના ગુજરાતી વિષયનો ગદ્ય અને પદ્ય મળીને કુલ 24 પ્રકરણોનો સમાવેશ કરેલ છે. સાથે વ્યાકરણ અને પુરક વાંચનના ચાર પ્રકરણો પણ સમાવવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.
ગુજરાતી ધોરણ 9 [Gujarati Dhoran 9]
1 સાંજ સમે શામળિયો [Sanj Same Shamaliyo]
2 ચોરી અને પ્રાયશ્વિત [Chori ane Prayashvit]
3 પછે શામળિયોજી બોલિયા [Pache Shamaliyoji Boliya]
5 ગુર્જરીના ગૃહે કુંજે [Gurjari na Gruhe Kunje]
7 કામ કરે ઈ જીતે [Kam Kare e Jite]
8 છાલ, છોતરાં અને ગોટલાં [Chal, Chotra ane Gotla]
9 પુત્રવધૂનું સ્વાગત [Putravadhu nu Svagat]
10 ભારતીય સંસ્કૃતિની સિદ્વિ [Bharatiy Sanskruti ni Siddhi]
12 સખી માર્કંડી [Sakhi Markadi]
13 રસ્તો કરી જવાના [Rasto Kari Javana]
14 વાડી પરનાં વહાલાં [Vadi Parna Vahala]
15 ગોદ માતાની ક્યાં? [God Mata ni Kya?]
17 મારા સપનામાં આવ્યા હરિ [Mara Sapana ma Avya Hari]
18 પંગુમ્ લંગયતે ગિરિમ્ [Pangum Langayte Girim]
19 પપ્પા, હવે ફોન મુકું? [Papa, Have Phon Muku?]
20 સમાજ સમર્પિત શ્રેષ્ઠી [Samaj Samarpit Shreshthi]
22 બોળો [Bolo]
24 પ્રેરક પ્રસંગો [Prerak Prasango]
માતૃભાષાનું મહત્વ સમજાવતાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી એ સાચું જ કહ્યું છે કે “બાળકના દેહના વિકાસ માટે માતાનું દૂધ જેમ સ્વાભાવિક છે, તેમ તેના મગજના વિકાસ માટે માતૃભાષા સ્વાભાવિક છે. બાળક શિક્ષણની શરૂઆત મા પાસેથી કરે છે; આથી બાળકના માનસિક વિકાસ માટે તેની માતૃભાષા કરતાં જુદી જુદી ભાષા લાદવી એને હું માતૃભૂમિ સામેનો અપરાધ ગણું છું,” આ બાબત આપણે સૌએ યાદ રાખવી ઘટે.