“બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું,” વિનુકાકાના આ વાક્યનો ગૂઢાર્થ સમજાવો.
“બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું,” વિનુકાકાના આ શબ્દોનો ગૂઢાર્થ એ છે કે સૌરભ ભણીગણીને અમેરિકામાં ડૉક્ટર થયો. તેની પાસે વિશાળ બંગલો, કાર જેવી ભૌતિક સમૃદ્વિ છે, પણ તેની પાસે માતાપિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્વિ નથી. વૃદ્વ વિનુકાકાને સમજાયું કે સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું. પરિણામે દીકરો હોવા છતાં તે તેમની ઘડપણની લાકડી બની શક્યો નહી.