Press "Enter" to skip to content

GUJCET પરિક્ષાનુ મહત્વ :

Pankaj Patel 0

gujcet

આ વર્ષે એટલે કે 2016-17 માં ધોરણ 12 પછી સમગ્ર દેશમાં મેડીકલ અને ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ માટે એક સમાન NEET પરિક્ષા યોજાશે અને તેમાં મેળવેલા માર્કસને આધારે જે મેરીટ તૈયાર થશે તેના આધારે MBBS અને BDS ના અભ્યાસ માટે પ્રવેશ અપાશે. ગુજરાતમાં મેડીકલ અને ડેન્ટલ સિવાયના તમામ પ્રવેશ GUJCET પરિક્ષાના મેરીટ આધારે પ્રવેશ અપાશે. સરકારે અગાઉ કરેલી સ્પષ્ટતા આધારે આટલી વાત નક્કી છે.

હવે, ગયા વર્ષે અગાઉની પધ્ધતિ મુજબ ગુજરાતમાં GUJCET તથા ધોરણ 11 અને 12 ના ચારેય સેમિસ્ટર ના મેરીટ મુજબ પ્રવેશ અપાનાર હતો, તે સંજોગોમાં સમગ્ર ગુજરાતમાંથી 63,000 કરતા થોડા વધુ પરિક્ષાર્થિઓએ GUJCET પરિક્ષા આપી હતી. મેડીકલ અને ડેન્ટલની 5000 આસ-પાસની જગ્યાઓ બાદ કરતા ફાર્મસી તેમજ પેરામેડીકલમાં પ્રવેશોત્સુક વિદ્યાર્થીઓએ આ વર્ષે પણ GUJCET પરિક્ષા આપવાની રહેશે. આમ, જે એક ધારણા છે કે NEET આધારે મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ થવાના હોવાથી GUJCET પરિક્ષાનુ મહત્વ ઘટી ગયું છે તે યોગ્ય નથી.

વધારે સ્પષ્ટતાથી સમજવું હોય તો એમ કહી શકાય કે અત્યાર સુધી ગુજરાતમાં GUJCET ની પરિક્ષાના મેરીટ આધારે જ પ્રવેશ મળનાર હતો તેથી ઊંચા મેરીટવાળા વિદ્યાર્થીઓ MBBS ત્યાર બાદ BDS અને તે પછી ઉતરતા ક્રમમાં આવતા આયુર્વેદિક, નર્સિંગ વગેરે કોર્ષમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો હતો. કોઈ વિદ્યાર્થી મેડીકલમાં જવા ઈચ્છતો હોય પણ મેરીટ ઓછું હોય તો અન્ય કોર્ષમાં GUJCET ના મેરીટ આધારે જ પ્રવેશ મેળવી શકતો હતો. નવી સ્થિતિ મુજબ જો વિદ્યાર્થીએ NEET ની પરિક્ષા આપેલ હશે અને ઓછું મેરીટ હોવાથી મેડીકલ કે ડેન્ટલમાં પ્રવેશ ના મળે તો NEET ના મેરીટ આધારે પેરામેડીકલમાં પ્રવેશ મળનાર નથી. પેરામેડીકલ માટે GUJCET ના મેરીટ આધારે પ્રવેશ મળનાર હોઈ, મેડીકલ કે ડેન્ટલમાં જવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ પણ GUJCET ની પરિક્ષા આપવી જોઇશે કેમ કે, માનો કે NEET નું ઓછું મેરીટ આવે અને પ્રવેશ ના મળે તો પેરામેડીકલમાં પ્રવેશ લેવા GUJCET નું મેરીટ ગણાવાનું છે. આમ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના B કે AB ગ્રુપના તમામ વિદ્યાર્થીઓ GUJCET ની પરિક્ષા આપે એ ઇચ્છનીય છે.

