Chapter Chosen

ચેતનાની બદલાયેલી અવસ્થાઓ

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
નિંદ્રા અને તેની ગઢતાના તબક્કાઓ વર્ણવો. 

Advertisement
ચેતનાની વિવિધ અવસ્થાઓ વર્ણવો. 

મનોવિજ્ઞાનિકોએ ચેતનાની પાંચ વિવિધ અવસ્થાઓ દર્શાવી છે : 1. સભાન અવસ્થા, 2. બિનસભાન અવસ્થા, 3. પૂર્વસભાન અવસ્થા, 4. નિમ્નસભાન અવસ્થા અને 5. અભાન અવસ્થા.

1. સભાન અવસ્થા (Conscious State) : માનવીના જાગ્રત અવસ્થામાં સભાનતાપૂર્વક થતા તમામ પ્રકારનાં હેતુપૂર્વકનાં વર્તનો એ માનવીની ચેતનાની ‘સભાન અવસ્થા’ છે. વ્યક્તિની ચેતનાની પસંદગીયુક્ત પ્રવૃત્તિઓને મનોવિજ્ઞાનમાં ‘ધ્યાન’કહેવાય છે ‘ધ્યાન’ ચેતનાની સભાન અવસ્થાનું સૂચન કરે છે.

વાતારરણમાં રહેલાં અને ઉદ્દીપકોનો સ્સ્વીકાર કરે છે. જે ઉદ્દેપકોને ચેતના પસંદ કરે છે તે ઉદ્દીપકો પ્રત્યે વ્યક્તિ ‘ધ્યાન’ આપે છે.

વ્યક્તિ જે ઉદ્દીપકો પ્રત્યે ધ્યાન આપે છે તે ઉદ્દીપકના સંદેશાઓ જે-તે જ્ઞાનેંદ્રીયો મારફતે મગજ સુધી પહોંચે છે અને તે ઉદ્દેપકનું સભાન પ્રત્યક્ષીકરણ થાય છે. દા.ત. વાતાવરણમાં રહેલા અનેક અવાજોમાંથી વ્યક્તિ જે અવાજ પ્રત્યે ધ્યાન આપે છે તે અવજનું શ્રવણ પ્રત્યક્ષીકરણ થાય છે અને વ્યક્તિને તે અવાજ સંભળાય છે.

આમ, ધ્યાન આપવાની પ્રક્રિયા એ કોઈ પણ પ્રત્યક્ષીકરણની પૂર્વશરત છે અને તે ચેતનાની પસંદગીયુક્ત પ્રવૃત્તિ છે.

ચેતનાની આ પ્રકારની તમામ સભાન અને પસંદગીયુક્ત પ્રવૃત્તિઓ એ ચેતનાની સભાન અવસ્થાનું સૂચન કરે છે.

વ્યક્તિ જે કાંઈ પણ વર્તનો જાગૃત અવસ્થામાં, પોતાની ઈચછાથી, સભાનપૂર્વક કરે છે તે તમામ ચેતનાની સભાન અવસ્થા છે. દા.ત. ખાવું, પીવું, બોલવું, ચાલવું, દોડવું, જોવું, સંભળવું, વિચારવું વગેરે.

જાગ્રત અવસ્થામાં ઉદ્દીપકોના જે તે પ્રત્યક્ષીકરણ થાય છે તે ઉદીપકો પ્રત્યે વ્યક્તિ સભાન પ્રતિક્રિયાઓ આપે છે, તે તમામ ચેતનાની ‘સભાન અવસ્થા’ છે.

વ્યક્તિ કટોકટીભરી પરિસ્થિતિમાં ચેતનાની સભાનતાની ચરમસીમા અનુભવે છે. દા.ત. વ્યક્તિ બસમાં ચડતી હોય અને બસ ચાલુ થઈ જાય ત્યારે વ્યક્તિ અતિ સભાન બની જાય છે. કટોકટીભરી પરિસ્થિતિમાં સંપૂર્ણ સભાન અવસ્થા અનુભવાય છે.

આમ, ચેતનાની સભાન અવસ્થા એ ચેતનાની સામાન્ય જાગ્રત અવસ્થા છે.

