CBSE
પતંગીયાકાર કલિકાન્તરવિન્યાસ, ધારાવર્તી જરાયુવિન્યાસ તથા દ્વિગુચ્છી પુંકેસર અને એકસ્ત્રીકેસરી પુષ્પ ધરાવતું કુળ કયું છે ?
માલ્વેસી
પેપીલિઓનોઈડી
સોલેનેસી
લીલીએસી
જાસૂદ નામની વનસ્પતિમ્ના કલિકાન્તરવિન્યાસ, જરાયુવિન્યાસ તથા પુંકેસર અને સ્ત્રીકેસર માટે શું સાચું છે ?
વ્યાવૃત, ચર્મવર્તી, દ્વિગુચ્છી, યુક્ત બહુ સ્ત્રીકેસર
ધારાસ્પર્શી, ધારાવર્તી, દ્વિગુચ્છી, મુક્ત બહુસ્ત્રીકેસરી
વ્યાવૃત, અક્ષવર્તી, એક ગુચ્છી, યુક્ત બહુ સ્ત્રીકેસર
ધારાસ્પર્શી, અક્ષવર્તી, એકગુચ્છી, મુક્ત બહુ સ્ત્રીકેસર
વજ્રચક્ર તથા દલચક્રને સહાયક ચક્રો કહે છે. કારણ કે ............
તેઓ સહાયક પ્રજનન કોષો ઉત્પન્ન કરે છે.
તેમનો પ્રજનનમાં કોઈ ફાળો નથી.
તેમની ગેરહજરીમાં પણ પ્રજનન શક્ય બને છે.
તેઓ કોઈ પ્રજનનકોષો ઉત્પન્ન કરતા નથી.
દલચક્ર પછી પુષ્પાસન પર અંદરની તરફ આવતાં પુષ્પીયઘટકના આ ભાગો છે.
પરાગાશય, પરાગતંતુ
યોજી, પરાગાસન
પરાગાશય, પરાગાસન
પરાગશય, પરાગવાહિની
આપેલ ઘટકોમાં સ્ત્રીકેસરના કેટલા ભાગો છે ?
પરાગવાહિની, પરાગાશય, પરાગાશન, પરાગતંતુ, બીજાશય, પરાહરજ, યોજી
2
3
4
5
પરિપુષ્પો કોને કહેવાય છે ?
પુંકેસર તથા સ્ત્રીકેસર કદ – આકાર – રંગમં સમાન હોય ત્યારે તેને
પુંકેસર તથા સ્ત્રીકેસર કદ – આકાર – રંગમાં જુદાં હોય ત્યારે તેને
વજ્રચક્ર તથા દલચક્ર કદ – આકાર – રંગમાં જુદાં હોય ત્યારે તેને
વજ્રચક્ર તથા દલચક્ર કદ – આકાર – રંગમાં સમાન હોય ત્યારે તેને
કઈ જોડ અસંગત છે ?
બહુગુચ્છી પુંકેસર – લીંબુ
યુક્ત બહુસ્ત્રીકેસર - જાસૂદ
દ્વિગુચ્છી પુંકેસર – લીંબુ
એક સ્ત્રીકેસરી – જાસૂદ
1
2
3
4
કઈ જોડ સૌસંગત છે ?
એકગુચ્છી પુંકેસર – જાસુદ
યુક્ત બહુસ્ત્રીકેસર – કમળ
દ્વિગુચ્છી પુંકેસર – લીંબુ
એક સ્ત્રીકેસર – વટાણા
યુક્ત બહુસ્ત્રીકેસર અને દલલગ્ન પુંકેસર ધરાવતી વનસ્પતિ કઈ છે ?
લીંબુ
ધતૂરો
રાઈ
વટાણા