Chapter Chosen

પ્રેરણા અને આવેગ

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
પ્રેરણા એટલે શું ? પ્રેરણા ચક્રની સમજૂતી અપો. 

કોઈ પણ બે મનોસામાજિક પ્રેરણાની ચર્ચા કરો. 

આવેગનો અર્થ આપી, તેના પ્રકારો સ્પષ્ટ કરો.

શારીરિક પ્રેરણા સંદર્ભે કોઈ બે પ્રેરણા સમજાવો. 

Advertisement
આવેગ નિયમનની પદ્ધતિઓ સ્પષ્ટ કરો. 

જેમ આવેગો વિનાનું જીવન શુષ્ક અને નીરસ બની જાય અને જિંદગી જીવવા જેવી ન લાગે તેમ આવેગોનું પ્રમાણ વધી જાય ત્યારે આવેગોને પ્રમાણસર કરવાની જરૂર ઊભી થાય છે. આવેગોને પ્રમાણસર બનાવવાના પ્રયત્નોને ‘આવેગ નિયમન’ તરીકે ઓળખાય છે.

આવેગ નિયંત્રણનો અર્થ : આવેગ નિયંત્રણ એટલે આવેગોની અનુભૂતી તેમજ અભિવ્યક્તિ પર કાબૂ મેળવવો. આવેગ નિયંત્રણથી વ્યક્તિને માનસિક શક્તિના વિકાસની, ધ્યાન કેન્દ્રીત કરવાની તથા વિપરીત સંજોગોમાં પણ સુખ અને સમતુલા જાળવવાની તાલીમ મળે છે. તેનાથી વ્યક્તિ વિધાયક વિચાર, ‘સ્વ’ નિયંત્રણ, તનાવને હળવો કરવાનું અને પોતાના વિશેના ખ્યાલોને સુધારવાનું શીખી શકે છે.

યોગ્ય સમયે, યોગ્ય પરિસ્થિતિમાં જરૂરિયાત જેટલો આવેગ વ્યક્ત કરવો અથવા કેટલીક વાર જરા પણ આવેગ વ્યક્ત ન કરવો તે આવેગિક-ક્ષમતાનું સમર્થ્ય છે.

આવેગ નિયંત્રણની જરૂરિયાત : તીવ્ર સ્વરૂપમાં અને વારંવાર આવેગની અનુભૂતી વ્યક્તિના સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે. નિષેધક અથવા વિધાયક આવેગ પણ વગેરે પણ નુકશાન પહોંચાડી શકે છે.

તીવ્ર આવેગની અનુભૂતિન કારણે થતા શારીરિક ફેરફારો આંતરિક વ્યવસ્થાને ખોરવી નાંખે છે. આંતઃસ્ત્રાવી ગ્રંથીઓમાંથી થતા સ્ત્રાવના પ્રમાણમાં વધઘટ થવાથી શરીરના અવયવોની કાર્યક્ષમતા અને સંચાલનમાં અવરોધ પેદા થાય છે.

અત્યંત આઘાત કે આનંદ બંને હદયરોગનો હુમલો લાવી શકે છે. અતિશય ક્રોધમાં મગજની નસો ફાટી જવાની કે મૃત્યુ થવાની શક્યતા રહે છે. સતત ભય કે ઉત્તેજનાના પરિણામે પાચનક્રિયાને અસર પહોંચે છે. આથી આવેગનો અતિરેક ટાળવો જોઈએ.

શ્રીમદ ભગવદગીતાના બીજા અધ્યાયમાં આવેગ માટેની ઉચ્ચતમ કક્ષાને ‘સ્થિતપજ્ઞતા’ તરીકે ઓળખાવી છે. જેનો મોહ નષ્ટ થયો છે, જેણે સંગદોષ જીત્યો છે, જેની કામવાસનાઓ નાશ પામી છે અને જે સુખદુઃખના દ્વન્દ્ધોથી પર છે તે ‘સ્થિતપ્રજ્ઞ’ છે.

વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિમાં વધુ પડતો સુખી કે દુઃખી થતો નથી, વિચલિત થતો નથી તે આવેગથી થતા નુકશાનને અટકાવી શકે છે.

આવેગના નિયમનની પદ્ધતિઓ : વ્યક્તિ જો સ્વાભાવિક રીતે ઉછર્યો હોય, સહજ જીવન જીવતો હોય, તો તેને ખાસ પ્રયત્નો દ્વારા આવેગ નિયમનની જરૂર પડતી નથી. તેના વ્યક્તિત્વ ઘડતરમાં આવેગોનો વિકાસ સ્વાભાવિક ક્રમમાં એવી રીતે થાય છે કે ઉંમર વધવા સાથે નિયમન પણ આપોઆપ થતુ જાય છે. પરંતુ આધુનિક સમયમાં માનવીનું વર્તન સ્વાભાવિક રીતે વિકસતું રહે એવું બનતુ નથી. પરિણામે વ્યક્તિમાં આવેગોનું સમતુલન જળવાતુ નથી, જેથી નિયમનની સમસ્યા ઊભી થાય છે. આવી સમસ્યાને હલ કરવા આવેગિક આંકની બાબતમાં પાયાનું કાર્ય કરનાર ડેનિયલ ગોલમૅને આવેગિક નિયમન કે વ્યવસ્થાપન માટે ચાર પદ્ધતિઓ દર્શાવી છે.

