ઉપરના છેડે 12 × 10-3 m from Class Physics ઘન અને પ્રવાહીના ગુણધર્મો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : ઘન અને પ્રવાહીના ગુણધર્મો

Multiple Choice Questions

41.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પાણીના માધ્યમમાં 0.1 m બાજુની લંબાઇ ધરાવતી સમચોરસ પ્લેટ તેની નીચે રહેલી બીજી પ્લેટ પર 0.1 ms-1 ના વેગથી સરકે છે. જો શ્યાનતાબળ 0.002 N અને શ્યાનતા ગુણાંક 0.01 પોઈસ હોય તો બંને પ્લેટ વચ્ચેના પ્રવાહી સ્તરની જાડાઇ....... હોય.

  • 0.005

  • 0.0005

  • 0.1

  • 0.05


42.
નળમાંથી બહાર આવતું પાણી ધારા ગતિ કરીને સતત ઘટતા આડછેદનો સ્તંભ બનાવતું હોય છે. એટલે કે તે જેમ નીચે આવે તેમ આડછેદનું ક્ષેત્રફળ ઘટે છે. આ ઘટનાથી તદ્દન સાચી સમજૂતી આપતું કારણ કયું છે ?


  • જેમ પાણી નીચે આવે છે તેમ તેની ઝડપ વધે છે, માટે દબાણ ઘટતા, વાતાવરણનું દબાણ તેની ધારને સાંકડી બનાવે છે.

  • ધારના કોઈ પણ આડછેદમાંથી પસાર થતા પાણીના વહનનું દળ અચળ હોય છે. પાણી મહદંશે અદબનીય છે.માટે પાણીના વહનનો કદ-દર સમાન રહેવો જોઈએ. માટે (વેગ × આડછેદના ક્ષેત્રફક)ને અચળ બનાવવા માટે વેગ વધતા આડછેદનું ક્ષેત્રફળ ઘટે છે.
  • બહાર આવતું પાણી અંતિમ વેગ ધારણ કરવાના પ્રયત્નરૂપે પોતાનો આડછેદ ઘટાડીને ઊર્ધ્વબળ તથા અધોદિશાનાં બળોને સમતોલે છે.
  • પાણીનું પૃષ્ઠતાણ તેને સતત સાંકડું બનાવે છે.


43.
ઘર્ષણરહિત તદ્દન લીસી સપાટી પર રહેલાં પાત્રમાં પાણી ભરેલું છે. પાત્રની સામસામેની દીવાલ પર સમાન વ્યાસ ધરાવતાં બે છિદ્રો આવેલાં છે. આ છિદ્રોની ઉંચાઇનો તફાવત 10 cm છે. છિદ્રોના સમાન આડછેદનું ક્ષેત્રફળ 0.2 cmછે. હવે બંને છિદ્રોમાંથી પ્રવાહી બહાર આવતા પાત્ર પર લાગતું પરિણામી બળ પાત્રને પોતાના સ્થાનેથી વિચલિત કરે છે. પાત્રને તે જ સ્થાને સ્થિર રાખવા માટે કેટલું સમક્ષિતિજ બળ લગાડવું પડશે ?

  • 4000 dyne

  • 105 dyne

  • 2000 dyne

  • 5000 dyne


44.
સમાન ત્રિજ્યા અને સમાન લંબાઇઓ ધરાવતી બે કેશનળીઓને સમક્ષિતિજ રાખેલી છે. જ્યારે બંને કેશનળીના બે છેડાઓ વચ્ચે સમાન દબાણ—તફાવત રાખવામાં આવે ત્યારે બંનેમાં તરલ વહનનો દર છે. હવે જો આ બંનેને શ્રેણીમાં જોડવામાં આવે અને આ સંયુક્ત નળીના બે છેડાઓ વચ્ચે અગાઉ જેટલો જ દબાણ-તફાવત રાખવામાં આવે, તો હવે સંયોજનમાં તરલ વહનનો દર કેટલો હશે ?
  • 2x

  • straight x over 2
  • x

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
45.
P દબાણ તફાવતની અસર હેઠળ l લંબાઇ અને r ત્રિજ્યાની કેશનળીમાં પ્રવાહી અચળ કદના દરથી વહે છે. પ્રવાહીનું કદ V છે. આ ટ્યૂબની સાથે શ્રેણીમાં l લંબાઇની પરંતુ bold r over bold 2ત્રિજ્યાવાળી નળી જોડવામાં આવે તો તેમાં અચળ કદના દરથી વહેતા પ્રવાહીનું કદ ..... થાય. (બંને નળીઓના શ્રેણી-જોડાણના છેડાઓ વચ્ચેનો દબાણ તફાવત P અચળ ધારો.)
  • fraction numerator 17 space straight V over denominator space 16 end fraction
  • straight V over 17
  • fraction numerator 16 space straight V over denominator 17 end fraction
  • straight V over 16