હવે આપણે પરિસ્થિતિને અન્ય રીતે મૂલવવાનો પ્રયત્ન કરીએ. આ વર્ષથી ધોરણ 11 અને 12 ( જેઓએ અગાઉ સેમિસ્ટર પધ્ધતિથી ધોરણ 11 પૂર્ણ કર્યું હો તે સિવાય ) વાર્ષિક અભ્યાસક્રમ ગણાશે. બન્ને વર્ષની પરિક્ષાઓ વાર્ષિક હશે, જે પૈકી ધોરણ 12 ની પરિક્ષા બોર્ડ લેશે. વળી, હવે વાર્ષિક પરિક્ષામા હેતુલક્ષી પ્રશ્નોની તુલનાએ વર્ણનાત્મક પ્રશ્નોને વધુ પ્રાધાન્ય અપાવાનું છે. આગળના અભ્યાસ માટેની પ્રવેશ પરિક્ષાઓ GUJCET, NEET કે JEE જે કોઈ પણ હોય તે, હેતુલક્ષી અથવા OMR પ્રકારના પ્રશ્નો વાળી રહેનાર છે. બધી પરિક્ષામા અભ્યાસક્રમ સમાન હોય તો NEET ના પરિક્ષાર્થીએ શા માટે GUJCET ના આપવી? GUJCET પરિક્ષા ગુજરાતમાં વર્ષોથી લેવાતી હોવાથી તેના જુના પેપરો અને અન્ય અભ્યાસ સાહિત્ય પણ સરળતાથી ઉપલબ્ધ છે. જેનો વિદ્યાર્થીઓએ લાભ લેવો જોઈએ.

zigya દ્વારા ગત વર્ષથી જ GUJCET પરિક્ષાના વિદ્યાર્થીઓને ખાસ ધ્યાનમાં રાખીને તૈયારી સારી રીતે કરી શકાય તે માટે online ટેસ્ટ માટે સગવડ કરેલ છે, જેનો ગત વર્ષે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધેલ છે. આ વર્ષે પણ આ ટેસ્ટનું ફોરમેટ ઉપલબ્ધ જ છે. GUJCET ની online ટેસ્ટ zigya સાથે રજીસ્ટર થયેલ કોઈ પણ વિદ્યાર્થી ગમે તેટલી વખત આપી શકે છે. અહી કોઈ વિદ્યાર્થીને ગેરસમજ હોય તો દૂર કરશો કે રજીસ્ટર થવામાં કોઈ ચાર્જ આપવાનો નથી. તેથી જે રજીસ્ટર ના થયા હોય તે રજીસ્ટર થઇ શકે છે. રજીસ્ટ્રેશનનો અર્થ મારા માટે એટલો છે કે તમે જે ટેસ્ટ આપો તેનું પરિણામ અને સંલગ્ન માહિતી તમારા ખાતે સંગ્રહિત રાખવા તમારું coding જોઈએ તે સિવાય અન્ય ઉદ્દેશથી રજીસ્ટ્રેશન કરવાનું નથી. જેમ કે, કોઈ વિદ્યાર્થી પ્રથમ પ્રકરણની ટેસ્ટ આપી ચૂકેલ હોય અને તે ફરીથી log in કરે તો system તેને આગળના પ્રકરણોની ટેસ્ટ આપશે, પણ જો તમે રજીસ્ટર હોવ તો. અન્યથા તેના તેજ પ્રશ્નો તમને ફરીથી પૂછવાની શક્યતા હોય છે.

zigya સાથે જોડાઈને તમે ટેસ્ટ સિવાય પણ બહોળી સંખ્યામાં ઉપલબ્ધ પ્રશ્નો અને જવાબોનું અધ્યયન કરી શકો છો. તમારી જાતે એસાઈમેન્ટ બનાવી શકો છો. તમારા વર્ષભરના અભ્યાસનું આયોજન અને સતત મોનીટરીંગ પણ કરી શકો છો. તમે system માંના તમામ પ્રશ્નોનું માર્કિંગ કરી ટેગિંગ કરી શકશો. પ્રત્યેક પ્રશ્ન સાથે તમારી પોતાની નોધ લખીને સાચવી શકશો જે તમે ફરીથી તે પ્રશ્ન કે પ્રકરણનો અભ્યાસ કરો ત્યારે ઉપયોગી થશે. zigya આ અને આવી બીજી અનેક ખૂબીઓ ધરાવે છે. એક વખત www.zigya.com ઉપર log in કરીને તમે જોઈ શકો છો. વધુમાં એક ખાસ બાબત જણાવવાની કે, zigya વિનામૂલ્યે શિક્ષણમાં માને છે. અમારી સાથે જોડાઈને આપે અભ્યાસ સાહિત્ય કે અન્ય સેવાઓ માટે કોઈ ચાર્જ ચૂકવવાનો નથી.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *