ધોરણ 8 એ પ્રાથમિક શિક્ષણનું છેલ્લું વર્ષ છે. અત્યાર સુધી જુની પદ્વતિમાં ધોરણ 1 થી 8 સુધી વિદ્યાર્થીઓને નાપાસ નહી કરવાની પદ્વતિ અમલમાં હતી. જેથી બાળકના કુમળા મન પર પરીક્ષાનો હાવ ધોરણ 8, ધોરણ 9 અને ધોરણ 10 થી હાવીત થતો હતો. હવે જો કે સુધારેલી પદ્વતિ પ્રમાણે ધોરણ 1 થી 5 માં નાપાસ નહી કરવાની પદ્વતિ અમલમાં છે. જ્યારે તેથી ઉપરના વર્ગોમાં નાપાસ જાહેર કરાશે. આવા સંજોગોમાં ધોરણ 8 માં એક સાથે પરીક્ષાનો હાવ ઉભો નહી થાય.
જો કે નાપાસ અને પાસ કે અભ્યાસનો બીનજરૂરી હાવ એ માત્ર પાસ થવાનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને લાગુ પડે છે. જેઓ સારા ટકા સાથે અને ધ્યાનથી અભ્યાસ કરવાવાળા વિદ્યાર્થી છે તેમના માટે પાસ નપાસની બાબતો લાગુ પડતી નથી. તેમ છતાં ધોરણ 8 નું વર્ષ હોવાથી વિદ્યાર્થીના માનસપટલ પર તેની અસર જરૂર રહે છે. આ સંજોગોમાં વર્ષની શરૂઆતથી વિદ્યાર્થીને યોગ્ય માર્ગદર્શન મળે અને આખું વર્ષ નિયમિત મહેનત કરી વિદ્યાર્થી પોતાની કાળકિર્દીનું ઘડતર કરે તે માટે આગોતરૂ આયોજન જરૂરી છે. હાલમાં To the Point તૈયારી કરવાનો સમય છે. એટલે દરેક વિષયનો અભ્યાસક્રમ, પેપર સ્ટાઇલ જેવી બાબતોનું જ્ઞાન અથવા જાણકારી અભ્યાસને સરળ અને રસપ્રદ બનાવે છે. આમ, અગાઉથી વિદ્યાર્થીને અભ્યાસક્રમ, પેપર સ્ટાઇલ તેમજ અગાઉના પેપર મદદરૂપ અને પ્રોત્સાહક પુરવાર થાય. ધોરણ 8 હિન્દી જેવો ભાષાકીય વિષયમાં ઉત્તમ પરિણામ મેળવવા માગતા કોઇ પણ વિદ્યાર્થી તેને નજર અંદાજ કરી શકે નહી. હાલમાં શાળાકીય શિક્ષણની સાથે ઓનલાઇન સંદર્ભ સાહિત્ય અને પૂરક તૈયારી માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. જેનો ભરપુર ઉપયોગ કરી વિદ્યાર્થી પોતાનું પરિણામ સુધારી શકે છે. સાથે સાથે પરીક્ષાનો ડર દુર રાખી ભાર વિનાનું ભણતર અનુભવી શકે છે. આ સંદર્ભે નીચે આપેલ ધોરણ 8 હિન્દી નો અભ્યાસક્રમ દરેકને ઉપયોગી થશે. આ પ્રકરણ વાઇઝ અભ્યાસક્રમ ગુજરાત રાજ્ય ગ્રંથ નિર્માણ બોર્ડના પાઠ્યપુસ્તક અનુસાર સ્વાધ્યાય તેમજ વધારાના પ્રશ્નોના મહાવરા માટે ખુબ ઉપયોગી થશે.
ધોરણ 8 હિન્દી માં પ્રથમ અને દ્વિતીય સત્ર થઈ ને કુલ 18 પ્રકરણનો સમાવેશ કરવામાં આવ્યો છે જે પ્રશ્નોત્તર સ્વરૂપે નીચે મુજબ છે:
हिन्दी कक्षा 8 [प्रथम सत्र] Hindi Kaksha 8 [Pratham Satr]
1 तेरी है जर्मी [Teri he Jami]
3 अंतरिक्ष परी सुनीता विलियम्स [Antariksha Pari Sunita Viliyams]
4 उठो, धरा के अमर सपूतो [Utho, Dhara ke Amar Saputo]
5 सवाल जवाब के, जबाब डॉ. कलाम के [Saval Javab ke, Jabab do. Kalam Ke]
7 सोच अपनी-अपनी [Soch Apani-Apani]
8 माँ ! कह एक कहानी ! [Maa! Kah ek Kahani!]
हिन्दी कक्षा 8 [द्धितीय सत्र] Hindi Kaksha 8 [Dvitiy Satr]
1 पत्र एवं डायरी [Patra Evam Dayari]
2 कच्छ की सैर [Kachchh ki Sair]
3 मत बांटो इन्सान को [Mat Banto Insan ko]
4 कर्मयोगी लालबहादुर शास्त्री [Karmayogi Lalabahadur Shastri]
6 तुफानों की ओर [Tufano ki Aur]
8 हँसना मना है [Hasna Mana Hai]
9 उलझन-सुलझन [Uljhan-Suljhan]