2. બિનસભાન અવસ્થા (Non Conscious State) : ચેતનાની આ એવી અવસ્થા છે કે જે સતત સક્રિય હોવા છતાં પણ વ્યક્તિ એનાથી સભાન હોતો નથી. ચેતનાની આ અવસ્થાને ‘બિનસભાન અવસ્થા’ કહેવાય છે.

અંતરિક શારીરિક પ્રક્રિયાઓ સતત ચાલતી રહેતી હોવા છતાં વ્યક્તિ તે પ્રક્રિયાઓથી સભાન હોતો નથી. દા.ત. શરીરમાં હૉર્મોન્સના સ્ત્રાવમાં થતો ફેરફાર, લોહીમાં શર્કરાના પ્રમાણમાં થતી વધઘટ, કંઠગ્રંથિમાં ઝરતા થાઈરોક્સિનના પ્રમાણમાં થતી વધઘટ, લોહીના દબાણમાં થતો ફેરફાર લાળગ્રંથિમાંથી થતો સ્ત્રાવ વગેરે.

આ બધી શારીરિક પ્રક્રિયાઓ સુયોગ્ય રીતે ચાલ્યા કરે છે અને વ્યક્તિના શરીરનું સંતુલન અપોઅપ આ પ્રક્રિયાઓ દ્વારા જળવાઈ રહે છે.

આંતરિક શારીરિક પ્રક્રિયાઓનાં આયોજનપૂર્વકના થતા આપોઆપના નિયમનથી વ્યક્તિ બિલકુલ સભાન હોતી નથી. આ તમામ પ્રક્રિયાઓ ચેતનાની ‘બિનસભાન અવસ્થા’ છે.

શરીરની બધી આંતરિક પ્રક્રિયાઓથી સામાન્ય સંજોગોમાં વ્યક્તિ સભાન હોતી નથી, પરંતુ જ્યારે તેની અસરોનાં અમુક લક્ષણો પ્રગટ થાય છે ત્યારે વ્યક્તિ તેનાથી સભાન બને છે. દા.ત. લોહીમાં શર્કરાના પ્રમાણની વધઘટનો ખ્યાલ ડાયાબિટીસનો દર્દી અનુભવે છે. લોહીના દબાણમાં વધઘટ થાય છે ત્યારે દર્દીને તે લક્ષણોનો અનુભવ થાય છે અને દર્દીને ખ્યાલ આવે છે કે તેનું બી.પી.માં વધઘટ થઈ રહ્યું છે.

આંતરિક શારીરિક પ્રક્રિયાઓ જે સતત ચાલ્યા કરે છે અને જેની અસરો સિવાય વ્યક્તિ જેનાથી સભાન હોતી નથી તે તમામ ક્રિયાઓ ચેતનાની ‘બિનસભાન અવસ્થા’ છે.

3. પૂર્વસભાન અવસ્થા (Pre Conscious State) : ચેતનાની આ અવસ્થામાં વિગતોનું થોડાક પ્રયત્નને અંતે પુનરાવહન કરી શકાય છે, તેને ચેતનાની ‘પૂર્વસભાન અવસ્થા’ કહેવામાં આવે છે.

કેટલીક વિગતો સ્મરણમાં છે તેની સ્પષ્ટ ખાતરી હોવાં છતાં વ્યક્તિ ઈચ્છિત સમયે તેને સભાન અવસ્થામાં લાવવામાં મુશ્કેલી અનુભવે છે, પરંતુ શાંતચિત્તે મનને થોઢું એકાગ્ર કરીને યાદ કરવાનો પ્રત્યન કરતાં જ તે વિગતોની પુનઃપ્રાપ્તિ કરવા માટેની ખૂટતી કડી મળી જતાં તે વિગતો તરત જ યાદ આવી જાય છે. આવી વિગતો ચેતનાની ‘પૂર્વસભાન અવસ્થા’ સુચવે છે. ચેતનાની પૂર્વસભાન અવસ્થા ‘હૈયે છે પણ હોઠે નથી’ એ પરિસ્થિતિનું સુચન કરે છે.

