Press "Enter" to skip to content

Rasayan Vigyan Dhoran 12 Prasnottar [રસાયણવિજ્ઞાન ધોરણ 12]

Dinesh Patel 0

ધોરણ 1 થી 10 અને ધોરણ 11 અને 12 બંન્ને મુળભૂત રીતે જુદી લાક્ષણિકતા ધરાવે છે. તેથી જ ધોરણ 11 અને 12 ને ઉચ્ચત્તર માધ્યમિકમાં સમાવવામાં આવેલ છે. સામાન્ય રીતે ધોરણ 10 સુધી જે વિષય વિજ્ઞાન તરીકે આવે છે તે જ વિષય ધોરણ 11 અને 12 માં વધુ વ્યાપક રીતે અભ્યાસ કરવા રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને જીવવિજ્ઞાન તરીકે અલગ અલગ વિષયના રૂપે અભ્યાસ કરવામાં આવે છે. રસાયણવિજ્ઞાન ધોરણ 12 [Rasayan Vigyan Dhoran 12] એ ખૂબ રસપ્રદ વિષય હોવાની સાથે અભ્યાસ માટે વધુ કાળજી અને મહેનત માગતો વિષય છે.


વિદ્યાર્થીઓ એ જાણે છે કે A સ્ટ્રીમ કે B સ્ટ્રીમ બંનન્નેમાં રસાયણવિજ્ઞાન કૉમન વિષય છે. Chemistry જીવનમાં પણ એવી જ વ્યાપકતા ધરાવે છે. આ વિષયમાં પદ્ધતિસરનો અભ્યાસ તમારા પરિણામને વધુ સારૂ બનાવી શકે છે. અહીં સમીકરણો, દાખલા, અને રાસાયણિક પ્રક્રિયાઓ શરૂઆતમાં યાદ રાખવા મુશ્કેલ લાગે પણ આ બધુ ખુબ રસપ્રદ છે અને યોગ્ય અભ્યાસથી આ વિષયમાં પુરેપુરા માર્ક્સ પણ મેળવી શકાય છે. રાસાયણિક સૂત્રો, આવર્તકોષ્ઠક, ગણતરીના સૂત્રો જેવી પાયાની તૈયારી હોય તો રસાયણવિજ્ઞાન ધોરણ 12 એ સ્ક્રોરીગ સબજેક્ટ બનશે.


ધોરણ 12 રસાયણ વિજ્ઞાન [Rasayan Vigyan Dhoran 12] ના અભ્યાસક્રમમાં નીચે મુજબ જુના સિમેસ્ટર 1 અને 2 ના ભેગા કરીને કુલ 16 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવેલ છે.

રસાયણવિજ્ઞાન ધોરણ 12 [સિમેસ્ટર III] [Rasayan Vigyan Dhoran 12 [Semester III]]

1 ઘન અવસ્થા [Ghan Avastha]

2 દ્વાવણો [Dravano]

3 વિદ્યુતરસાયણ [Vidyut Rasayan]

4 તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ [Tatvona Alagikaran Matena Samany Sidhanto ane Padhatio]

5 p-વિભાગના તત્વો II [p-Vibhag na Tatvo II]

6 હેલોઆલ્કેન અને હેલોએરીન સંયોજનો [Helo Alken ane Heloerin Sanyojano]

7 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો [Alkohol, Finol ane Ithar Sanyojano]


રસાયણવિજ્ઞાન ધોરણ 12 [સિમેસ્ટર IV] [Rasayan Vigyan Dhoran 12 [Semester IV]]

1 રાસાયણિક ગતિકી [Rasayanik Gatiki]

2 પૃષ્ઠ રસાયણવિજ્ઞાન [Prushth Rasayan Vigyan]
3 d-અને f-વિભાગનાં તત્વો [d-ane f-Vibhag na Tatvo]

4 સંકીર્ણ ક્ષારો અથવા સવર્ગ સંયોજનો [Sankirn Ksharo Athava Savarg Sanyojano]

5 આલ્ડિહાઇડ, કિટોન અને કાર્બોક્સિલિક ઍસિડ [Aldihaid, Kiton ane Karboksil Esid]

6 નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો [Naitrojan Yukt Karbanik Sanyojano]

7 જૈવિક અણુઓ [Jaivik anuo]

8 પોલિમર [Polimar]

9 રોજિંદા જીવનમાં રાસાયણવિજ્ઞાન [Rojinda Jivan ma Rasayan Vigyan]


 

આમ, તમે જોયુ હશે કે અકાર્બનિક અને કાર્બનિક રસાયણશાસ્ત્ર તરીકે આગળ જતાં જેનું વિભાજન થવાનું છે તે તમામ પાયાના રસાયણવિજ્ઞાન ના ટૉપીક અહીં સમાવવામાં આવેલ છે. આ વિષયમાં વધુ સારૂ પરિણામ મેળવવા સુત્રો, પ્રક્રિયાઓ અને ગણતરીના સૂત્રો યાદ રાખવા જરૂરી છે. આ વિષયમાં સતત પ્રૅક્ટીસ અને પુનરાવર્તન આવશ્યક છે. સાથે સાથે પ્રશ્નોત્તર સવરૂપે દરેક પ્રકરણનો મહાવરો કરવો પણ તેટલો જ જરૂરી છે. જીવન અને દુનિયા વિશે વ્યાપક સમજ કેળવવા રસાયણવિજ્ઞાનનો અભ્યાસ ખાસ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *