મનોવિજ્ઞાનએ ધોરણ 11 એ ઉચ્ચત્તર માધ્યમિકમાં ભણાવાતો સૌથી મહત્વનો અને પાયાનો વિષય છે. મનોવિજ્ઞાન એ ઉચ્ચત્તર માધ્યમિકના વિષય તરીકે માત્ર શાળા કક્ષાએ જ નહી પરંતુ સ્નાતક અને સ્નાતકોત્તર અભ્યાસ ઉપરાંત ઉચ્ચ અભ્યાસ માટે પણ વિદ્યાર્થીને વિષયની સમજ અને અભ્યાસનું ક્ષેત્ર તથા વિષય વસ્તુ અંગે પાયાનો જ્ઞાન મેળવે તે અનુસાર ગોઠવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત કરાયેલ મનોવિજ્ઞાન ધોરણ 11 નું પાઠ્યપુસ્તક ખુબ કાળજી અને મહેનતના અંતે તૈયાર થયેલું છે. જેમાં મનોવિજ્ઞાન : એક વિષય, માનવવિકાસ, બોધાત્મક પ્રક્રિયાઓ વગરેનો સમાવેશ કરાયેલ છે. વળી, વ્યક્તિત્વ, વર્તનના જૈવિય આધારો, અભ્યાસ પદ્વતિઓ વગેરેનો સમાવેશ થાય છે.
મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. આધુનિક યુગમાં મનોવિજ્ઞાન જીવનનાં જુદા જુદા ક્ષેત્રોમાં પોતાનાં સિદ્ધાંતોનો વિનિયોગ કરે છે. તેનો અભિગમ ચોકસાઈભર્યો, વાસ્તવિક, સંશોધનાત્મક, તાર્કિક અને વસ્તુલક્ષી તથા પદ્ધતિસરનો હોય છે. આધુનિક જટિલ સમાજની સમસ્યાઓના મૂળ સુધી પહોંચવા માટે મનોવિજ્ઞાનનો ઉપયોગ જરૂરી છે. મનોવિજ્ઞાન મનવીનો સ્વભાવ અને એનું વ્યક્તિત્વ, એની શક્તિઓ અને મર્યાદાઓ અંગે સાચી સમજ કેળવવામાં ખૂબ ઉપયોગી છે. આધુનિક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર ખૂબ વ્યાપક બન્યું છે અને તેની તેની વિવિધ શાખાઓનો વિકાસ થયો છે.
મનોવિજ્ઞાનનું વિષયવસ્તુ (Subject Matter) માનવીનું વર્તન છે. મનોવિજ્ઞાન માનવીના બાહ્ય, આંતરિક, શારીરિક અને માનસિક વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. માનવીનું વર્તન જટિલ છે. મનોવિજ્ઞાન માનવીના વર્તનને કેન્દ્રમાં રાખી, તેનો વૈજ્ઞાનિક દ્દ્ષ્ટિકોણથી અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાન વિવિધ અભ્યાસ પદ્ધતિઓ દ્વારા પોતાના વિષયવસ્તુ અંગે માહિતી એકત્રિત કરે છે અને માનવજીવનની વિવિધ સમસ્યાઓની સમજ પ્રાપ્ત કરી તેના વ્યવહારુ ઉકેલો સૂચવે છે.
મનોવિજ્ઞાન ધોરણ 11 ના પાઠ્યપુસ્તકમાં સમાવેલ તમામ ટોપીક અને પ્રકરણોનો અભ્યાસ થઈ શકે તેમજ વિદ્યાર્થીઓની ઉત્સુકતા અને જિજ્ઞાશા સંતોષાય તે માટે પ્રશ્નોત્તર સ્વરૂપે વિપુલ સાહિત્ય Zigya Resource Center માં ગુજરાતી માધ્યમમાં સમાવવામાં આવ્યું છે જેનો વિદ્યાર્થીઓ મહત્તમ લાભલે તેવી આશા છે. આ પુસ્તકના નીચે મુજબના પ્રકરણો સમાવવામાં આવ્યા છે. અને તે પ્રકરણ મુજબ અભ્યાસ સાહિત્ય અમારે ત્યાં વિનામૂલ્યે ઉલપબ્ધ છે.
Manovigyan Dhoran 11 [મનોવિજ્ઞાન ધોરણ 11]
1 મનોવિજ્ઞાન : એક વિજ્ઞાન [Manovigyan : Ek Vigyan]
2 અભ્યાસપદ્વતિઓ [Abhyas Paddhatio]
4 વર્તનના જૈવિય આધારો [Vartan na Jaiviya Adharo]
5 બોધાત્મક પ્રક્રિયાઓ [Bodhatmak Prakriyao]
6 સ્મરણ અને વિસ્મરણ [Smaran ane Vismaran]
7 ભાષા અને પ્રત્યાયન [Bhasha ane Pratyayan]
9 પ્રેરણા અને આવેગ [Prerana ane Aveg]
10 ચેતનાની બદલાયેલી અવસ્થાઓ [Chetanani Badalayeli Avasthao]
ગુજરાતી વિદ્યાર્થીઓ અને તેમાં એ ખાસ કરીને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ Online અભ્યાસમાં અન્યોની સરખામણીએ ઓછા પ્રવૃત્ત છે. મિત્રો આ જના સમયમાં ઈન્ટરનેટ એ જ્ઞાનનો સંચય અને સંગ્રહ નહી પરંતુ સરળતાથી અને પોતાની અનુકુળતા મુજબ અભ્યાસ કરવાનું માધ્યમ છે. જેનો મહત્તમ ઉપયોગ આવકાર્ય જ નહી, આવશ્યક છે.