Chapter Chosen

પ્રેરણા અને આવેગ

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
પ્રેરણા એટલે શું ? પ્રેરણા ચક્રની સમજૂતી અપો. 

શારીરિક પ્રેરણા સંદર્ભે કોઈ બે પ્રેરણા સમજાવો. 

Advertisement
કોઈ પણ બે મનોસામાજિક પ્રેરણાની ચર્ચા કરો. 

મનોવિજ્ઞાનિકોએ પ્રેરણાના મુખ્ય બે પ્રકારો પાડ્યા છે : 1. શારીરિક પ્રેરણા 2. મનોસામાજિક પ્રેરણા.

શારીરિક પ્રેરણાઓ ‘જૈવિય પ્રેરણાઓ’ તરીકે પણ ઓળખાય છે. આ પ્રેરણાઓ શારીરિક પ્રક્રિયાઓ દ્વારા પ્રેરિત થાય છે.

મનોસામાજિક પ્રેરણા એ વ્યક્તિની વાતાવરણના ઘટકો સાથેની આંતરક્રિયામાંથી આકાર પામે છે.

આ બંને પ્રેરણઓ અલગ હોવા છતાં પરસ્પર આધારિત છે.

મનોસામાજિક પ્રેરણાની સમજૂતી નીચે મુજબ છે.

મનોસામાજિક પ્રેરણા : માનસિક સ્વસ્થતા અને યોગ્ય માનસિક વિકાસ માટે મનોસામાજિક પ્રેરણાઓને સંતોષવાનું જરૂરી છે.

મનોસામાજિક પ્રેરણાઓમાં જિજ્ઞાસા, સ્નેહ અને સંપર્ક, સિદ્ધિ, સંલગ્નતા અને સત્તાનો સમાવેશ થાય છે. સિદ્ધિ અને સંલગ્નતાની પ્રેરણાની સમજૂતી નીચે મુજબ છે.

1. સિદ્ધિ પ્રેરણા : સિદ્ધિ પ્રેરણા વ્યક્તિને ઉત્તમતાનાં ધોરણો અપનાવવા પ્રેરે છે.

ગુણવત્તાના ઊંચા ધોરણો લક્ષમાં રાખીને ઊંચી કક્ષા પ્રાપ્ત કરવી અથવા સફળતા મેળવવી એ સિદ્ધિની પ્રેરણાનું લક્ષણ છે. આથી સિદ્ધિ પ્રાપ્ત કરવા પાછળ કેવળ પૈસો મેળવવો એ ધ્યેય હોતું નથી.

વ્યક્તિ પહેલાં જે સિદ્ધિ મેળવી હોય તેનાથી પણ આગળ વધવાની ઈચ્છા ધરાવે છે. સિદ્ધિની પ્રેરના વ્યક્તિના વર્તનને શક્તિ અને દિશા આપે છે.

સિદ્ધિની પ્રેરણાનું માપન કરવા માટે ‘પ્રત્યક્ષ અધિજ્ઞાન કસોટીનો ઉપયોગ થાય છે.

આ કસોટીમાં કેટલાક ચિત્રો આપેલાં હોય છે. અમુક ચિત્રો સિદ્ધિઓ સાથે સબંધ ધરાવતા વિષયોથી સંબંધિત હોય છે. વ્યક્તિ ચિત્રોમાં જે પરિસ્થિતિ અને વ્યક્તિઓને જુએ છે તે પરથી તેને વાર્તા બનાવવાની હોય છે. વાર્તાને આધારે તેની સિદ્ધિની પ્રેરણાનો પ્રાપ્તાંક શોધવામાં આવે છે.

સિદ્ધીની પ્રેરણાનું પ્રમાણ જુદા જુદા લોકોમાં જુદું જુદું જોવા મળે છે.

વ્યાવસાયિક સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓ, રમતવીરો, વૈજ્ઞાનિકો, કલાકારો અને ઉદ્યોગપતિઓમાં સિદ્ધિની તીવ્ર પ્રેરણા જોવા મળે છે.

ઉચ્ચ સિદ્ધિની પ્રેરણાવાળી વ્યક્તિઓમાં નીચેના લક્ષણો જોવ મળે છે :

તેઓ સરળ કાર્યને બદલે કઠિનતાવાળાં અને પડકારરૂપ કાર્યો કરવાનું વધુ પસંદ કરે છે. તેઓ કાર્યમાં ઉત્કૃષ્ટતાની કક્ષા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે.

તેઓ અત્યંત મુશ્કેલ કે અવાસ્તવિક ધ્યેયો પસંદ કરતા નથી.

મેકલેલૅન્ડના મત મુજબ, “ જોખમ ખેડનારા, આર્થિક ક્ષેત્રને ઘડનારા સંચાલકો વગેરે સિદ્ધિની પ્રેરણાને કારણે જ કાર્ય કરતા હોય છે. આવી વ્યક્તિઓ ધન કે નફાને બદલે સિદ્ધિની પ્રેરણામાં અવરોધરૂપ બને છે.

