Important Questions of ગતિના નિયમો for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : ગતિના નિયમો

Multiple Choice Questions

1.
30 ms-1 ની ઝડપથી ગતિ કરતા 1500 g દળના એક બ્લૉક પર ગતિની દિશામાં 12 N તથા ગતિને લંબદિશામાં 5 N બળ 3 s માટે લગાડવામાં આવે છે, તો તે પદાર્થની 3 s ને અંતે ઝડપે ......ms-1 થશે.
  • 560

  • 0.056

  • 56

  • 0.56


2. બાહ્યબળની ગેરહાજરીમાં ગતિ કરતા 22 kg દળના એક પદાર્થ માતે ઝડપ વિરુદ્વ સમયાના આલેખની આપેલ વિકલ્પ પૈકી કયા વિકલ્પ દ્વારા સાચી રજૂઆત દર્શાવે છે. (અહીં આલેખ માત્ર ગુણાત્મક ખ્યાલ આપે છે જે કોઈ સ્કેલમાપ સાથે રજુ કરેલ નથી.)

3. દોડતા ઘોડા પર બેઠેલ વ્યક્તિ અચાનક ઘોડો ઊભો રહી જતા આગળ તરફ પડે છે. આમ થવાનું કારણ એ......
  • તે વ્યક્તિનું દિશાનું જડત્વ છે.

  • તે ઘોડાનું ગતિનું જડત્વ છે.

  • તે વ્યક્તિનું ગતિનું જડત્વ છે.

  • તે ઘોડાનું દિશાનું જડત્વ છે.


4.
ધન Y દિશામાં ગતિ કરતા 5 kg દળના એક પદાર્થ પર ગતિની દિશામાં F = ktઅનુસાર બળ લાગે છે જ્યાં અચળાંક k = 15 s-1 છે, તો પદાર્થે પ્રથમ બે સેકન્ડમાં કાપેલ અંતર તથા બે સેકન્ડને અંતે તેની ઝડપી અનુક્રમે ....m તથા ..... ms-1 થશે.
  • 4, 8

  • 8, 4

  • 3, 6

  • 6, 3


Advertisement
Advertisement
5.
આકૃતિમાં  કોઈ પદાર્થ માટે વેગમાન વિરુદ્વ સમયનો આલેખ દર્શાવ્યો છે, તો આ પદાર્થ પર t = 3 s સમયે લાગતાં બળ તથા પ્રથમ 3 s દરમિયાન લાગતાં બળનો ગુણોત્તર .......... થશે ?


  • 1 : 2

  • 3 : 2

  • 1 : 1

  • 2 : 3


B.

3 : 2


Advertisement
6. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર 10 લિટર પાણી ભરેલ ડોલને P પાસેથી દોરીરીવડે લટકાવે છે.
1. જો દોરીને R પાસેથી એક ઝાટકો મારવામાં આવે અને 
2. દોરી Rને ધીમે ધીમે ખેંચવામાં આવે તો....


  • પ્રથમ કિસ્સામાં દોરીનો PQ ભાગ તથા બીજા કિસ્સામાં દોરીનો SR ભાગ તુટશે.

  • બંને કિસ્સામાં દોરીનો PQ ભાગ તૂટશે.

  • પ્રથમ કિસ્સામાં દોરીનો SR ભાગ તથા બીજા કિસ્સામાં દોરીનો PQ ભાગ તુટશે.

  • બંને કિસ્સામાં દોરીનો SR ભાગ તૂટશે.


7. અમદાવદથી બરોડા જતી ST બસને એકાએક બ્રેક મારતાં તેમાં બેઠેલ મુસાફર આગળ તરફ ધકેલાય છે કારણ કે.....
  • જડત્વાના કારણે મુસાફરના શરીરનો ઉપલો હિસ્સો બસની ઝડપ જેટલી ઝડપથી ગતિ કરે છે જ્યારે તેના પગ બસને ચોંટી રહે છે.
  • જડત્વનાં કારણે મુસાફરના શરીરનો ઉપલો હિસ્સો સ્થિર રહે છે જ્યારે તેના પાછળ ધકેલાય છે.

  • મુસાફરને પાછળથી કોઈ ધક્કો મારે છે.

  • મુસાફર ગભરાઇને આગળ દોડવા લાગે છે.


8.
54 kmh-1 ના ગેવથી ગતિ કરતી એક ટ્રેનની ઉપલી બર્થમાં બેઠેલ પેસેન્જર બરાબર તેની નીચેની સીટ પર બેઠેલ મુસાફર તરફ શિરોલંબ દિશામાં એક પેન ફેંકે છે તો આ પેન ... 
  • પેન ગમે ત્યાં પડી શકે તેના વિશે કશું કહી શકાય નહી.

  • નીચે બેઠેલ મુસાફરના માથા પર પડશે.

  • નીચે બેઠેલ મુસાફરના માથાની આગળ તરફ પડશે.

  • નીચે બેઠેલ મુસાફરના માથાની પાછળ તરફ પડશે.


Advertisement
9. એરિસ્ટોટલના ગતિના ખ્યાલ અનુસાર રસ્તા પર અચળ વેગથી ગતિ કરતી તમારી સાઇકલને ધીમે ધીમે રોકવા માટે....
  • સાઇકલની ગતિની વિરુદ્વ દિશામાં ધીમે ધીમે બળ લગાડવું જરૂરી છે.

  • સાઇકલની ગતિની દિશામાં લાગતું બળ ધીમે ધીમે ઘટાડવું જરૂરી છે. 

  • સાઇકલની ગતિની દિશાને લંબરૂપે બળ લગાડવું જરૂરી છે.

  • કોઈ બળ લગાડવાની જરૂર નથી.


10. પદાર્થના જડત્વનું માપ કઈ ભૌતિકરાશિ વડે દર્શાવી શકાય ?
  • પ્રવેગ

  • દળ 

  • બળ 

  • વેગમાન


Advertisement