ધોરણ 11 અને 12 વિજ્ઞાનપ્રવાહમાં હવે અગાઉની જેમ સિમેસ્ટર પદ્ધતિ અમલમાં રહેલ નથી. આ સંજોગોમાં હવેથી અગાઉના સિમેસ્ટર 1 અને 2 સંયુક્ત રીતે ધોરણ 11 ગણાશે. જે હવે તો બધાની જાણમાં હશે જ. જીવવિજ્ઞાન ધોરણ 11 એ ધોરણ 11 અને 12 માં સામાન્ય રીતે વર્ણનાત્મક વિષય ગણાય પરંતુ, સાથે સાથે સમજવાનું કે સંપૂર્ણ પ્રશ્નપત્ર આવરી શકાય તેવો વિષય ગણાય.
સામાન્ય રીતે ગણિત કે ભૌતિકવિજ્ઞાન જેવા વિષયો સ્કોરિગ સબજેક્ટ ગણાય છે. પરંતુ જીવવિજ્ઞાન એકંદરે સરળ વિષય હોવાથી ઉચું પરિણામ મેળવવા દરેકે આ વિષયનો સંપૂર્ણ અભ્યાસક્રમ તૈયાર કરવો હિતાવહ છે. જીવવિજ્ઞાનમાં જૈવરાસાયણિક પક્રિયાઓ તેમજ આકૃતિઓનો ઉડાણ પૂર્વક અભ્યાસ, તેનું સતત પૂનરાવર્તન અને પ્રશ્નોત્તરનો મહાવરો વિદ્યાર્થીને ઉચું પરિણામ મેળવવામાં મદદરૂપ થાય છે.
ધોરણ 11 માં સમાવિષ્ઠ તમામ વિષયોનો વધુ ઉડાણ પૂર્વક અભ્યાસ એ દ્રષ્ટિએ પણ જરૂરી છે કે ધોરણ 12 પછી લેવાનાર NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં અભ્યાસક્રમમાંથી પ્રશ્નો પુછાનાર છે. અને તે પરીક્ષા અભ્યાસના એક વર્ષ બાદ આપવાની થાય છે. આથી વિષયને તેના પ્રત્યેક પ્રકરણ કે ટૉપીક અનુસાર સમજી અને તૈયાર કરવું લાભપ્રદ રહેશે.
જીવવિજ્ઞાન ધોરણ 11 સિમેસ્ટર I [ Jiv Vigyan Dhoran 11 [ Semester I ]
1 સજીવોનું વર્ગીકરણ [ Sajivo nu Vargikaran ]
2 વર્ગીકરણનાં ક્ષેત્રો [ Vargikaran na Kshetro ]
3 વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ [ Vanaspati Srushtinu Vargikaran ]
4 પ્રાણીસૃષ્ટિનું વર્ગીકરણ [ Prani Srushtinu Vargikaran ]
6 જૈવિક અણુઓ-1 [ કાર્બોદિત અને ચરબી ] [ Jaivik Anuo-1 [ Karbodit Ane Charbi ] ]
8 કોષચક્ર અને કોષવિભાજન [ Koshchakra Ane Kosh Vibhajan ]
9 પશુપાલન અને વનસ્પતિ-સંવર્ધન [ Pashupalan Ane Vanaspati-Sanvardhan ]
11 સુક્ષ્મ સજીવો અને માનવકલ્યાણ [ Suksham Sajivo Ane Manav Kalyan ]
જીવવિજ્ઞાન ધોરણ 11 સિમેસ્ટર II [ Jiv Vigyan Dhoran 11 [ Semester II ]
3 સપુષ્પી વનસ્પતિઓની અંત:સ્થ રચના [ Sapushpi Vanaspationi Antasth Rachana ]
ધોરણ 11 જીવવિજ્ઞાન એ સિમેસ્ટર 1 અને 2 અથવા જીવવિજ્ઞાન ભાગ 1 અને 2 ને સમાવતો વર્ષનો અભ્યાસક્રમ છે. જેનો ઉપરોક્ત પ્રકરણ અનુસાર કુલ 17 પાઠનો અભ્યાસક્રમ છે. જેના પ્રશ્નોત્તર બૉર્ડ પેપર, પ્રૅક્ટીસ પેપર, વગેરે દ્વારા સંપૂર્ણ અભ્યાસ આપણને ઉંચું પરિણામ મેળવવા ઉપયોગી થશે. વળી, NEET અને GUJCET જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ તે ખુબ ઉપયોગમાં આવશે.