CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ગોળા ફેંકમાં ગોળો પકડવાની ત્રણ પદ્ધતિઓની ખાસીયતો જણાવો.
ગોળા ફેંકની ઉભણી સ્થિતિ : ગોળાની મજબૂત હાથમાં પકડ લઈ ગોળાને હાંસડી ઉપર ગળની નજીક રાખી વર્તુળમાં ફેંકની ક્રિયા માટે ઉભા રહેવાની સ્થિતિને ઉભણી સ્થિતિ કહે છે.
ગોળા ફેંકમાં ઉભણીની સ્થિતિ માટે હરીફ પોતાના જમણા પગનો પંજો ફેંકદિશાથી વિરૂદ્ધ 180 ના ખૂણે પાછળના અર્ધ વર્તૂળની રેખાની નજીક મૂકી તેને ઢીંચણમાંથી વાળશે. ડાબા પગને ઢીંચણમાંથી સહેજ વાળેલો રાખી તેને જમણા પગથી 25 થી 30 સેમી દૂર રાખશે. ડાબો હાથ કોણીમાંથી વાળી તેનો પંજો ડાબા કાન પાસે લાવશે. આ સમયે ખેલાડીના શરીરનું વજન જમણા પગ પર રહેશે અને નજર પછાળની તરફના ખેલાડીના શરીરનું વજન જમણા પગ પર પર રહેશે અને નજર પાછળની તરફ તથા પીઠ ફેંકદિશા તરફ રહેશે.
ફેંકનાર ખેલાડી પોતાના મજબૂત હાથથી ગોળાને પકડશે. અ પછી તે ગોળાને જમણી હાંસડીના ખાડાથી સહેજ ઉપર ગરદનની નજીક રાખશે. ડાબો હાથ કોણીમાંથી સહેજે વળેલો રહેશે.
ગોળાફેંકની T સ્થિતિ અને ક્રાઊચ : ફેંકની ક્રિયામાં ગતિ મેળવવા માટે શરીરને T સ્થિતિ અને ક્રાઉચની સ્થિતિમાં લાવવામાં આવે છે. T ની સ્થિતિ માટે જમણા પગને જમણા પગને જમીન ઉપર લંબની સ્થિતિમાં રાખી, ડાબા પગને પાછળની તરફ અને ધડને આગળની તરફ જમીનને સમાંતર રહે તે પ્રમાણે કમરમાંથી આગળ ઝૂકીને ડાબા હાથને આગળ તરફ લંબાવવમાં આવે છે. આ સ્થિતિમાંથી ક્રાઉચની સ્થિતિમાં આવવા માટે ડાબા પગને ઘૂંટણમાંથી આગળ તરફ વાળી ક્રાઉચની સ્થિતિ બનાવવામાં આવે છે.
ગોળાફેંકમાં ફેંક અને છૂટની ક્રિયાઓ સમજાવો.
ગોળાફેંકમાં ડિસ્કોપટ પદ્ધતિની સમજૂતી આપો.