Chapter Chosen

વ્યક્તિત્વ

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
વ્યક્તિત્વનો અર્થ આપી, વ્યક્તિત્વનો પ્રકારલક્ષી અભિગમ સમજાવો. 

Advertisement
વ્યક્તિત્વનો મનોત્યાગાઅત્મક અભિગમ સમજાવો. 

મનોત્યાગાત્મક અભિગમ વ્યક્તિત્વના માપનનો સૌથી પ્રચલિત અભિગમ છે.

આ અભિગમમાં વ્યક્તિના જીવનના સંઘર્ષો, પરિવર્તનો અને વ્યક્તિ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

આ અભિગમમાં સિગ્મંડ ફ્રોઈડનો ફાળો નોંધપાત્ર છે. તેના મનોવિશ્ર્લેષણાત્મક વ્યક્તિત્વ સિદ્ધાંતે મનોવિજ્ઞાનિકો, સામાન્ય વ્યક્તિઓ, સમાજ શાસ્ત્રીઓ, ચિંતકો, સાહિત્યકારો અને કલાકારો પર પણ પ્રભાવ પાડ્યો છે.

ફ્રોઈડેના મતે વ્યક્તિત્વની મૂળભૂત પ્રેરણાઓ સથે સંકળાયેલા વિચારોને તેનું અજ્ઞાતમન છૂપાવી રાખે છે, કારણ કે એ વિચારો સમાજમાન્ય નથી. આથી વ્યક્તિના જ્ઞાતમાં સંઘર્ષો ઊપજાવે છે.

વ્યક્તિએ પોતાના અજ્ઞાત આવેશોને કાં તો સમાજ માન્ય રીતે વ્યક્ત કરવા જોઈએ અથવા પ્રગટ થતા રોકવા જોઈએ. માનવી આવ આવેશોને સ્વપ્નામાં, દિવાસ્વપ્નમાં, વિસ્મરણ વડે અથવા ભૂલો વડે વ્યક્ત કરે છે. આવા દમનયુક્ત આવેશોને ઓળખવા વ્યક્તિએ મુક્ત વિચારધારાનો, સ્વપ્નોનો કે ભૂલોનો અભ્યાસ કરવો જોઈએ.

મનોવિશ્ર્લેષ ઉપચાર પદ્ધતિમાં અજ્ઞાતમાં દમન કરેલા વિચારો, પ્રેરણાઓ કે મનોવલણોને બહાર લાવવામાં આવે છે. દર્દી માનસિક શાંતિ અનુભવે છે અને આવા વિચારોનું રોજના જીવન સાથે સંકલન કરી શકે છે.

ફ્રોઈડેના મત મુજબ વ્યક્તિના ત્રણ વિભાગો છે : 1. તત્, 2. અહમ, 3. અધિઅહમ. આ ત્રણ નરી આંખે જોઈ શકાય એવા નક્કર પદાર્થો નથી. શરીરમાં તેમનું કોઈ સ્થાન નથી. વ્યક્તિના વર્તનમાં પ્રગટ થતાં આ ત્રણ મનોવૈજ્ઞાનિક પરિબળો છે.



1. તત્ : વ્યક્તિત્વનો આ ભાગ પ્રાથમિક જરૂરિયાતો, જાતીય ઈચ્છાઓ અને આક્રમકતાના આવેગોને સંતોષવાનુંં કાર્ય કરે છે. તે સંપૂર્ણપણે અજ્ઞાત કે અજાગૃત હોય છે. તે હંમેશા સુખસિદ્ધાંતને અનુસરે છે. તેનું મુખ્ય કાર્ય શારીરિક જરૂરિયાતોના કારણે ઊભી થતી માનસિક તાણને દૂર કરવાનુંં હોય છે. કોઈ પણ રીતે શારીરિક જરૂરિયાતોને સંતોષવામાં તેને રસ છે. તે પ્રતિક્ષેપો અને પ્રાથમિક ક્રિયાઓ વડે પોતાનું કાર્ય કરે છે. તે સંપૂર્ણપણે આત્મકેન્દ્રી, અહમભાવી, ઉદ્ધત અને પાશવી છે.

2. અહમ : તે ઈચ્છામાંથી વિકાસ પામે છે. તે શક્ય હોય તેટલું વધુ સુખ મેળવવા પ્રયત્ન કરે છે અને દૂઃખની પીડાને શક્ય હોય તેટલી ઘટાડવાનો પ્રયત્ન કરે છે. તે તતની પાશવી વૃત્તિઓ પર લગામ રાખવાનું અને વાસ્તવિકતાને અનુસરી તેને જવાબદારીપૂર્વક વર્તન માટે દોરવાનું કામ કરે છે.

3. અધિઅહમ : અધિઅહમને આદર્શો સાથે સબંધ છે. સમાજ વ્યક્તિ પાસે જે ઈચ્છનીય વર્તનની અપેક્ષાઓ રાખે છે તેવી અપેક્ષાઓને અધિઅહમ મહત્વ આપે છે. જો માનવી સમાજની અપેક્ષાઓ પ્રમાણે વર્તન કરવમાં ઊણો ઉતરે, તો અધિઅહમ તેનામાં દોષની લાગણી જન્માવી તેને સજા કરે છે. તે અંતરાત્માને વર્તનનાં મુલ્યો, આદર્શો, નીતિ વગેરે તરફ અભિમુખ કરવાનું કામ કરે છે.

ફ્રોઈડેના મતે વ્યક્તિત્વ વિકાસન અમુખ્ય બે તબક્કાઓ છે : 1. પૂર્વ લિંગ તબક્કો, 2. પૂર્ણ લિંગ તબક્કો.

પૂર્વ લિંગ તબક્કાની ત્રણ અવસ્થાઓ છે : 1. મુખ અવસ્થા, 2. ગુદા અવસ્થા, 3. લિંગ અવસ્થા.

પૂર્ણ લિંગ તબક્કાની બે અવસ્થા છે : 1. સજાતીય અવસ્થા અને 2. વિજાતીય અવસ્થા.

ફ્રોઈડેના મતે બાળકના વિકસનું મૂળભૂત પ્રેરક કામવૃતિ છે. કામસંતોષની આ દરેક અવસ્થામાંથી બાળક સહજ રીતે પસાર થાય, તો બાળકનું તંદુરસ્ત ઘડતર થાય છે.

જો કોઈ અવસ્થામાં બાળક અસાધરણતા, હતાશા, અસલામતી કે ચિંતાનો ભોગ બને તો તે અવસ્થામાં કામશક્તિના સંતોષની રીતનું ‘સ્થીરકરણ’ થાય છે અને પુક્ત વયે આ સ્થિરીકરણનાં લક્ષણો વ્યક્તિમાં દેખાય છે.

પૂર્વ લિંગ તબક્કાની ત્રણ અવસ્થાઓ નીચે મુજબ છે.

1. મુખ અવસ્થા : મુખ દ્વારા સુખ કે આનંદ પ્રાપ્ત કરવાના જન્મથી બે વર્ષ સુધીના આ તબક્કાને મુખ અવસ્થા કહે છે. શૈશવકાળમાં બાળક સ્તનપાન દ્વારા આનંદ કે સુખ પ્રાપ્ત કરે છે. ખોરાક કે અન્ય વસ્તુ મોઢામાંં મૂકી બાળક સુખ પ્રાપ્ત કરે છે. બાળકને હોઠ, જીભ અને મુખ દ્વારા આનંદ પ્રાપ્ત થાય છે. બાળકની ચૂસવાની, ગળવાની, બચકુ ભરવાની અને ચાવવા જેવી મોંની ક્રિયાઓ અગત્યની બને છે.

2. ગુદા અવસ્થા : જીવનના બીજા અને ત્રેજા વર્ષમાં આવતા આ તબક્કા દરમિયાન બાળકનુંં શરીરસુખ ગુદામાં કેન્દ્રીત થાય છે. બાળક મળમુત્ર વિસર્જનની ક્રિયા દ્વારા આનંદ મેળવે છે. કુટુંબના સભ્યો દ્વારા અપાતી મળત્યાગની તાલીમ દરમિયાન બાળકને પ્રથમ વાર નિયંત્રણનો અનુભવ થાય છે. મળત્યાગ અને સ્વચ્છતા અંગે બાળકને જ પદ્ધતિથી તાલીમ અપાય તે પ્રમાણે પુખ્ત ઉંમરે તેનામાં સંઘર્ષો ઉદ્દભવે છે અને તે પ્રમાણેનાં વ્યક્તિત્વ લક્ષણો વિકાસ પામે છે. દા.ત., વધુ પડતી શિક્ષાત્મક તાલીમ બાળકને ભવિષ્યમાં જીદ્દી, સ્વચ્ચતાપ્રિય, અતિ નિયમિત બનાવે છે.

