પ્રથમ બૅટિંગ કરનાર ટુકડી નિયમ મુજબના રનનો તફાવત ધરાવે ત્યારે બીજો દાવ લેવાન અધિકારને અનામત રાખીને સામીની ટુકડીને બીજો દાવ લેવાની ફરજ પાડવામાં આવે તેને ‘ફોલોઑન’ કહેવામાં આવે છે. પાંચ દિવસની મેચ હોય તો 200 રન, ત્રણ કે ચાર દિવસની મૅચ હોય તો 150 રન અને બે દિવસની મૅચ હોય તો 75 રનનો તફાવત હોવો જોઈએ.