GUJCET એટલે આ વર્ષ સુધી ગુજરાતમાં મેડીકલ અને પેરામેડીકલ તેમજ ફાર્મસી વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટેની પ્રવેશ પરિક્ષા હતી. હવે આગામી વર્ષથી મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ NEET આધારે આપવાનું નક્કી થયેલ છે તે સંજોગોમાં GUJCET પરિક્ષા અંગે વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં અસ્પષ્ટતા પ્રવર્તે છે. મિત્રો, GUJCET એ ત્રીજા અને ચોથા સેમિસ્ટરના અભ્યાસક્રમ આધારે MCQ પ્રકારની ફોરમેટ ધરાવતી ટેસ્ટ છે અને આગામી વર્ષે જ્યારે મેડીકલ અને ડેન્ટલમાં તેના આધારે પ્રવેશ મળવાનો નથી છતાં, ગુજરાતમાં પેરામેડીકલ અને ફાર્મસી તેમજ સરકારની વિચારણા અનુસાર એન્જીનીયરીંગમાં પણ ગુજકેટ આધારિત પ્રવેશ આપવાનો છે. હવે જોઈએ તો ગુજરાતમાં 60 – 70 હજાર વિદ્યાર્થીઓ ગુજકેટ પરિક્ષાર્થીઓ હતા તેમાંથી મેડીકલના 3 થી 4 હજાર બાદ કરતા બાકીના વિદ્યાર્થીઓએ આગામી વર્ષે પણ ગુજકેટના આધારે જ પ્રવેશ મેળવવાનો રહેવાનો છે. ઉપરાંત, જો ઈજનેરીના વિદ્યાર્થીઓ ઉમેરાય તો બીજી વધારે સંખ્યા થશે. આમ, સમગ્ર રીતે જોતા આ પરિક્ષાનુ મહત્વ વધશે તેમ લાગે છે.
gujcet પરિક્ષાનુ હાલનું ફોરમેટ એ પ્રકારનું છે કે ત્રીજું અને ચોથું સેમિસ્ટર એટલે હવે ધોરણ – 12 ના અભ્યાસક્રમને આધારે MCQ પ્રશ્નોનું 120 પ્રશ્નો અને દરેકના 1 ગુણ એટલે 120 ગુણનું પ્રશ્નપત્ર પુછાય છે, જેમાં જીવવિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનના સરખા 40-40 ગુણના પ્રશ્નો હોય છે. આગામી વર્ષથી સળંગ ધોરણ 12 આ ત્રણેય વિષયના MCQ પ્રશ્નોની તૈયારી કરી આ પરિક્ષા આપવાની થશે.
zigya દ્વારા gujcet પરિક્ષાની online ટેસ્ટનું ફોરમેટ ગત વર્ષથી ગુજરાતી વિદ્યાર્થીઓ માટે તૈયાર કરેલ છે જેનો બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધેલ છે. વળી, www.zigya.com ઉપર GUJCET પેજમાં જુના GUJCET પરિક્ષાના solved પેપરો અને તેના અભ્યાસક્રમથી લઈ આ પરિક્ષાને લગતી તમામ માહિતી મુકેલ છે. વધુમાં, આ ટેસ્ટ પ્રકરણ આધારિત બનાવેલ હોવાથી આ વર્ષે ધોરણ – 12 ના વિદ્યાર્થીઓ જેમ પ્રકરણ ચાલે તેમ તેમની તૈયારીનો મહાવરો કરી શકે છે. zigya એ વિનામૂલ્યે અભ્યાસ સાહિત્ય પૂરું પાડવાની નેમ રાખે છે તે બાબત હવે તો સૌ કોઈ જાણે છે, તે મુજબ આ ગુજકેટ ટેસ્ટ પણ વિનામૂલ્યે છે. આપ જો વિદ્યાર્થી ના હોવ તો પણ આપના લાગતા વળગતા વિદ્યાર્થીઓમાં આ માહિતીનો પ્રચાર-પ્રસાર કરી આપનો સહયોગ આપશો એવી અપેક્ષા.