Press "Enter" to skip to content

સંસ્કૃતિ – માનવસમાજનો બૌદ્વિક, આધ્યાત્મિક અને કલાત્મક વારસો

Pankaj Patel 0

આપણા રોજ-બરોજના જીવનમાં, વ્યવહારમાં, છાપાં અને ચેનલો ઉપર અને હવે તો સોસીયલ મીડિયામાં આપણે સંસ્કૃતિ શબ્દનો વ્યાપક ઉપયોગ કરીએ છીએ તેમજ જોઈએ – સાંભળીએ છીએ. આપણે સામાજીક પ્રાણી છીએ અને આપણી આગવી સાંસ્કૃતિક ઓળખથી સભાન પણ છીએ તેથી સંસ્કૃતિ શબ્દનો અર્થ કોઈને સમજાવવો પડે તેમ નથી. આમ છતાં, લોક સમૂહની માન્યતાનો કોઈ શબ્દનો અર્થ અને અભ્યાસની દ્રષ્ટીએ તે જ શબ્દના શાસ્ત્રીય અર્થમાં ક્યારેક ફેરફાર હોઈ શકે છે. સંસ્કૃતિ એ માત્ર શબ્દ નહી પણ પોતાનામાં એક આખું શાસ્ત્ર છે. આથી જ તેનો સમાજશાસ્ત્રીય અર્થ અને વ્યાખ્યા જાણવી સહુને રસપ્રદ લાગશે.

માનવી એક સામાજિક પ્રાણી છે. વ્યક્તિ અને સમાજ પરસ્પર સંબંધિત છે. વ્યક્તિ વિનાના સમાજની કલ્પના થઈ શકતી નથી. સમાજ વગર માનવીની સભ્યતા કે સંસ્કૃતિ અસ્તિત્વ ધરાવી શકતી નથી. સંસ્કૃતિ માનવસમાજનું આવશ્યક લક્ષણ છે. માનવીના સામાજિક સંબંધોની રચના સંસ્કૃતિ દ્વારા જ થાય છે. ધર્મ, ભાષા, રીતરિવાજો, સંસ્થાઓ, ધોરણો, મૂલ્યો, આદર્શો, કાયદા વગેરે સંસ્કૃતિનાં વિવિધ તત્વો માનવીનું સામાજિક જીવન શક્ય બનાવે છે.

સંસ્કૃતિનો અર્થ :

કોઈ એક માનવસમાજના બૌદ્વિક, આધ્યાત્મિક અને કલાત્મક વારસાને આપણે તે સમાજની સંસ્કૃતિ કહીએ છીએ. સમાજશાસ્ત્રમાં ‘સંસ્કૃતિ’ એક વિભાવના છે.

સમાજશાસ્ત્રની દ્વષ્ટિએ ‘સંસ્કૃતિ’ એટલે લાંબા સમયથી સમૂહમાં રહેતા માનવીઓએ સમાજના સભ્યો તરીકે બનાવેલી વસ્તુઓ, વિકસાવેલ સર્વમાન્ય વિચારો, માન્યતાઓ, રહેણીકરણીની અને વર્તનવ્યવહારની રીતો, સામાજિક ધોરણો અને રચનાઓનો સંગ્રહ એટલે સંસ્કૃતિ.

જીવન જીવવાની સામાન્ય કલાને સંસ્કૃતિ કહેવામાં આવે છે. જેમાં જ્ઞાતિ, માન્યતા, કલા, નીતિ, કાયદો, રિવાજ અને સમાજના સભ્ય તરીકે માનવીએ પ્રાપ્ત કરેલી યોગ્યતાઓ તથા ટેવોનો સમાવેશ થાય છે.

સંસ્કૃતિની વ્યાખ્યા :

સમાજશાસ્ત્રી મેલિનોવસ્કિએ સામાજિક શાસ્ત્રોના જ્ઞાનકોશમાં ઇ.સ. 1931 માં આપેલી સંસ્કૃતિની વ્યાખ્યા, “સંસ્કૃતિ એ વારસામાં મળેલાં ઓજારો, સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ, ટેકનિકી પ્રક્રિયાઓ, વિચારો, ટેવો અને મૂલ્યોની બનેલી છે.”

સમાજશાસ્ત્રી ટાઇલરના મત પ્રમાણે, “સમાજના સભ્ય તરીકે માનવીએ મેળવેલાં જ્ઞાન, માન્યતા, કલા, કાયદા, કાનૂન, નીતિનિયમો, રીતરીવાજો તથા અન્ય સર્વ શક્તિઓ અને ટેવોનો બનેલો સમગ્ર સંકુલ એટલે સંસ્કૃતિ.”

