Press "Enter" to skip to content

શિવામ્બુ (સ્વમૂત્ર) શ્રેષ્ઠ ઔષધ તરીકે Urine Therapy

Pankaj Patel 0

શિવામ્બુ અથવા સ્વમૂત્રનો ઉપચાર ભારતીય અને પશ્ચિમ બંને જગ્યાએ પારંપારિક રીતે થતો આવ્યો છે.

અંગ્રેજીમાં શીવામ્બુ ઉપચારને Urine Therapy કહે છે અને વિશ્વના અનેક લોકો તે પદ્ધતિનો ઉપચાર કરે છે.  

આપણું શરીર કુદરતની અદભૂત રચના છે. એજ રીતે શરીરના પોતાના ઉત્પાદિત રસાયણો પણ અદભૂત છે. 

સામાન્યરીતે પેશાબ અથવા મૂત્ર એ શરીરે ત્યાગેલો વધારાના પ્રવાહીનો જથ્થો છે. જેમાં શરીરનો કચરો બહાર કાઢવામાં આવે છે. 

વધુમાં પેશાબ શરીરના તાપમાનનું નિયંત્રણ કરવા સાથે એવા રસાયણો પણ ધરાવે છે જે ઉપચાર કરવામાં ઉપયોગી થાય છે. 

પોતાના મૂત્રનો ઔષધિ તરીકે ઉપયોગ કરવાની ઉપચાર પધ્ધતિને શીવામ્બુ ઉપચાર કહે છે. 

શિવામ્બુ પ્રયોગ કરનારે જાણે લેવાનું કે એના પોતાના રોગ માટે એના પોતાના શિવામ્બુથી સારું ઔષધ બીજું કોઈ નથી.

આથી શિવામ્બુ ચિકિત્સા દરમ્યાન અન્ય કોઈ ઔષધ લેવાનું નથી.

શિવામ્બુ સાથે ઔષધ લેનારને આડ અસર થવાનો ભય રહે છે તેથી દવા બંધ કર્યા બાદ જ શિવામ્બુ પાન શરૂ કરાવવું.

(અનિવાર્ય સંજોગોમાં ડાયાબિટીસ અને હદયરોગમાં શિવામ્બુ ચિકિત્સકના માર્ગદર્શન નીચે ઔષધ સાથે શિવામ્બુ લઈ શકાય છે.)

માનવમૂત્ર ત્રણ પ્રકારનું નિવારણ કાર્ય કરે છે:

  1. તેનાથી શરીરનું અને અંગોનું શોધન થાય છે એ શરીરની શુદ્ધિ કરે છે.
  2. એનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ સ્વમૂત્રોપચારનું મહત્વનું પાસું છે. રોગ પ્રતિકારક શક્તિથી રોગને હટાવી શકાય છે.
  3. એનાથી શરીર-દર્દ વધુ પ્રાણવાયુ મેળવે છે. પ્રાણ એટલે ચેતના.  શરીરનું સમગ્ર ચેતનતંત્ર કાર્યરત બની જઈને શારીરિક ઉપરાંત માનસિક શક્તિ વધારે છે. જીવનબળ વધારે છે.

સ્વમુત્રોપચાર એટલે શું ?

એનો અર્થ એ કે રોગીએ પોતાનું મૂત્ર શિવામ્બુ પીવાનું, માલિશ કરવાની કે અન્ય રીતે ઉપચાર અર્થે વાપરવાનું. 

સ્વમૂત્રોપચારની એનેક વિધિઓ છે. તેમાં મુખ્યત્વે ૪ છે.

  1. સ્વમૂત્ર પાન
  2. સ્વમુત્ર સાથે ઉપવાસ
  3. સ્વમૂત્ર માલિશ અને પોતાં મૂકવા અથવા સ્વમૂત્રવાળી માટીની પટ્ટી મૂકવી
  4. આ ઉપરાંત શ્વમૂત્રનો એનિમા.

શિવામ્બુ પાન: 

સ્વમૂત્ર  (શીવામ્બુ) પાન એટલે રોજ પોતાનું મૂત્ર પીવું.

નાના રોગ જેવા કે તાવ, શરદી, ઉધરસ, કબજિયાત વગેરે દર્દો માટે બે દિવસના ઉપવાસ કરી આખા દિવસનું બધું જ સ્વમૂત્ર પીવાનું અને ઉકાળીને ઠંડું કરેલું પાણી પીવાનું હોય છે અને એકાદ લિટર શિવામ્બુનો એનીમા લેવો.

આ પ્રયોગથી તાત્કાલિક ફાયદો થાય છે.

ભારતીય પદ્ધતિ મુજબ પરોઢનું મુત્રપાન કરતી વખતે પ્રથમ ધારનું અને છેલ્લી ધારનું થોડું મુત્ર જવા દેવાનું છે.

જ્યારે  પશ્ચિમની પદ્ધતિમાં તે વાત જણાવેલ નથી. તેથી ઘણા મુંજવણ અનુભવે છે.

સાવચેતી રૂપે પરોઢના મૂત્રપાન વખતે ૧ – ૨ ચમચી પહેલી અને છેલ્લી ધારની જતી કરવી.

ત્યારબાદ આખા દિવસમાં તે જવા દેવાની જરૂર નથી હોતી.

પરોઢનો પહેલો પેશાબ ઉત્તમ ગણાય છે તે ખાસ પીવો.

શિવામ્બુની માત્રા દરદીએ પોતે નક્કી કરવાની રહે છે. 

મોટેભાગે એકથી દોઢ કપ (૧૫૦ થી ૨૦૦ મિલી.) મૂત્ર દિવસમાં ૩ થી ૪ વખત સહેલાઈથી લઈ શકાય છે.

