ચાલુ વર્ષે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા યોજાનાર NEET એટલે કે NATIONAL ELIGIBILITY CUM ENTRANCE TEST (UG) – 2024 સૌ પ્રથમ વખત અન્ય ભાષાઓની સાથે ગુજરાતીમાં પણ યોજાશે. આ પરિક્ષા MBBS/BDS અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની કેન્દ્રીયકૃત પરિક્ષા છે. ગુજરાતમાં આ અગાઉ મેડીકલ અને પેરામેડીકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે GUJCET પરિક્ષા યોજાતી હતી તેને સ્થાને ચાલુ વર્ષથી NEET પરિક્ષાના મેરીટ આધારે ઉપરોક્ત અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવનાર છે. ગુજરાતની તમામ સરકારી અને ખાનગી મેડીકલ/ડેન્ટલ કોલેજો તેમજ પેરામેડીકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ હવે NEET પરિક્ષાના મેરીટ આધારે પ્રવેશ મેળવવાનો થતો હોઈ zigya દ્વારા ગુજરાતી માધ્યમમાં ગુજરાત બોર્ડે તૈયાર કરેલા પુસ્તકો આધારે આ test તૈયાર કરવામાં આવી છે જેનો લગતા વળગતા સહુ વિદ્યાર્થીઓ વધુમાં વધુ લાભ લે તેવી અપેક્ષા છે.
વધુમાં, આ પરિક્ષા ચાલુ વર્ષથી જ ગુજરાતી માધ્યમમાં શરુ થઇ હોવાથી મોટાભાગનું સાહિત્ય અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરવાનું થતું હોઈ કેટલીક માહિતી હાલ અંગ્રેજીમાં છે તે પણ સમય જતા ગુજરાતીમાં ઉપલબ્ધ કરાવવાનો અમારો આશય છે. zigya સતત ઉમેરાતી માહિતી માટે જાણીતું પ્લેટફોર્મ છે. આપ પણ તેનો લાભ લો અને બીજા વિદ્યાર્થી અને શિક્ષક મિત્રોને પણ તેની જન કરો જેથી વધુમાં વધુ લોકો આ અગત્યની પરિક્ષાના સાહિત્યથી લાભાન્વિત થાય.