એલી ચિનોઈ ના મત પ્રમાણે. “સંસ્કૃતિ એ પ્રત્યેક સમાજની પોતાની આગવી જીવનશૈલી છે, જે સમાજના સભ્યોના વિચારો, લાગણીઓ અને વર્તનોને અપેક્ષિત ઘાટમાં ઢાળે છે.”

સંસ્કૃતિના પ્રકારો :

1 ભૌતિક સંસ્કૃતિ :

જે પદાર્થોને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ અને સ્પર્શી શકીએ છીએ એ બધી ‘ભૌતિક સંસ્કૃતિ’ છે. માનવીએ પોતાની જરૂરિયાતની પૂર્તી માટે સભ્યતાના પ્રારંભથી ભૌતિક વસ્તુઓનું ઉત્પાદન કર્યું છે.

સમાજશાસ્ત્રી રૉબર્ટ બર્સ્ટડે ભૌતિક સામગ્રીમાં યંત્રો, સાધનો, વાસણો, મકાનો, માર્ગો, પુલ, કલાકૃતિ, વસ્ત્રો, વાહનો, રાસરચીલું, ખાદ્યસામગ્રી, દવાઓ વગેરેનો સમાવેશ કર્યો છે.

માનવીના અસ્તિત્વમાં આ બધી ભૌતિક સામગ્રી મહત્વનો ભાગ ભજવે છે. આ સામગ્રી પ્રાપ્ત કરવા માનવી પ્રયત્નો કરે છે. જેથી બીજા માનવી સાથેના સંબંધો મજબૂત બને છે.

2 અભૌતિક સંસ્કૃતિ :

સમાજશાસ્ત્રીઓ અભૌતિક સંસ્કૃતિને ભૌતિક સંસ્ક્ર્તિના જેટલી જ અનિવાર્ય ગણે છે અને તેને વધુ મહત્વ આપે છે.

સમાજશાસ્ત્રી સોરોકીન અભૌતિક સંસ્કૃતિને ‘ભાવનાત્મક સંસ્કૃતિ’ કહે છે.

સમાજશાસ્ત્રી એલી ચિનોઇ અભૌતિક સંસ્કૃતિને બે પેટાવિભાગમાં વગ્રીકૃત કરે છે જે નીચે પ્રમાણે છે :

  • બોધનાત્મક અભૌતિક સંસ્કૃતિ : બોધનાત્મક અભૌતિક સંસ્કૃતિ એટલે કુદરતમાંથી કૃતિઓ બનાવવા માટે કોઈ એક ચોક્કસ સાધનનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગેનું જ્ઞાન.
  • ધોરણાત્મક અભૌતિક સંસ્કૃતિ : ધોરણાત્મક અભૌતિક સંસ્કૃતિ સમાજે લાદેલા નિયમો, મુલ્યો, માન્યતાઓ, વિચારો અને વસ્તુઓ અંગેના નિર્ણયોની બનેલી હોય છે.

લોકરીતિ, રૂઢિ, નિષેધ, કાયદા, લોકાચાર, રિવાજ, ફૅશન, ધર્મક્રિયા, વિધિ, શિરસ્તા, શિષ્ટાચાર, નિયમો વગેરે અગત્યના ધોરણો છે.

લોકરીતિ એટલે સમાજે સાહજિક રીતે સ્વીકારેલી અને વ્યવહારમાં પ્રચલિત બનેલી વર્તનવ્યવહારની પદ્વતિ. દા. ત., વ્યક્તિને આવકાર આપવા માટે તેને નમસ્કાર કરવા અને તેની સાથે હાથ મિલાવવા,

રૂઢિ એટલે એવી લોકરીતિ કે જેને લોકકલ્યાણની દ્વષ્ટિએ અને સમાજની નીતિમત્તાની જાળવણીની દ્વષ્ટિએ અત્યંત મહત્વની માનવામાં આવી હોય. દા. ત., સગા ભાઇ-બહેનના લગ્નને અનૈતિક ગણવાનું ધોરણ.

કાયદા એટલે રાજ્યની અદાલતે સ્વીકારેલા, અર્થઘટન કરેલા અને નિશ્વિત પરિસ્થિતિને લાગુ પડતા નિયમો. દા. ત., ભારતમાં લગ્ન અંગેના કાયદા, મિલકત અંગેના કાયદા વગેરે. કાયદાનો ભંગ કરનાર વ્યક્તિને ઠપકાથી શરૂ કરીને દેહાંતદંડ સુધીની સજા થઈ શકે છે. આ અંગે વધુ અભ્યાસ અર્થે આપ https://goo.gl/slGBTA પર log on કરી શકો છો. 

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *