Press "Enter" to skip to content

NEET ગુજરાતી પરિક્ષાની તૈયારી

Pankaj Patel 2

NEET ગુજરાતી પરીક્ષા એટલે ધોરણ 12 પછી મેડિકલ અને પેરા મેડિકલ અભ્યાસ માટેની સ્પર્ધાત્મક પરીક્ષા. એ આપણે સૌ જાણીએ છીએ. ગુજરાતનાં વિદ્યાર્થીઓ અને તેવી જ રીતે અન્ય રાજ્યના વિદ્યાર્થીઓની જરૂરિયાત અથવા પ્રાદેશિક ભાષાઓના વિદ્યાર્થીઓની સ્થિતિ અનુસાર હાલમાં NEET અંગ્રેજી અને હિન્દી ઉપરાંત પ્રાદેશિક ભાષાઓમાં પણ લેવાનું શરૂ થયું છે.  જે અગાઉ માત્ર હિન્દી અને અંગ્રેજીમાં જ લેવાતી હતી. આમ, NEET ગુજરાતી એ અગાઉ ગુજરાતમાં લેવાતી GUJCET ના બદલે મેડિકલ અને પેરામેડિકલના અભ્યાસ માટેની પ્રવેશ પરીક્ષા છે. અને હાલમાં તે CBSE દ્વારા લેવાય છે.


સમગ્ર દેશમાં સમાન પરીક્ષા

NEET ગુજરાતી એ ગુજરાત બોર્ડના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે છે. તેવી જ રીતે અન્ય પ્રદેશિક ભાષાઓમાં પણ NEET પરિક્ષાના પ્રશ્નપત્રો લેવાય છે. આ પરીક્ષા પ્રાદેશિક ભાષાઓમાં લેવાય છે પણ તેનો અભ્યાસક્રમ NCERT ના અભ્યાસક્રમ અનુસાર હોય છે. દરેક ભાષાનું પેપર એક સમાન રાખીને માત્ર ભાષાંતર કરી ભાષા ફરક કરવાનું ઠરાવવામાં આવ્યું છે. ગત વખતે જુદી જુદી ભાષામાં જુદા જુદા પેપર હતા. એવું હવે નહીં બને. આમ, હવે સમગ્ર દેશમાં એક સમાન પરીક્ષા હશે.  અને વિદ્યાર્થી પોતાની માતૃભાષામાં પ્રશ્નપત્ર હલ કરી શકશે.


ગુજરાતની 85% સીટો ગુજરાતનાં વિદ્યાર્થીઓ માટે

NEET પરિક્ષાના પરિણામ આધારે સમગ્ર દેશનું એક રાષ્ટ્રીય મેરીટ અને દરેક રાજ્ય મુજબ પ્રદેશિક મેરીટ બનાવવામાં આવશે. ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે અલગ મેરીટ બનશે.  ગુજરાત રાજયમાં આવેલી મેડિકલની સીટોમાથી 85% સીટો આ વિદ્યાર્થીઓ માથી ભરાશે. બાકીની 15% સીટો રાષ્ટ્રીય મેરીટ અનુસાર ભરાશે. અહી ગુજરાત બોર્ડના ગુજરાતી અને અંગ્રેજી બધા મધ્યમના વિદ્યાર્થીઓની વાત છે.


માત્ર NEET નું મેરીટ ગણાશે

મેડિકલ અને પેરા મેડિકલ માટે અગાઉ ધોરણ 12 ના પરિણામ આધારે તથા GUJCET પરિક્ષાના પરિણામ સાથે મેરીટ બનતું હતું. હવે માત્ર NEET નું મેરીટ ગણાશે. એટલે કે બોર્ડ પરીક્ષામાં ગમે તે પરિણામ હોય પણ તેના ગુણ મેરીટ માં ગણવાના નથી. મતલબ કે હવેથી ધોરણ 12 ના ગુણ માત્ર યોગ્યતા પુરવાર કરવા જરૂરી છે. મેરીટ ગણતરીમાં તેનું મહત્વ નથી. ધોરણ 12 માં 75% કે તેથી ઉપર ગુણ મેડિકલમાં પ્રવેશ માટે જરૂરી છે.


ધોરણ 11 અને ધોરણ 12 બન્નેનો અભ્યાસક્રમ સમવ્યો છે

NEET ગુજરાતી નું પ્રશ્નપત્ર  11 અને 12 એ બંને ધોરણના સિલેબસમાથી પૂછાશે. ધોરણ 11 અને ધોરણ 12 બન્નેનો અભ્યાસક્રમ સમાવ્યો છે. એનો મતલબ એવો કે, અગાઉ માત્ર ધોરણ 12 ના અભ્યાસક્રમ માથી ગુજકેટ પરીક્ષા લેવાતી હતી. અહી બન્ને વર્ષના અભ્યાસક્રમનો સમાવેશ છે.


પ્રશ્નપત્ર MCQ પ્રકારનું રહેશે

NEET પરીક્ષાનું પ્રશ્નપત્ર MCQ પ્રકારનું રહેશે. હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે અને ચાર વિકલ્પ માથી જવાબ લખવાનો છે. સાચા જવાબના 4 માર્ક ગણાશે તેમજ ખોટા જવાબના માઇનસ માર્કની પધ્ધતિ છે. આમ, નેગેટિવ માર્કિંગ ગણાશે. 4 માર્કનો એક એવા 180 પ્રશ્નોનું કુલ 720 ગુણનું પેપર રહેશે. જેમાં જીવવિજ્ઞન ના  50% અને ભૌતિક તેમજ રસાયણ વિજ્ઞાનના  25-25% પ્રશ્નો રહેશે.


હવે સમય આવી ગયો છે. જે વિદ્યાર્થીઓ મેડિકલમાં પ્રવેશ મેળવવા માગતા હોય તે પુરજોર તૈયારીમાં લાગી જાય. આ માટે Zigya રિસોર્સ સેંટરનો મહત્તમ ઉપયોગ કરો. અહી online ટેસ્ટ અને પ્રશ્નોત્તર બન્ને પ્રકારે તૈયારી કરી શકાશે. દરેક વિષયના વિપુલ સંખ્યામાં પ્રશ્નો અને જવાબો માટે હવે બીજે શોધવાની જરૂર નથી. ગૂગલ એપ માથી એપ ડાઉનલોડ કરી તમારા મોબાઇલને જ તમારી શાળા બનાવી દો.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

  1. Ojas-gujarat Ojas-gujarat

    gujarat government

  2. Government job Government job

    Great..
    This blog is very useful for us ( m.com).
    Students..

    Because all type of information and knowledge is available .. Same like our reference book.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *