ધોરણ 1 થી 10 અને ધોરણ 11 અને 12 બંન્ને મુળભૂત રીતે જુદી લાક્ષણિકતા ધરાવે છે. તેથી જ ધોરણ 11 અને 12 ને ઉચ્ચત્તર માધ્યમિકમાં સમાવવામાં આવેલ છે. સામાન્ય રીતે ધોરણ 10 સુધી જે વિષય વિજ્ઞાન તરીકે આવે છે તેને ધોરણ 11 અને 12 માં વધુ વ્યાપક રીતે અભ્યાસ કરવા રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને જીવવિજ્ઞાન તરીકે અલગ અલગ વિષયના રૂપે અભ્યાસ કરવામાં આવે છે. રસાયણવિજ્ઞાન ધોરણ 11 એ ખૂબ રસપ્રદ વિષય હોવાની સાથે અભ્યાસ માટે વધુ કાળજી અને મહેનત માગતો વિષય છે.
વિદ્યાર્થીઓ એ જાણે છે કે A સ્ટ્રીમ કે B સ્ટ્રીમ બંનન્નેમાં રસાયણવિજ્ઞાન કૉમન વિષય છે. Chemistry જીવનમાં પણ એવી જ વ્યાપકતા ધરાવે છે. આ વિષયમાં પદ્ધતિસરનો અભ્યાસ તમારા પરિણામને વધુ સારૂ બનાવી શકે છે. અહીં સમીકરણો, દાખલા, અને રાસાયણિક પ્રક્રિયાઓ શરૂઆતમાં યાદ રાખવા મુશ્કેલ લાગે પણ આ બધુ ખુબ રસપ્રદ છે અને યોગ્ય અભ્યાસથી આ વિષયમાં પુરેપુરા માર્ક્સ પણ મેળવી શકાય છે. રાસાયણિક સૂત્રો, આવર્તકોષ્ઠક, ગણતરીના સૂત્રો જેવી પાયાની તૈયારી હોય તો રસાયણવિજ્ઞાન ધોરણ 11 એ સ્ક્રોરીગ સબજેક્ટ બનશે.
ધોરણ 11 માં સમાવિષ્ઠ તમામ વિષયોનો વધુ ઉડાણ પૂર્વક અભ્યાસ એ દ્રષ્ટિએ પણ જરૂરી છે કે ધોરણ 12 પછી લેવાનાર NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં અભ્યાસક્રમમાંથી પ્રશ્નો પુછાનાર છે. અને તે પરીક્ષા અભ્યાસના એક વર્ષ બાદ આપવાની થાય છે. આથી વિષયને તેના પ્રત્યેક પ્રકરણ કે ટૉપીક અનુસાર સમજી અને તૈયાર કરવું લાભપ્રદ રહેશે.
ધોરણ 11 રસાયણ વિજ્ઞાનનના પાઠ્યપુસ્તકમાં સિમેસ્ટર 1 અને સિમેસ્ટર 2 મળીને કુલ 14 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવેલ છે જે પ્રશ્નોત્તર સ્વરૂપે નીચે મુજબ છે:
રસાયણવિજ્ઞાન ધોરણ 11 [સિમેસ્ટર I] [Rasayan Vigyan Dhoran 11 [Semester-I]]
1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ [Rasayan Vigyana ni Payani Sankalpanao]
2 પરમાણ્વીય બંધારણ [Parmanviy Bandharan]
3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા [Tatvonu Vargikaran ane Gundharmoma Aavartita]
4 રેડૉક્ષ પ્રક્રિયાઓ [Redoksh Prakriyao]
7 કાર્બનિક રસાયણવિજ્ઞાનના પાયાના સિદ્વાંતો [Karbanik Rasayan Vigyan na Payana Siddhanto]
રસાયણવિજ્ઞાન ધોરણ 11 [સિમેસ્ટર II] [Rasayan Vigyan Dhoran 11 [Semester-II]]
1 રાસાયણિક બંધન અને આણ્વિય રચના [Rasayanik Bandhan ane Anviy Rachana]
2 દ્વવ્ય-અવસ્થા:વાયુ અને પ્રવાહી [Dravya-Avastha Vayu ane Pravahi]
3 ઉષ્માગતિશાસ્ત્ર [Ushmagati Shastra]
5 p-વિભાગનાં કેટલાક તત્વો-I [p-Vibhag na Ketalak Tatvo-1]
7 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન [Paryavaraniya Rasayan Vigyan]
આમ, તમે જોયુ હશે કે અકાર્બનિક અને કાર્બનિક રસાયણશાસ્ત્ર તરીકે આગળ જતાં જેનું વિભાજન થવાનું છે તે તમામ પાયાના રસાયણવિજ્ઞાન ના ટૉપીક અહીં સમાવવામાં આવેલ છે. આ વિષયમાં વધુ સારૂ પરિણામ મેળવવા સુત્રો, પ્રક્રિયાઓ અને ગણતરીના સૂત્રો યાદ રાખવા જરૂરી છે. આ વિષયમાં સતત પ્રૅક્ટીસ અને પુનરાવર્તન આવશ્યક છે. સાથે સાથે પ્રશ્નોત્તર સવરૂપે દરેક પ્રકરણનો મહાવરો કરવો પણ તેટલો જ જરૂરી છે. જીવન અને દુનિયા વિશે વ્યાપક સમજ કેળવવા રસાયણવિજ્ઞાનનો અભ્યાસ ખાસ જરૂરી છે.