Chapter Chosen

માનવવિકાસ

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
એરિક એરિક્સનના જીવન વિકાસના તબક્કાઓ સમજાવો. 

અમેરિકન મનોવૈજ્ઞાનિક એરિક એરિક્સનનો સામાજિક અવસ્થાઓનો સિદ્ધાંત ફ્રોઈડના ખ્યાલો પર આધારિત છે. તેમણે જાતીયતા કરતાં વ્યક્તિ અને સમાજ વચ્ચેની આંતરક્રિયાને વધારે મહત્વ આપ્યું છે. વ્યક્તિના વિકાસની પ્રક્રિયા તેના સમગ્ર જીવનકાળ દરમિયાન ચાલે છે. વ્યક્તિનો સમાજ કેવી રીતે સંતોષે છે વગેરે બાબતોને ધ્યાનમાં રાખી તેમણે મનોસામાજિક વિકાસની પ્રક્રિયાને આઠ તબક્કાઓમાં વહેંચવામાં આવી છે.

1. વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ : બાળક તેના જીવનના પ્રથમ વર્ષમાં વિશ્વાસ કે અવિસ્વાસની લાગણી વિકસાવવામાં મુશ્કેલી અનુભવે છે. બાળકની વિશ્વાસ કે અવિશ્વાસની ભાવનાનો વિકાસ તેની શારીરિક સગવડની લાગણી અને ભયની લાગણી પર આધારિત છે.

માત-પિતા દ્વાર તેની શારીરિક જરૂરિયાતો અને સગવડો સંતોષકારક રીતે પૂર્ણ થાય તો બાળકમાં વિશ્વાસની ભાવના વિકસે છે. પણ જો માતા-પિતા બાળકોની જરૂરિયાતો અને સગવડો પૂર્ણ ન કરે, તો તેમના મનમાં ભય અને અસલામતી જન્મે છે. તેથી તેમનામાં અવિશ્વાસની લાગણી વિકસે છે.

2. સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અને શંકા : બાળક તેના જીવનના બીજા વર્ષની શરૂઆતથી જ સ્વાયત્તતાનો ભાવ અનુભવે છે. પોતે સ્વતંત્ર વ્યક્તિ છે તે ખ્યાલ સાથે તે પોતાની કાળજી રાખવાનું શીખે છે.

આ સમય દરમિયાન બાળકને જો કડક શિક્ષા કરવામાં આવે, તો બાળકના વિકાસ પર તેની માઠી અસર પડે છે. દા.ત. બાળકને માતાનું દૂધ છોડાવવાની ક્રિયા, મળમુત્ર વિસર્જનની ક્રિયા, કપડાં પહેરાવવાની બાબતમાં જોહુકમી, તેમજ બાળકને સતત સુચનાઓ દ્વારા તણાવમાં રાખવામાં આવે તો તે શરમાળ, સંકોચશીલ અને શંકાશીલ બને છે અંને બાળકોનો વિકાસ અવરોધાય છે.

3. પહેલવૃત્તિ વિરૂદ્ધ દોષની લાગણી : ત્રીજા તબક્કામાં બાળક બાલમંદિરમાં જતું થાય છે. બાળક પોતાના કુટુંબના વાતાવરણમાંથી બહાર તદ્દન નવા અને અજાણ્યા સામાજિક વાતાવરણમાં પ્રવેશે છે.

જગતના વિશાળ સામજિક વાતાવરણ સાથે તેની આંતરક્રિયાની શરૂઆત થાય છે. સામાજિક જીવનના નવા નવા પડકારોનો બાળકે સામનો કરવો પડે છે.

શાળામાં જતા બાળકે પોતાની વસ્તુઓ વૉટરબેગ, નાસ્તાનો ડબો, બૂટ-ચંપલ વગેરે સાચવવાની કાળજી રાખવી પડે છે. આથી બાળકના વ્યક્તિત્વમાં ચપળતા અને હેતુપૂર્વકનું વર્તન સ્થાપિત થાય છે. બાળકમાં જવાબદારીની ભાવના, પહેલ કરવાની વૃત્તિ અને પોતાની સમસ્યાઓને પોતાની રીતે ઉકેલવાની વૃત્તિનો વિકાસ થાય છે.

આ સમયગાળા દરમિયાન માતા-પિતાએ બળકની પ્રવૃત્તિઓમાં વિક્ષેપ પડ્યા વગર નિરીક્ષણ કરવું જોઈએ અને જરૂરી માર્ગદર્શન આપવું જોઈએ. બાળકનું વધુ પડતું નિયંત્રણ કરવાથી તેમનામાં દોષની લાગણી જન્મે છે.

4. ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા : બાળક પ્રાથમિક શાળામાંં આવે ત્યારે આ તબક્કાની શરૂઆત થાય છે. આ તબક્કામાં બાળકે અક્ષરજ્ઞાન અને નવું તેમજ બૌદ્ધિક પ્રયુક્તિઓ પ્રાપ્ત કરવાના હોય છે. બાળક અપેક્ષા મુજબની ક્ષમતા કે પરિણામ પ્રાપ્ત ન કરે તો તેનામાં લઘુતાગ્રંથિ આવે છે.

આ સમય દરમિયાન શિક્ષકનું કાર્ય ઉમદા અને જવાબદારીભર્યું હોવું જોઈએ. શિક્ષકે બાળકમાં આત્મ વિશ્વાસ પ્રગટે તેની કાળજી રાખવી જોઈએ. બાળકમાં પોતાની જાત પ્રત્યેનો વિશ્વાસ અને સક્ષમતા કેળવાવી જોઈએ.

5. ‘સ્વ’ ઓળખ વિરૂદ્ધ ભૂમિકા અંગે ગૂંચવાડો : આ તબક્કો મુગ્ધાવસ્થામાં પ્રવેશવાનો છે. જેને મનોવૈજ્ઞાનિકો ‘તોફાન અને દબાણનો સમયગાળો’ કહેવામાંં છે. બાળકના વ્યક્તિત્વની ઓળખ અને ભવિષ્યના જીવન વિશેના પ્રશ્નો તેમના મનમાં ઉપસ્થિત થાય છે.

આ તબક્કે બાળકને માતા-પિતાનું સાચું માર્ગદર્શન મળવું જોઈએ. માતા-પિતા સ્વસ્થ અને અનુભવી હોવાથી મુગ્ધાવસ્થામાં બાળકે ભજવવાની ભૂમિકાઓ અંગે યોગ્ય માર્ગદર્શન આપી શકે છે. જો આમ ન થાય, તો બાળકની નિષ્ફળતા તેને વધુ અનિર્ણિત સ્વભાવવાળું બનાવે છે.

6. આત્મીયતા વિરૂદ્ધ એકલવાયાપણુ : યુવાનીની અવસ્થામાં તેને જુદી જુદી વ્યક્તિઓ સાથે આંતરક્રિયા થાય છે. આ સમયગાળામાં યુવાન અત્મીયતા કે એકલવાયાપણાની લાગણી અનુભવે છે. તે કુટુંબની બહાર આત્મીય સબંધો વિકસાવવાનો અને તંદુરસ્ત સંબંધો જાળવવાનો પ્રયત્ન કરે છે. જો આ પ્રયતત્નોમાં તેને સફળતા મળે તો તેનામાં આત્મીયતા વિકસે છે, પરંતુ જો નિષ્ફળતા મળે તો તેનામાં એકલવાયાપણાની ભાવના સ્થિર થાય છે.

7. ઉત્પાદકતા વિરૂદ્ધ નિષ્ક્રિયતા : યુવાનીનો તબક્કો વિતાવ્યા પછી વ્યક્તિ વ્યવસાયમાં સ્થિર થવા કોશિશ કરે છે. તે યુવાનો અને સમવયસ્કો સાથે સ્થિર સંબધો વિકસાવીને પોતાનું જીવન હેતુપૂર્ણ બને તેવી કોશિશ કરે છે. જો એ પ્રયાસોમાં તેને સફળતા મળે તો તેનામાં ઉત્પાદકતા વધે છે, પરંતુ જો ઈ પ્રયાસોમાં તેને નિષ્ફળતા મળે તો તે નિષ્ક્રિયતા તરફ વળે છે. યોગ્ય ધંધા માટે યોગ્ય વ્યક્તિ અને યોગ્ય વ્યક્તિ માટે યોગ્ય ધંધો કાર્ય-સંતોષ જન્માવે છે.

8. સુગ્રથિતતા વિરૂદ્ધ હતાશા : જીવનની પાછલી અવસ્થામાં વ્યક્તિ પ્રવૃત્તિથી નિવૃત્ત થાય છે. તે પોતે પસાર કરેલા જીવનનું સરવિયું કાઢે છે. જો પ્રાપ્ત કરેલી સફળતા-નિષ્ફળતામાં સફળતાનું પાસું વધારે સારું હોય, તો તે જીવન પ્રત્યે સંતોષની અનેરી લાગણી અનુભવે છે. પરંતુ જો નિષ્ફળતાનું પાસું વધારે હોય, તો તે નકારાત્મક લાગણી અને હતાશા અનુભવે છે.

ઉપરના તબક્કામાં આવતા પડકારોને કાયમ હકારાત્મક અભિગમથી ઉકેલી શકાય નહિ. કોઈ પણ પરિસ્થિતિ હંમેશા બે પ્રકારના ભાવ ઉત્પન્ન કરે છે. હકારાત્મક અને નકારાત્મક. જો પદકારોનો સામનો તંદુરસ્તપણે કરવામાં આવ્યો હોય, તો હકારાત્મક લાગણીનું આધિપત્ય રહે છે.


Advertisement
જીન પિયાજેના બોધાત્મક વિકાસના તબક્કાઓ સમજાવો. 

વૃદ્ધિ એટલે શું ? વિકાસ અને પરિપક્વતાની સમજૂતી આપો. 

વિકાસને અસર કરતાં પરિબળો તરીકે ‘વારસા’ને સવિસ્તર વર્ણવો. 

ફ્રોઈડનો મનોજાતીય વિકાસનો સિદ્ધાંત વર્ણવો.

Advertisement