સિદ્ધિની પ્રેરણાના મનોવિજ્ઞાનિક અભ્યાસમાં એ જોવા મળ્યું હતું કે મહિલાઓમાં નિષ્ફળતા વિશેનો ભય તેમની સિદ્ધિની પ્રેરણામાં અવરોધરૂપ બને છે.

સિદ્ધિની મંદ ઈચ્છાવાળાં બાળકોની માતાઓ તેમનાં બાળકોને સ્વાવલંબી અને સ્વતંત્ર થવા માટે પ્રોત્સાહન આપતી નથી. તેમને નવાં કર્યો જાતે કરવા માટે રોકવામાં આવે છે. બાળકોને જવાબદારીભરી કામગીરી સોંપવામાં આવતી નથી.

આમ, બાળકના ઉછેરની રીત ઉપર સીદ્ધિની પ્રેરણાના વિકાસનો આધાર છે.

સિદ્ધિની પ્રેરણા બાળકમં સામજિક વિકાસ દરમિયાન સાકાર થાય છે. અભ્યાસો દર્શાવે છે કે તાલીમ દ્વારા સિદ્ધિની પ્રેરણા વધારી શકાય છે.

2. સંલગ્નતાની પ્રેરણા : અન્યના સહવાસ જે સંપર્ક વગર એ માનવી માટે અત્યંત કઠિન અને અસ્વાભાવિક છે. એટલે જ ગુનાખોરોને જેલમાં એકલા રહેવાની શિક્ષા કરવામાં આવે છે. આમ, સંલગ્નતા કે સહવાસ એ માનવીની મુખ્ય પ્રેરણા છે.

સંલગ્નની પ્રેરણામાં સામાજિક સંપર્કની પ્રેરણા સંકળાયેલી હોય છે. આ પ્રેરણાને પરિણામે જ સમાજ અને કુટુંબની રચના થઈ છે.

બાળક પોતાના રક્ષણ અને પોષણ માટે માતા-પિતા અને કુટુંબના અન્ય સભ્યોના સતત સંપર્કમાં રહે છે. આવા સહવાસથી તેનું રક્ષણ થાય છે અને તેની જરૂરિયાતો સંતોષાય છે.

આમ, જરૂરિયાતોના સંતોષ માટેની પ્રકિયામાંથી બાળકમાં સંલગ્નતાની પ્રેરણા જન્મે છે. અને વિકાસ પામે છે.

સંન્યાસીઓ અને અપવાદરૂપ વ્યક્તિઓ સિવાય કોઈને એકલવાયપણું ગમતું નથી.

મેકડૂગલ જણાવે છે. કે “સમૂહમાં કે અન્યના સહવાસમાં રહેવાની વૃતિ પ્રાણીમાં સાહજિક હોય છે. સમૂહમાં રહેવાનું તેને કોઈ શીખવતું નથી. માનવી પણ આ વૃત્તિથી દોરાઈને જ અન્ય સાથેની સંલગ્નતા ઝંખે છે.”

શાખટરે કરેલા અભ્યાસો સુચવે છે જે માનવી સંલગ્નતાની જરૂરિયાતને ખૂબ પ્રાધાન્ય આપે છે. ભય કે તેની અપેક્ષા જેમ વધુ હોય તેમ વ્યક્તિની સંલગ્નતાની જરૂરિયાત તીવ્ર સ્વરૂપે વ્યક્ત થાય છે.

સંલગ્નતાને લીધે વ્યક્તિનો ભય ઘટે છે તેની સાથે તે સુરક્ષા કે સલામતીની લાગણી પણ અનુભવે છે.

સંલગ્નતાની પ્રેરણા જુદી જુદી વ્યક્તિઓમાં જુદી જુદી હોય છે.

સંલગ્નતાની પ્રેરણાનું માપન કરવા માટે ‘પ્રત્યક્ષ’ અધિજ્ઞાન કસોટી’નો ઉપયોગ થાય છે. આ કસોટીમાં કેટલાંક ચિત્રો આપેલાં હોય છે. ચિત્રો જોઈને વાર્તા બનાવવાની હોય છે. તે વાર્તાના આધારે તેની સંલગ્નતાની પ્રેરણાનો પ્રાપ્તાંક શોધવામાં આવે છે.

આધુનિક યિગમાં ફેસબુક, ટ્વીટર કે વોટ્સએપનો વધતો વપરાશ એ સંલગ્નતાની પ્રેરણાનું સૂચન કરે છે.


Advertisement
આવેગનો અર્થ આપી, તેના પ્રકારો સ્પષ્ટ કરો.

આવેગ નિયમનની પદ્ધતિઓ સ્પષ્ટ કરો. 

Advertisement