મહેનત માટેના અનેક સમાનર્થી શબ્દો મળે છે.
એટલું જ નહીં મહેનતનું જીવનમાં અગત્ય પણ ખાસ છે એ આપણે સૌ જાણીએ છીએ.
અહી પરિશ્રમ, ઉદ્યમ કે પુરુષાર્થ ને લગતા મહાપુરુષોના વિચારો રજૂ કર્યા છે.
અસફળતાથી ગભરાયા વગર લગાતાર પ્રયત્ન કરવાવાળા
લોકોના ખોળામાં સફળતા જાતે જ આવીને બેસી જાય છે.
– ભારવિ
પરિશ્રમ આપણને ત્રણ આફતોથી ઉગારે છે : કંટાળો, કુટેવ અને જરૂરિયાત.
– સર વૉલ્ટર
પરિશ્રમ કરવો તે પ્રાર્થના છે.
– સંત બેનેડિક્ટ
જેમ શક્તિ ઓછી તેમ મહેનત વધારે કરવી પડે.
– ફાધર વાલેસ
જેણે વધારે પરસેવો પડ્યો છે
એને ઓછું લોહી બાળવું પડશે.
– નુફાત
વારંવાર પ્રયત્ન કરવાથી
અસંભવ પણ સંભવ બની જાય છે.
– યોગવશિષ્ઠ
સાચો પ્રયાસ કદી નિષ્ફળ જતો નથી.
– વિલ્સન
આળસ શરૂઆતમાં સુખરૂપ હોય છે પણ અંતમાં, દુઃખરૂપ,
જ્યારે પુરુષાર્થ શરૂઆતમાં દુઃખરૂપ હોય છે પણ અંતમાં સુખરૂપ.
– મહર્ષિ વેદવ્યાસ
નાનપણમાં મેં જોયું કે હું કામકરતો તેમાંના દસમાંથી નવ નિષ્ફળ નીવડતાં
પણ મારે નિષ્ફળ નીવડવું નહોતું
એટલે પછી મેં દસગણુ વધારે કામ કરવા માંડ્યું.
– જ્યૉર્જ બર્નાડ શો
ધન એ અથાક મહેનતનું ફળ છે.
– લૉક
જેમ ખેતર વગર વાવેલું બી નકામું બને છે
તેવી રીતે પુરુષાર્થ વગર પ્રારબ્ધ સિદ્ધિ મેળૅવતું નથી.
– મહાભારત
કાંઈ ન કરવા કરતાં કંઈક કરવું વધારે સારું છે
કારણ કે કર્તવ્ય, કર્મ ન કરનાર જ સૌથી મોટો પાપી છે.
– ટૉલ્સટોય
હું તો પ્રયત્નને જ પરમ સાફલ્ય માનું છું.
– કનૈયાલાલ મુનશી
મહેનત એ એવી સોનેરી ચાવી છે
જે ભાગ્યનાં દ્વાર ઉઘાડી નાખે છે.
– ચાણક્ય
આળસથી કટાઈ જવા કરતાં
મહેનતથી ઘસાઈ જવું વધુ સારું છે
– એમર્સન
પરિસ્થિતિને અનુકૂળ બનાવવાના પ્રયત્નો આજ સુધી ખૂબ કર્યા,
હવે પરિસ્થિતિને અનુકૂળ બનવાના પ્રયત્ન કરતા જાવ.
– રત્નસુંદરવિજયજી
આજે જે પુરુષાર્થ છે તે જ કાલનું ભાગ્ય છે.
– પોલ શિટર
પ્રતિભા મહાન કાર્યોનો પ્રારંભ કરે છે
પણ એ પુરાં તો પરિશ્રમથી જ થાય છે.
– જૂબર્ટ
આપની પસંદના વધુ સુવિચારો અને ક્વોટ માટે અમારી ‘સુવિચાર અને વિચાર વિસ્તાર‘ બ્લોગ ચેનલ ફોલો કરો.
અહી રજૂ કરેલા ચિત્રો વધુમાં વધુ શેર કરી શકો છો તેમજ કોમેંટમાં આપનો અભિપ્રાય પણ જણાવી શકો છો.