zigya એ એક શૈક્ષણીક વેબસાઈટ છે અને હાલમાં અમો CBSE બોર્ડના અભ્યાસક્રમ અનુસાર પ્રશ્નોત્તર સ્વરૂપે અભ્યાસ સામગ્રી વિનામૂલ્યે દેશના તમામ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરાવેલ છે. આગામી થોડાક જ દિવસોમાં zigya હવે ગુજરાત બોર્ડના અભ્યાસક્રમ અનુસાર GSEB બોર્ડના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી માધ્યમમાં પ્રશ્નોત્તર સ્વરૂપે અભ્યાસ સામગ્રી રજુ કરનાર છીએ. zigya દ્વારા ગત વર્ષે GUJCET પરિક્ષા માટે online ટેસ્ટ રજુ કરવામાં આવેલ અને ગુજરાતી માધ્યમમાં પહેલ કરી પ્રકરણ દીઠ પ્રશ્નોની ટેસ્ટ આપેલ જેને ખુબ જ સારો પ્રતિભાવ મળેલ છે. વધુમાં હાલ પણ www.zigya.com પર GUJCET page ચાલુ જ છે, જેમાં પ્રશ્નોત્તર ઉપરાંત જુના વર્ષોના બોર્ડના પુછાયેલા પ્રશ્નપત્રો તેમજ તેના hint સાથેના જવાબો PDF સ્વરૂપે ઉપલબ્ધ છે જેનો તમે અભ્યાસ કરી શકો છો તેમજ વિનામૂલ્યે dawnload પણ કરી શકો છો. આ સિવાય તેજ page પરથી આપ GUJCET test-paper સ્વરૂપે પ્રેક્ટીસ માટે પ્રશ્નપત્રો પણ download કરી શકો છો.
zigya પ્રદેશિક ભાષાઓમાં અંગ્રેજી જેટલી જ સમૃદ્ધ અને તેવી જ ગુણવત્તા ધરાવતી અભ્યાસ સામગ્રી લોકોને ઉપલબ્ધ કરાવવાની નેમ રાખે છે. જેની શરૂઆત ગુજરાતી ભાષાથી કરી રહ્યા છીએ. આ અમારા માટે ગર્વની બાબત છે. સાથે સાથે ગુજરાત બોર્ડના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ માટે પણ આ આનંદની વાત છે. અમો આપના માટે ધોરણ 8-12 ના સંપૂર્ણ અભ્યાસક્રમ સહિત ગુજકેટ, NEET, JEE, જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ સમયે સમયે વિદ્યાર્થીઓની જરૂરિયાત પૂરી કરવાનો પ્રયાસ કરશે. આપ તેનો જેટલો લાભ લો તે આપના ઉપર આધારિત છે.
હવે ટૂંક સમયમાં અમો જ્યારે વધુ વ્યાપક રીતે zigya ની site પર અભ્યાસ સામગ્રી મુકવા જઈ રહ્યા છીએ ત્યારે, આપ વિદ્યાર્થી હોવ તો જાતે અને વાલી કે શિક્ષક હોવ તો લાગતા વળગતા વિદ્યાર્થીઓને આ સગવડનો લાભ લેવા પ્રોત્સાહિત કરો એવી ખાસ અપીલસહ વિનંતી છે.