JEE પરીક્ષા વર્ષ 2017 થી ગુજરાતમાં આવેલ એંજિનીયરીંગ કોલેજોમાં કેન્દ્રિય પ્રવેશ પદ્ધતિથી ભરાનાર બેઠકો માટે મેરીટ તૈયાર કરવા લેવાતી પરીક્ષા છે. આપણે સહુ જાણીએ છીએ કે અગાઉ GUJCET પરિક્ષાના મેરીટ આધારે આ બેઠકોમાં પ્રવેશ આપવામાં આવતો હતો.
હવેથી દેશભરની ઈજનેરી કોલેજો તેમજ IIT, NIIT, જેવી રાષ્ટ્રીય કક્ષાની શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવાતી JEE Mains પરિક્ષાના મેરીટ આધારે ઈજનેરી કોલેજોમાં પ્રવેશ માટે આની રાજયોની સાથે ગુજરાતે પણ સહમતી આપતા 2017 થી આ નવી પદ્ધતિ અમલમાં આવેલ છે.
જે અનુસાર રાજ્યની કોલેજોમાં JEE Mains ના પરિણામ આધારે તૈયાર થયેલ મેરિટના ધોરણે પ્રવેશ અપાશે. જ્યારે IIT, NIIT જેવી રાષ્ટ્રીય સંસ્થાઓમાં આ પરીક્ષા બાદ થતી JEE Adwanse પરિક્ષાના મેરીટ આધારે પ્રવેશ આપવાની અગાઉથી અમલમાં છે તે પદ્ધતિ ચાલુ રાખેલ છે.
આ પરીક્ષામાં નવીન પદ્ધતિ આ વર્ષે જ અમલમાં મુકાયેલ હોઈ, અને અભ્યાસ સાહિત્ય અંગ્રેજીમાં હોવાથી ગુજરાત સરકારે અને બોર્ડે પ્રશ્નબેન્કના નામથી પુસ્તકો પ્રકાશિત કરેલ છે. આ પુસ્તકો આધારિત ગુજરાતી માધ્યમની JEE ટેસ્ટ અને પ્રશ્નોત્તર આપની સમક્ષ રજૂ કરીએ છીએ. જે શિક્ષણ ક્ષેત્રે લગતા વળગતા સહુને ઉપયોગી થાય તેવી આશા છે