1. ‘સ્વ’ જાગૃતિ, 2. ‘સ્વ’ વ્યવસ્થાપન, 3. સામાજિક જાગૃતિ, 4. સામાજિક કુશળતા.

જુદા જુદા મનોવૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલા આવેગ નિયમનની પદ્ધતિઓ નીચે મુજબ છે.

1. ‘સ્વ’ જાગૃતિમાં વધારો : ‘સ્વ’ જાગૃતિ એ આવેગ નિયમન અને ‘સ્વ’ વિકાસ માટે અત્યંત મહત્વની બાબત છે, ‘સ્વ’ જાગૃતી માટે પોતાના વિચાર, લાગણી, વર્તન, શક્તિઓ, મર્યાદાઓ વગેરે જાણવા ખૂબ જરૂરી છે. ‘સ્વ’ જાગૃતિ અને ‘સ્વ’ સમજણ દ્વારા આવેગોનું નિયમન કરવું ખૂબ સરળ બને છે.

2. આત્મનિરિક્ષણ કરવું : દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં થોડા થોડા સમયે બનતી ઘટનાઓના સંદર્ભમાં આત્મનિરીક્ષન કરવું જોઈએ. જીવનમાં બનતી દરેક ઘટનાઓનું તટસ્થપણે નિરીક્ષણ કરવું જરૂરી છે. અમુક પરિસ્થિતીમાં અથવા અમુક ઘટનાના પ્રસંગે વ્યક્તિએ કઈ રીતે વર્તન કર્યું હતુંં. તેનું આત્મનિરીક્ષણ કરવું જોઈએ. આત્મનિરીક્ષણ કરવાથી આવેગ નિયમન શક્ય બને છે.

3. સમય દર્શન સામ્યક વ્યવહાર : સમાજમાં બનતી બધી ઘટનાઓનું અને દરેક પરિસ્થિતિઓનું સમતાપૂર્વક નિરીક્ષણ કરવાથી વ્યક્તિને અને દરેક નિયમનમાં ખૂબ મદદ મળે છે. શાંત ચિત્તે વિચાર કરીને વ્યવહાર કરવાથી આવેગ નિયમન સરળ બને છે.

4. સ્વયંનો આદર્શ બની રહેવું : ગૌતમ બુદ્ધના ઉપદેશ અનુસાર, ‘પોતાનો દીપક સ્વયમ્ પોતે જ બંવું.’ વ્યક્તિએ પોતાના જીવનના અનુભવોમાંથી શીખીને પોતાના આદર્શરૂપ બની આત્મનિયમન કેળવવાનું છે.

5. ઘટનાનું બૌદ્ધિક અને વિધાયક મૂલ્યાંકન : જીવનમાં બનતી બધી ઘટનાઓનું બૌદ્ધિક રીતે અને વિધાયક દ્ષ્ટિષ્ટિકોણ રાખીને મૂલ્યાંકન કરવું જોઈએ. કીવનમાં મળેલી નિષ્ફળતાઓથી વિચલિત થયા વિના વિધાયક દ્દષ્ટિકોણ રાખી તે નિષ્ફળતાને સફળતાની ચાવી બનાવવી જોઈએ.

6. સર્જનાત્મક બનો : વ્યક્તિએ પોતાને રસ હોય તેવી પ્રવૃત્તિઓમાં જોડાઈને પોતાનો સમય સર્જનાત્મક રીતે પસાર કરવો જોઈએ. આમ કરવાથી માનસિક શાંતિ મળશે અને આવેગ નિયમન સરળ બને છે.

7. સુખદ સામાજિક સબંધો કેળવવા : વ્યક્તિએ જીવનમાં સાચા અને સારા મિત્રોની પસંદગી કરી સામાજિક સબંધો કેળવવા જોઈએ. આ ઉપરાંત અન્ય સામાજિક વર્તૂળો સાથે સુખદ સામાજિક સબંધો સ્થાપવા જોઈએ. આમ કરવાથી આવેગ નિયમનમાં સહાય મળે છે.

8. પરાનુભૂતિ કેળવવી : વ્યક્તિએ સ્વાર્થ વૃત્તિનો ત્યાગ કરી પરોપકારની વૃત્તિ કેળવવાથી માનસિક શાંતિ મળે છે અને આવેગ નિયમન સરળ બને છે.

9. સામાજિક સેવામાં સહભાગીદારી : વ્યક્તિએ પોતાના જીવનમાં ભલાઈ અને સામાજિક સેવાનો આદર્શ કેળવવો જોઈએ. સતત પ્રવૃત્તિવાળા જીવનમાંથી થોડો ફુરસદનો સમય કાઢી સામાજિક સેવાનું કાર્ય નિઃસ્વાર્થ ભાવે કરવું જોઈએ. આમ કરવાથી જીવનમાં શુખ, શાંતિ અને સંતોષની લાગણી જન્મે છે. આ પ્રકારની લાગણે આવેગ નિયમન કેળવવામાં ખૂબ મદદરૂપ બને છે.

આમ, ઉપર જણાવેલી પદ્ધતિઓ ‘સ્વ’ વિકાસ અને ‘સ્વ’ નિયમનમાં સહાયક બને છે.


Advertisement
Advertisement