કદાચ વધારે પીવાય તો નુકશાન તો છે જ નહીં.

મૂત્રપન પહેલાં અને ત્યારબાદ અડધો કલાક કંઈ ન લેવાય તે હિતાવહ છે.

જેથી શિવામ્બુ અસરકારક રીતે કાર્ય કરી શકે.

શિવામ્બુ માલિશ:

  • સ્વમૂત્રપાન સાથે શિવામ્બુ માલિસ ગંભીર અને હઠીલા રોગો માટે અનિવાર્ય છે.
  • માલિસ માટે ૨ – ૬ દિવસ જૂનો (વાસી) પેશાબનો ઉપયોગ કરવાનો હોય છે.
  • વધારે જૂનો થઇ જાય તો પણ એની ઉપયોગીત ઘટતી નથી. પણ વધે છે.
  • જૂના મૂત્રના વાસની તીવ્રતા ઘટાદવા માલિસ વખતે કપૂરનો થોડો ચૂરો નાખવો.
  • માલિસ પહેલાં મૂત્ર ભરેલી બોટલને ગરમ પાણીમાં મૂકી અગર તડકામાં મૂકી ગરમ કરવું.
  • ગરમ મૂત્રનું હલકે હાથે આખા શરીરે પગના તળિયાથી માથના વાળ સુધી હદયની દિશાથી માલિશ કરવું.
  • હાથની હથેળી તેમજ પગના તળીયા પર થોડો વધારે સમય આપવો.
  • દર્દીને પેશાબ ન આવતો હોય તો માલિશ માટે બીજા તંદિરસ્ત વ્યક્તિનો પેશાબ વાપરી શકાય.
  • જૂનો પેશાબ ઉપલબ્ધ ન હોય તો તાજો પણ વપરી શકય છે.
  • દર્દીને જ્યાં ઘા પડ્યો હોય ત્યાં માલિશ ન કરતાં જે ભાગમાં દુઃખાવો, તકલીફ અગર સોજો હોય ત્યાં પોતાં વારંવાર મુકવાથી વિશેષ લાભ થાય છે.
  • માલિશ બાદ અર્ધો એક કલાક હુંફાળા તડકામાં અગર ખુલ્લી હવામાં બેસવું.

શિવામ્બુ ઉપવાસ:

  • ઉપર અજણાવેલ હઠિલા અને અસાધ્ય રોગ મટાડવા, શિવામ્બુ ઉપવાસ એકમાત્ર શસ્ત્ર છે, એમ કહેવામાં જરાપણ અતિશયોક્તિ નથી.
  • શિવામ્બુ ઉપવાસ, અસાધ્ય લાગતાં અનેક રોગ ઝડપી અને સરળ રીતે મટાડવાનો અકસીર ઉપાય છે.
  • શિવામ્બુ ઉપવસ દરમ્યાન શિવામ્બુ અને ઉકાળીને ઠંડું કરેલ સાદા પાણી ઉપર રહેવાનું હોય છે.
  • જે દર્દી અશક્ત હોય અને ઉપવાસ ન જ કરી શકે તે પ્રવાહી આહાર જેમકે મગનું પાણી, ફળોનો રસ, નાળિયેરનું પાણી, શાકભાજીના રસ વગેરે લઈને ઉપવાસ કરી શકે છે.
  • ઉપવાસ દરમ્યાન સંપૂર્ણ આરમ અને મૌન પાળવાથી સ્વસ્થતા જળવઈ રહે છે.
  • આપણાં મૂત્રમાં વિટામેન્સ, મીનરલ્સ, હોર્મોન્સ, કીંમતી ક્ષારો અને અનેક દૈવી તત્વો હોવાથી દર્દીને ઉપવાસની અશક્તિ જણાતી નથી અને રોગમુક્તિ ખૂબ ઝડપી બને છે.

સ્વમૂત્રના અન્ય ઉપયોગો: 

એનીમા:

હઠીલા દર્દીમાં તેમજ જેને કબજિયાત રહેતી હોય તેણે ૫૦૦ ગ્રામ સ્વમૂત્ર (તાજુ અગર વાસી) અને ૫૦૦ ગ્રામ પાણી ભેગું કરીને હુંફાળું ગરમ કરી તેનો એનિમા નિયમિત અગર એકાંતરે ઉપચાર દરમ્યાન જરૂર લેવો જેથી ઝાડો સાફ આવશે અને પેટના આંતરડા મજબૂત થશે.

કાનના રોગ માટે :

કાનના દરેક પ્રકારના રોગોમાં કાનમાં તાજા અગર વાસી સ્વમૂત્રનાં ૨ ટીંપા દિવસમાં ૨-૩ વખત નાખવાથી ચોક્કસ કાનનું તેજ વધે છે.

તાજું મૂત્ર શેમાં વાપરવું?

પીવામાં, નાકના ટીંપામાં, નેત્રબિંદુ, કર્ણબિંદુ, નાસ, વરાળ શેક, કોગળા કરવામાં, પેઢા પર કે દાંત પર ઘસવામાં, દાઝ્યા કે વાગ્યા પર.

વાસી મૂત્ર શેમાં વાપરવું?

અંગ માલિશ, એનિમા, પોટિશ,

તાજુ અગર વાસી બન્નેમાંથી કોઈપણ શિવામ્બુ શેમાં વાપરી શકાય : –

કર્ણબિંદુ, દાઝ્ય ઉપર, ઘા ઉપર, એનિમા માટે, વરાળ શેક.

આપણા શરીરની નાભિ અંગે જાણવા માટે આ લેખ જરૂર વાંચો. “નાભિ – કુદરતની અણમોલ દેન” 

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *