આશા – નિરાશાને સાંકળીને અનેક સુવાક્યો, સુવિચારો અને મહાનુભાવો દ્વારા ઉચ્ચારાયેલ વાક્યો પ્રચલિત છે.
અહી કેટલાક ‘વિણેલાં મોતી’ રજૂ કર્યા છે.
આશા, એ ફૂલ વિના મધ બનાવનારી મધમાખી છે.
– ઈગરસોલ
આશાની છીપલીમાં જ સિદ્ધિનાં મોતી નીપજે છે.
– રવીન્દ્રનાથ ટાગોર
આશા તો આંતર સ્ત્રોત છે.
– કવિ નાનાલાલ
આશા નાસ્તાનાં રૂપમાં સારી છે. ભોજનના રૂપમાં ખરાબ.
– બેકન
આશા અમર છે. તેની આરાધના કદી પણ નિષ્ફળ નથી જતી.
– મહાત્મા ગાંધી
આશા એવો તારો છે જે રાતે અને દિવસે બન્ને વખતે દેખાય છે.
– એમ.જી.મિલ્સ
આ ઉપરાંત પણ અન્ય કેટલાક મહાનુભાવોના અવતરણો જોઈએ.
મનુષ્ય માટે નિરાશા સમાન બીજુ કોઈ પાપ નથી
એટલા માટે મનુષ્યએ આશાવાદી બનવું જોઈએ.
– હિતોપદેશ
વિષાદની ભરતીની ટોચે આશાનાં અમૃતબિંદુ તરે છે.
– ધૂમકેતુ
પ્રયત્નશીલ મનુષ્ય માટે સદાય આશા છે.
– ગેટે
જે કેવળ આશાઓ પર જીવે છે તે ભૂખે મરે છે.
– બેન્જામિન ફ્રેંકલિન
નિરાશાવાદી ધનિક કરતાં આશાવાદી ગરીબ વધારે સુખી હોય છે.
– હરિભાઈ ઉપાધ્યાય
જ્યારે કોઈ પણ વસ્તુ આશાની વિરુદ્ધ જાય છે, ત્યારે દુઃખ થાય છે.
– પ્રેમચંદ
નિરાશા નિર્બળતાનું ચિહ્ન છે.
– સ્વામી રામતીર્થ
ભગવાન જ્યારે છપ્પડ ફાડીને આપી દેવાનો હોય,
ત્યારે પણ છાપરાનાં સમારકામનાં ખર્ચ વિશે જે ચિંતા કર્યા કરે
– તે ખરો નિરાશાવાદી
– ઓશો રજનીશ
હું આશાવાદી છું, કારણ કે નિરાશાવાદી થવાથી કોઈ લાભ નથી.
– ચર્ચિલ
ફરજ એવી વસ્તુ છે કે જેની હંમેશ આપણે બીજા પાસેથી આશા રાખીએ છીએ.
– બટ્રાન્ડ રસેલ
બાવળ રોપનારા પણ ગુલાબની આશા રાખે છે.
– વ્હૉલ્ટ વિટમેન
મનુષ્ય રડતો જન્મે છે, અનેક ફરિયાદો કરતો જીવે છે અને નિરાશ થઈને મરે છે.
– સર વૉલ્ટન
મારી સલાહ માનો. તમારા નાકથી આગળ ન જુઓ.
તમને હંમેશા ખબર પડતી રહેશે કે આગળ પણ કંઈક છે.
તે જ્ઞાન તમને આશા અને અનંદથી મસ્ત રાખશે.
– જ્યોર્જ બર્નાડ શો
અમારી બ્લોગ સાઇટની નિયમિત મુલાકાત લેતા રહો અને માત્ર શૈક્ષણિક જ નહીં,
સોશિયલ મીડિયામાં શેર કરવા ગમે તેવા ગુજરાતી બ્લોગ નિયમિત વાંચતા રહો.
અહી રજૂ કરેલ સુવિચારો શેર કરી ફેલાવો કરવામાં અમારી મદદ કરશો એવી અપેક્ષા.
ઉપરાંત ધોરણ 8-12 નું શૈક્ષણિક મટેરિયલ અમારી સાઇટ પર વિનામુલ્યે ઉપલબ્ધ છે તે તો આપ જાણતા જ હશો.