NEET 2018 Exam Pattern
રાજ્યની તમામ મેડીકલ અને ડેન્ટલ કોલેજો ઉપરાંત પેરામેડીકલ કોલેજોમાં પ્રવેશ માટેની NEET – 2018 પરિક્ષા માટે પરિક્ષાને લગતી અગત્યની માહિતી નીચે મુજબ છે.
- NEET પરિક્ષા 7 મે, 2018 ના રોજ યોજાનાર છે.
- હેતુલક્ષી પ્રકારના કુલ 180 પ્રશ્નો હશે.
- પરિક્ષાનો સમય ત્રણ કલાક રહેશે.
- પ્રત્યેક સાચા જવાબના 4 ગુણ મળશે.
- પ્રશ્નપત્રમાં ચાર વિષયો એટલે કે ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્રનો સમાવેશ કરવામાં આવશે.
વિષયવાર પ્રશ્નોનું માળખું.
વિષય |
પ્રશ્નોની સંખ્યા |
ભૌતિકવિજ્ઞાન |
45 |
રસાયણવિજ્ઞાન |
45 |
વનસ્પતિશાસ્ત્ર |
45 |
પ્રાણીશાસ્ત્ર |
45 |
કુલ |
180 |
અગત્યની સૂચનાઓ:
- પ્રશ્નપત્ર કુલ 720 ગુણનુ રહેશે.
- પ્રત્યેક પ્રશ્નના 4 ગુણ રહેશે.
- પ્રત્યેક સાચા જવાબના 4 ગુણ મળશે.
- આ પરિક્ષામા ઋણાત્મક (negative) ગુણ પ્રકારનું માળખું હોવાથી, પ્રત્યેક ખોટા જવાબનો 1 ગુણ કપાશે.
- ઉમેદવાર સાચા પ્રત્યુત્તર માટે પોતે ચોક્કસ ના હોય તો સલાહ છે કે તેઓએ તેવા પ્રશ્નોના ઉત્તર આપવાનું ટાળવું જેથી સાચા જવાબના મળેલા ગુણમાંથી ખોટા જવાબના ગુણ કપાય નહી.
- ઉમેદવારે માત્ર કાળી/ભૂરી શાહીની બોલપેનથી જવાબો દર્શાવવા.