પૂર્વસભાન અવસ્થા એ ચતનાનું સભાનતાથી અભાનતા તરફ લઈ જનારું પ્રથમ સ્તર છે. જ્યાંથી વ્યક્તિના થોડાક સભાન પ્રયત્નોના અંતે વિગતો સભાન અવસ્થા સુધી આવી શકે છે. આને ચેતનાની ‘પૂર્વસભાન અવસ્થા’ કહેવામાં આવે છે.

4. નિમ્ન સભાન અવસ્થા (Subconscious State) : પૂર્વસભાન અવસ્થા પછીનું અને સભાન અવસ્થાથી અભાન અવસ્થા તરફનું ચેતનાનું બીજુ સ્તર એ ‘નિમ્નસભાન અવસ્થા’ છે.

સામાન્ય રીતે વ્યક્તિઓ ચેતનાની અભાન અને નિમ્નસભાન અવસ્થાને એકબીજાના સમાનાર્થી તરીકે ઉપયોગમાં લે છે, પરંતુ વાસ્ત્વમાં મનોવિજ્ઞાનિક દ્દષ્ટિએ બંને વચ્ચે તફાવત છે.

ચેતનાની નિમ્નસભાન અવસ્થાનું મુખ્ય લક્ષણ એ છે કે તેમાં વ્યક્તિ સંપૂર્ણપણે સભાન પણ હોતી નથી અને સંપૂર્ણપણે અભાન પણ હોતી નથી. દા.ત. સ્વપ્ન અને આપમેળે થતી કેટલીક ટેવરૂપ ક્રિયાઓ જેમ કે ડ્રાઈવિંગ. આ બંને ક્રિયાઓ વખતે વ્યક્તિ સંપૂર્ણ સભાન પણ હોતી નથી અને સંપૂર્ણ અભાન પણ હોતી નથી. આથી આવી ક્રિયાઓ ચેતનાની ‘નિમ્નસભાન અવસ્થા’ સૂચવે છે.

5. અભાન અવસ્થા (Unconscious State) : સભાન ચેતનથી સૌથી દૂરનું અને ચેતનાનું અતિ ઊંડાણનું સ્તર એ ચેતનાની ‘અભાન અવસ્થા’ છે.

મનોવિજ્ઞાનિક ડૉ. સિગ્મંડ ફ્રોઈડે સૌપ્રથમ અચેતન મનનો ખ્યાલ રજૂ કર્યો હતો. આ ‘અચેતન મન’ એ ચેતનાની ‘અભાન અવસ્થા’નું સૂચન કરે છે.

ડૉ. ફ્રોઈડેના મત મુજબ પાણીમાં ડૂબેલો રહે છે અને માત્ર 10% ભાગ જ પાણીની બહાર દેખાય છે. આ જ પ્રમાણે માનવીનાં વર્તનમાં 90% વર્તનો અભાન અથવા અચેતન મન દ્વારા નિયંત્રિત થાય છે. જેનાથી વ્યક્તિ સંપૂર્ણ અજાણ હોય છે. માનવીનાં વર્તનનાં માત્ર 10% વર્તનો જ સભાન પ્રેરકોથી દોરવાયેલા હોય છે.

આમ, માનવીનાં 90% વર્તનો પાછાળનાં સાચાં કારણોથી વ્યક્તિ અજ્ઞાત હોય છે. વ્યક્તિને ખબર ન હોય તે રીતે વ્યક્તિના વર્તનને ગતિ અને દિશા આપવાનું કાર્ય અભાન ચેતન કરે છે.

અભાન માનસિક અને વાર્તનિક પ્રક્રિયાઓનું ચેતના દ્વાર નિયમન એ ચેતનાની ‘અભાન અવસ્થા’ છે.


Advertisement
ચેતનાની વ્યાખ્યા આપી, તેની સમજૂતી સ્પષ્ટ કરો. 

ચેતના અંગેનો ભારતીય વિચાર વર્ણવો. 

‘સ્વપ્ન’ વિશેના મૂળભૂત પ્રશ્નોની ચર્ચા કરો. 

Advertisement