3. લિંગ અવસ્થા : આ તબક્કો ત્રણથી છ વર્ષ સુધીની વયનો છે. આ તબક્કામાંં બાળક, મહિલા અને પુરુષની શરીરરચનાનો તફાવત જુએ છે. ફ્રોઈડેના મતે બાળકને વિરુદ્ધ જાતિની વ્યક્તિ માટે આકર્ષણ અને સમાન જાતીની વ્યક્તિ માટે ધિક્કાર જન્મે છે. પુત્રને માતાના અને પુત્રીને પિતાના સંગાથની ઈચ્છા થાય છે. છોકરામાં થતાં આ પ્રકારના સંઘર્ષને ઈડિપા ગ્રંથિ અને છોકરીમાં થતા સંઘર્ષને ઈલેક્ટ્રા ગ્રંથિ કહેવાય છે. માતાપિતાના શિક્ષાના ભયથી બાળક ઈડિપસ-ઈલેક્ટ્રા ગ્રંથિઓને દૂર કરે છે. છોકરો માતા પ્રત્યેનું જાતીય આકર્ષણ છોડીને પિતાને પોતનો હરીફ ગણવાને બદલે ‘આદર્શ પુરુષ’ ગણવા માંડે છે. આ જ રીતે છોકરી પિતા માટેનું આકર્ષણ છોડી માતાને ‘આદર્શ મહિલા’ માનીને તેની સાથે તાદાત્મ્ય સાધે છે.

પૂર્ણ લિંગ તબક્કાની બે અવસ્થાઓ નીચે મુજબ છે.

1. સજાતીય અવસ્થા : આ તબક્કો છ થી બાર વર્ષ સુધીની વયનો છે. આ તબક્કો લૈંગિકતા માટે સુષુપ્તિનો છે. આ ગાળામાં બાળકનો અધિઅહમ વ્યવસ્થિત વિકસે છે. બાળકને જાતીયતા માટેનો પ્રગટ કે અપ્રગટ રસ ઓછો હોય છે. અને જો બાળકમાં નવા રસો, ક્રિયાઓ અને વલણો વિકસે છે. આ ગાળામાં જાતીય સંતોષ અદ્દશ્ય થતો નથી. પરંતુ પછન્ન રહે છે. બાળકમાં સામાજિક અને નૈતિક ધોરણો, આદર્શો, નોયમો વગેરેનું પાલન કરવાનું વલણ વિકાસ પામે છે.

2. વિજાતીય અવસ્થા : આ તબક્કો બાર વર્ષથી પુખ્ત વય સુધીનો છે, આ તબક્કામાં પરિપક્વતા આવી જાય છે. વ્યક્તિમાં રસ વધે છે. તે અન્ય વ્યક્તિ માટે સાચો પ્રેમ અનુભવી શકે છે અને પુક્ત જાતીય સંતોષ મેળવે છે.

વિશેષતાઓ : આ અભિગમને કીટલીક નોંધપાત્ર પ્રમાણમાંં મૌલિક અને સર્વસ્પર્શી છે.

ફ્રોઈડે પછીના મનોત્યાગાત્મક સિદ્ધાંતો જુદાં હોવાં છતાં તેમણે મહદ્દ અંશે મનોત્યાગાત્મક ખ્યાલોનો આધાર લીધો છે.


Advertisement
આઈઝેન્કની વ્યક્તિત્વ પ્રશ્નાવલી સમજાવો. 

'સ્વ' એટલે શું ? 'સ્વ'ની વ્યાખ્યા અને સ્વરૂપ ચર્ચો.

ટુંકનોંધ લખો.
વ્યક્તિને અસર કરતાં પરિબળો

Advertisement