46.
r ત્રિજ્યા તથા bold rho ઘનતા ધરાવતો એક ગોળાને મુક્ત પતન કરાવતા તે પાણીની સપાટીથી 10 cm ઉંચાઇ જેટલું હવામાં અંતર કાપી પાણીમાં પ્રવેશે છે. તે જ દ્વવ્યનો બનેલો પણ બમણી ત્રિજ્યા ધરાવતા અન્ય એક ગોળાને પણ મુક્ત પતન આપતાં તે h ઉંચાઇ જેટલું હવામાં અંતર કાપી પાણીમાં પ્રવેશે છે. જો પાણીના માધ્યમમાં બંને ગોળાઓ પોતાનો હવામાંનો વેગ જાળવી રાખતા હોય, તો બીએજા ગોળાએ હવામાં કાપેલું અંતર કેટલું ?


  • 160 cm

  • 40 cm

  • 80 cm

  • માહિતી અપૂરતી છે. 


47.
નળાકાર પાત્રમાં પ્રવાહી ભરી નળાકારમાં પાયામાંથી પસાર થતી ઊર્ધ્વ અક્ષને અનુલક્ષીને નળાકારને ભ્રમણ કરવા દેવામાં આવે છે. પરિણામે પ્રવાહી પાત્રની દીવાલો પાસે ઊર્ધ્વગમન કરે છે. જો પાત્રની ત્રિજ્યા 5 cm અને કોણીય વેગ 1 પરિભ્રમણ/સેકન્ડ હોય, તો પાત્રમાં પ્રવાહીના કેન્દ્રની ઉંચાઇ અને પાત્રની દીવાલ પર પ્રવાહીની ઉંચાઇનો તફાવત ....... થશે.
  • 0.5 space straight pi
  • 10 space straight pi
  • 5 space straight pi
  • 0.05 space straight pi

48.
એક નળાકાર પાત્રમાં પ્રવાહી ભરેલું છે. આ પાત્રને તેની ધરી પર પરિભ્રમણ આપતાં પ્રવાહી પાત્રની દીવાલ પર ઉંચે ચઢે છે. તો આ આ પાત્રની દીવાલની ઉંચાઇ અને પ્રવાહીના કેન્દ્રની પાત્રમાં ઉંચાઇ વચ્ચેનો તફાવત 2.0 cm છે. તો આ આપેલ પરિસ્થિતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. (પાત્રની ત્રિજ્યા = 0.04 m, bold omega = 2 rps, g = 10 ms2bold pi to the power of bold 2 = 10)
  • પ્રવાહી પાત્રમાંથી છલકાવાની અણી પણ હશે. 

  • પ્રવાહી પાત્રમાંથી છલકાઇ જશે. 

  • પ્રવાહી પાત્રમાંથી છલકાશે નહી.

  • નક્કી કહી શકાય નહી. 


Advertisement
49.
એક પાણીની ટાંકીમાં ઉપરથી y ઉંડાઇએ L બાજુના ચોરસ આકારનું છિદ્વ છે અને 4y ઉંડાઇએ R ત્રિજ્યાનું વર્તુળાકાર છિદ્વ છે. જ્યારે ટાંકીને સંપૂર્ણ ભરવામાં આવે ત્યારે એક સેકન્ડમાં બંને છિદ્વમાંથી બહાર નીકળતા પાણીનો જથ્થો સમાન છે. ત્રિજ્યા R = ........ .
  • fraction numerator straight L over denominator square root of 2 straight pi end root end fraction
  • 2 space straight pi space straight L
  • L

  • fraction numerator straight L over denominator 2 straight pi end fraction

Advertisement
50.
ઉપરના છેડે 12 × 10-3 m આંતરિક વ્યાસ ધરાવતી શિરોલંબ રહેલી એક નળીમાંથી પાણી અધોદિશામાં વહે છે. નળીનો આડછેદ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ઘટે છે. નળીના નીચેના છેડામાંથી 0.6 ms-1 ના વેગથી પાણી નીકળે છે, તો નળીના ઉપરના છેડાથી 2 × 10-1 m અંતરે નળીનો આંતરિક વ્યાસ આશરે ....... (g = 10 ms-2)

  • 9.6 × 10-3 m

  • 7.5 × 10-3 m

  • 6.4 × 10-3 m

  • 5 × 10-3 cm


C.

6.4 × 10-3 m


Advertisement
Advertisement