GUJCET માટે પરીક્ષા માળખું :
ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ માટે નીચે મુજબના વિષયોના બહુવિકલ્પ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નપત્રો રહેશે અને તેની સામે દર્શાવેલ પ્રશ્નો, ગુણ અને સમય રહેશે .
વિષય |
પ્રશ્નો |
ગુણ |
સમય |
ભૌતિકવિજ્ઞાન |
40 |
40 |
કૂલ – 180 મિનિટ |
રસાયણશાસ્ત્ર |
40 |
40 |
જીવવિજ્ઞાન / ગણિત |
40 |
40 |
GUJCET માટેના પ્રશ્નપત્રોનું સ્વરૂપ :
બહુવિકલ્પ પ્રકારનું હેતુલક્ષી (MCQ) પ્રશ્નપત્ર રહેશે, જવાબમાં ચાર વિકલ્પો આપવામાં આવશે, જેમાંથી એક વિકલ્પ સાચો હશે.
મૂલ્યાંકન પદ્ધતિ :
ઉત્તરપત્રિકા OMR સિદ્ધાંત આધારે ચકાસણી કરવામાં આવશે. કમ્પ્યુટર દ્વારા પ્રત્યુત્તરનું વાંચન કરી ગુણાંકન આપવામાં આવશે.
- દરેક હેતુલક્ષી પ્રશ્નોનો ગુણભાર 01 છે. પ્રત્યેક સાચા જવાબ માટે 01 ગુણ આપવામાં આવશે.
- એક હેતુલક્ષી પ્રશ્નનો ખોટો જવાબ આપેલ હોય તો 0.25 ગુણ ઓછા કરવામાં આવશે.
- એક જ હેતુલક્ષી પ્રશ્નના ચાર વિકલ્પો પૈકી વિદ્યાર્થીએ બે કે તેથી વધુ વિકલ્પો ઉપર નિશાની કરેલ હશે તો 01 ગુણ ઓછો કરવામાં આવશે.
- ઉમેદવાર સાચા પ્રત્યુત્તર માટે પોતે ચોક્કસ ન હોય તો સલાહ છે કે તેઓએ તેવા હેતુલક્ષી પ્રશ્નનો પ્રત્યુત્તર આપવનું ટાળવું કે જેથી ગુણ ઓછા થાય નહીં.
- ઉત્તરપત્રિકામાં બે જગ્યાએ પ્રશ્નપુસ્તિકાનો પ્રકાર (A, B, C, D) પ્રિન્ટ કરેલ હશે. તેમ જ ઉમેદવારે પ્રશ્નપુસ્તિકામા ઉપર પ્રિન્ટ થયેલ પ્રકાર (A, B, C, D) ચેક કરીને ઉત્તરપત્રિકા, પત્રક – 01, પ્રવેશપત્રમાં વિગતો ભરીને સહી આપેલ છે. તેથી મૂલ્યાંકન માટે ઉત્તરપત્રિકા ઉપર પ્રિન્ટેડ પ્રકાર જ આખરી ગણાશે.