વાયુ એટલે કે ગુજરાત હમેશા જેને એક દૂ:સ્વપ્ન સમજી ભૂલવા માગે તે ત્રાસદી બે દશક પહેલા 9 જૂન 1998 ના દિવસે ગુજરાતે ભયંકર વાવાઝોડું અનુભવેલું. અંદાજે 10,000 લોકોનો જીવ લેવાયો અને અબજોનું નુકશાન વેઠવું પડેલું.
કેશુભાઈ પટેલની ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર, વિશ્વભરના ગુજરાતીઓ અને દેશ વિદેશની સંસ્થાઓની મદદથી ગુજરાતમાં વાવાઝોડા બાદ રાહત અને બચાવ કામગીરીથી જનજીવન પુન: રાબેતા મુજબ થવામાં સમય લાગ્યો પણ ગુજરાત એ ગુજરાત છે અને ગમે તેવી આપત્તિ માથી ફરી વધુ સક્ષમ અને સમૃદ્ધ બનવું એ આપણાં લોહીમાં છે. એ વાત ફરીથી દુનિયા સમક્ષ સાબિત કરી બતાવી.
આ ત્રાસદીમાં અસરગ્રસ્ત બનેલા અને ખાસ તો જીવ ગુમાવનાર દરેકને શ્રદ્ધાંજલી અને આપત્તિ સમયે સેવા, સહાય, પરોપકાર અને ફરીથી ઊભા થવાની ક્ષમતાના ગુણો ધરાવતી ગુર્જર ધરાને અને ગુજ્જુ પ્રજાને પ્રણામ.