અંગ્રેજીમાં curiousity શબ્દ માટે મૂળ સંસ્કૃત શબ્દ જીજ્ઞાશા છે. જીજ્ઞાશા શબ્દને આધાર માની zigya શબ્દ બનાવેલો છે. એટલે મૂળ જીજ્ઞાશા શબ્દના અર્થમાં જ zigya નો ઉદ્દેશ લોકોની અને ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ રસ ધરાવતા અન્ય લોકોની જીજ્ઞાશા કે કુતુહલ સંતોષવાનો છે. કોઈ માણસને કંઇક વિષે જાણવાની જીજ્ઞાસા થાય એટલે પ્રશ્ન થાય અને ઉદભવેલા પ્રશ્નનો યોગ્ય ઉત્તર મળે તો રસ વધતો જાય તથા વ્યક્તિને તે વિષય ગમતો થાય. બાળકોને પ્રશ્ન-ઉત્તર આધારિત અભ્યાસ પધ્ધતિથી શિક્ષણ રસપ્રદ રીતે કરાવવાનો zigya નો મૂળ હેતુ છે.
સામાન્ય માન્યતા એવી છે કે zigya એક website છે. અમે પણ કોઈ પૂછે તો એમજ કહીએ છીએ, પણ સાચી રીતે જોવા જઈએ તો zigya એ એક શૈક્ષણીક પ્લેટફોર્મ છે. અહી વિદ્યાર્થી માત્ર પ્રશ્નો અને જવાબો મેળવે છે એમ નહી, પ્રશ્નોનો અભ્યાસ કરી પોતાની રીતે પ્રશ્નને bookmark, save, download, કે print પણ કરી શકે છે. પોતાના મિત્રોને કે group માં share પણ કરી શકાય છે.
દરેક વિદ્યાર્થી અથવા શિક્ષક કે વાલી પોતાની જરૂર અનુસાર ધોરણ પસંદ કરે પછી વિષય પસંદ કરવાનો થાય છે. ત્યાર બાદ પ્રકરણ પસંદ કરવાથી ટૂંકા, લાંબા, હેતુલક્ષી, એમ વિવિધ પ્રકારના પ્રશ્નોના જવાબો મેળવી શકાય છે. zigya નું flexiped જે પ્રકારના પ્રશ્ન અને જવાબ જોઈએ તેવા પ્રકારના પ્રશ્નો સુધી તમને લઇ જાય છે.
શિક્ષક અથવા વિદ્યાર્થી zigya દ્વારા assignment પણ તૈયાર કરી શકે છે. ટેસ્ટ પેપર બનાવી બીજાને share પણ કરી શકાય છે. zigya ના main page ઉપરથી સીધા જ વિદ્યાર્થી કે શિક્ષક તરીકે અલગ અલગ log in કરી શકાય છે.
હાલમાં CBSE અભ્યાસક્રમ english અને GSEB અભ્યાસક્રમ ગુજરાતી ભાષામાં આપવામાં આવેલ છે. આ પ્લેટફોર્મ ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ માટે છે. ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ પણ વધુ રેફરન્સ માટે CBSE કોર્સના તેમના જ ધોરણના પ્રશ્નો જોઇને તૈયાર કરી શકે છે.
www.zigya.com ઉપર log in કરીને કોઈ પણ આ સેવાનો વિનામૂલ્યે લાભ લઇ શકે છે. આપને જ્યારે રજીસ્ટ્રેશન માટે કહેવાય તો વિના-સંકોચે રજીસ્ટ્રેશન કરશો. અહી ક્યારેય પણ રજીસ્ટ્રેશનનો કોઈ ચાર્જ નથી. આપ હંમેશા માટે આ સેવા વિનામૂલ્યે વાપરી શકો છો. રજીસ્ટ્રેશન એ આપના અભ્યાસને લગતી માહિતીનો આપના માટે સંગ્રહ કરી આપની જરૂર મુજબ ફરીથી આપને આપી શકાય તે માટે જરૂરી છે.
ધોરણ 12 સાયન્સ પછીના GUJCET ટેસ્ટ માટે અલાયદી online ટેસ્ટ ની સગવડ પણ કરેલી છે. જ્યાં આપ દરેક વિષયના પ્રકરણ અનુસાર ટેસ્ટ આપીને પોતાની તૈયારી ચકાસી શકશો.
જે વિદ્યાર્થી નથી તેઓના માટે zigya બ્લોગનો અલાયદો વિભાગ છે. અહી આપ શિક્ષણ અને વર્તમાન સમાચારો તેમજ કલા અને સંસ્કૃતિ ઉપરાત જ્ઞાન વિજ્ઞાનને લગતા વિસ્તૃત blog વાંચી શકો છો. વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ zigya blog દ્વારા પોતાનું સામાન્ય જ્ઞાન વધારી શકે છે. અમોએ અહી દરેક ધોરણના અભ્યાસક્રમ અને ગુજરાત શિક્ષણ બોર્ડ ની વખતોવખતની સૂચનાઓ પણ સમાવવા પ્રત્યન કરેલ છે. આશા રાખું છું કે ગુજરાતી વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ સેવાનો મહત્તમ લાભ લેશે. આમારા પ્રયત્નોમાં આપને કોઈ ઉણપ લાગે અથવા આપ કોઈ સુચન કરવા માગતા હોવ તો વિના સંકોચે અમને [email protected] પર mail કરો. આપના સૂચનો સહર્ષ આવકાર્ય છે