ચાલુ શૈક્ષણિક વર્ષથી ગુજરાત સરકારે શૈક્ષણિક ક્ષેત્રે ઘણા મહત્વના નિર્ણયો કર્યા છે. ધોરણ–9 અને ધોરણ-11 (સામાન્ય પ્રવાહ)નો અભ્યાસક્રમ બદલાયો અને સેમિસ્ટર પદ્ધતિ રદ કરવામાં આવી. ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહના અને ધોરણ-9 ના વિદ્યાર્થીઓ હવે સેમિસ્ટરની જગ્યાએ વાર્ષિક પરીક્ષા આપશે. આ તમામ ફેરફારો માટે ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવેલ. જેમાં નવા પરિરૂપ પ્રમાણે પ્રશ્નપત્ર, ગુણભાર, બ્લ્યુ પ્રિંટ અને નમુનાના પ્રશ્નપત્ર વગેરે જેવી બાબતોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તો મિત્રો, આજે આપણે ધોરણ-9 ના ગુજરાતી વિષયની નવા પરિરૂપ પ્રમાણેની સંપૂર્ણ માહિતી વિષે જાણકારી મેળવીએ.
- માસવાર અભ્યાસક્રમ
ક્રમ |
માસ |
પ્રકરણ |
કાર્ય દિવસ |
1. |
જૂન |
1. સાંજ સમે શામળિયો – પદ્ય 2. ચોરી અને પ્રાયશ્ચિત – ગદ્ય
|
22 |
2. |
જુલાઈ |
3. પછે શામળિયોજી બોલિયા – પદ્ય 4. ગોપાળબાપા – ગદ્ય 5. ગુર્જરીના ગૃહ કુંજે
|
25 |
3. |
ઑગષ્ટ |
6. લોહીની સગાઈ – ગદ્ય 7. કામ કરે ઈ જીતે – પદ્ય 8. છાલ છોતરાં અને ગોટલાં – પદ્ય 9. પુત્રવધુનું સ્વાગત
|
23 |
4. |
સપ્ટેમ્બર |
10. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ – ગદ્ય 11. મરજીવા – પદ્ય 12. સખી માર્કંડી
|
24 |
5. |
ઓક્ટોબર |
13. રસ્તો કરી જવાના
|
21 |
6. |
નવેમ્બર |
14. વાડી પરનાં વહાલાં – ગદ્ય
|
11 |
7. |
ડિસેમ્બર |
15. ગોદ માતની ક્યાં ? – પદ્ય 16. કુદરતી – ગદ્ય 17. મારા સપનામાં આવ્યા હરિ – પદ્ય
|
26 |
8. |
જાન્યુઆરી |
18. પંગુમ લંધયતે ગિરિમ્ – હદ્ય 19. પપ્પા હવે ફોન મૂકું ? – પદ્ય 20. સમાજ સમર્પિત શ્રેષ્ઠી – ગદ્ય
|
24 |
9. |
ફેબ્રુઆરી |
21. તેજમલ – પદ્ય 22. બોળો – ગદ્ય
|
23 |
10. |
માર્ચ |
23. લઘુકાવ્યો – પદ્ય
|
25 |
11.
|
એપ્રિલ |
24. પ્રેરક પ્રસંગો – ગદ્ય
|
22 |
ક્રમ |
પ્રકરણનું નામ |
ગુણભાર |
1. |
સઘન ગદ્ય |
18 |
2. |
સઘન પદ્ય |
17 |
3. |
વ્યાકરણ |
10 |
4. |
અર્થગ્રહણ |
4 |
5. |
લેખન |
11 |
6. |
કુલ |
60 |
- નોંધ :
પ્રથમ સત્ર |
06-06-2016 થી 27-10-2016 |
દ્વિતીય સત્ર |
18-11-2016 થી 30-04-2017 |
પ્રથમ પરીક્ષા |
22-09-2016 થી 01-10-2016 |
દ્વિતીય પરીક્ષા |
30-01-2017 થી 08-02-2017 |
વાર્ષિક પરીક્ષા |
10-04-2017 થી 19-04-2017 |
પ્રથમ પરિક્ષાના પ્રશ્નપત્રના પરિરૂપ અને નમૂનાના પ્રશ્નપત્ર સહિત સંપૂર્ણ માહિતી માટે PDF File :
Click Here : Std-9-Gujarati