Chapter Chosen

વર્તનના જૈવિય આધારો

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ઉત્ક્રાંતિમૂલક અભિગમની સમજૂતી આપો. 

કેન્દ્રીય ચેતાતંત્રની કાર્યવાહીની ચર્ચા કરો.

જનીનતત્વો અને વર્તનની સમજૂતી આપો. 

Advertisement
અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જણાવી કોઈ પણ બે ગ્રંથિની સમજૂતી આપો. 

માનવીના વર્તન અને વિકાસમાં સ્ત્રાવગ્રંથિઓની મહત્વની ભૂમિકા છે. આપણા શરીરમાં બે પ્રકારની સ્ત્રાવગ્રંથીઓ હોય છે. 1. બહિર્સ્ત્રાવી ગ્રંથિતંત્ર, 2. અંતઃસ્ત્રાવી ગ્રંથીતંત્ર.

1. બહિર્સ્ત્રાવી ગ્રંથિતંત્ર : આ ગ્રંથિઓ સાથે નલિકાઓ જોડાયેલી હોય છે. આથી આ ગ્રંથિઓને ‘નલિકાયુક્ત ગ્રંથિઓ’ પણ કહેવાય છે. તેમાંથી ઉત્પન્ન થતાં રાસાયણિક દ્રવ્યો સીધાં લોહીમાં ભળી જતાં નથી, પરંતુ નલિકાઓ દ્વારા શરીરની બહાર આવે છે. લાળગ્રંથિ, પ્રસ્વેદ ગ્રંથિ વગેરે બહિર્સ્ત્રાવી ગ્રંથિઓ છે.

2. અંતઃસ્ત્રાવી ગ્રંથિતંત્ર : આ ગ્રંથિઓને ‘નલિકા રહિત ગ્રંથિઓ’ પણ કહેવાય છે. આ ગ્રંથિઓનો સ્ત્રાવ સીધો લોહીમાં ભળી જાય છે. આ ગ્રંથિમાંથી ઝરતા રસાયણને ‘રસસ્ત્રાવ’ કહેવામાં આવે છે.

રુધિરાભિસરણ તંત્ર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના રસસ્ત્રાવને શરીરના જુદા જુદા અવયવો અને તંત્રોને પહોંચાડે છે. સ્વયંસંચાલિત ચેતાતંત્રની ક્રિયાઓ દ્વારા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નિયમન થાય છે.

સમગ્ર શરીરમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના રસસ્ત્રાવોની સંયુક્ત અસર થાય છે. આ અસરો ચયાપચયની ક્રિયા, ઉત્સેચકોનાં કાર્ય, અન્ય રસાયણો, ચેતાતંત્ર, વર્તન, વૃદ્ધિ તેમજ માનસિક વિકાસ પર જોવા મળે છે. અત્યાર સુધીમાં જુદી જુદી આઠ ગ્રંથિઓ અને તેના સ્ત્રાવો વિશેની માહિતી વૈજ્ઞાનિકો પાસે ઉપ્લબ્ધ છે.

આ આઠ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આ મુજબ છે.

1. મસ્તિષ્ક ગ્રંથિ, 2. કંઠગ્રંથિ, 3. એડ્રીનલ ગ્રંથિ, 4. સ્વાદુપિંડ ગ્રંથિ, 5. જાતિય ગ્રંથિ, 6. પિનિયલ ગ્રંથિ, 7. ઉપકંઠ ગ્રંથિ, 8. થાયમસ ગ્રંથિ.



મસ્તિષ્ક ગ્રંથિ અને કંઠગ્રંથિની સમજૂતી નીચે પ્રમાણે છે :

મસ્તિષ્કગ્રંથિ : મસ્તિષ્ક ગ્રંથિનું નિયંત્રણ મગજના હાઈપોથેલેમસ દ્વારા થાય છે. આ ગ્રંથિમંથી ઝરતા સ્ત્રાવો શરીરની અન્ય ગ્રંથિઓને સક્રિય બનાવે છે. આથી તેને ‘સર્વોપરિ ગ્રંથિ’ પણ કહેવાય છે.

તે મગજમાંથી પિનીયલ ગ્રંથિથી નજીક ‘થેલેમસ’ નામના ભાગમાં આવેલી છે. તેનું કદ વાલના દાણા જેવડું છે.તેની વચમાં ફાટ હોવાથી તે બે ભાગમાં વહેંચાય છે : 1. અગ્ર મસ્તિષ્ક ગ્રંથિ અને 2. પશ્વ મસ્તિષ્ક ગ્રંથિ.

આ બંને ગ્રંથિઓ એકબીજાની પાસે આવેલી છે, પરંતુ બંને વચ્ચે કોઈ કાર્યત્મક સબંધ નથી. બંને સ્વતંત્ર રીતે અલગ અલગ કાર્ય કરે છે.

1. અગ્ર મસ્તિષ્ક ગ્રંથિ : આ ગ્રંથિમાંથી 13 પ્રકારના રસસ્તાવો ઝરે છે. આ રસસ્ત્રાવો ચયાપચયની ક્રિયા, વૃદ્ધિ, ઊંચાઈ, જાતીય વિકાસ, પ્રજનની ક્રિયા તેમજ ચેતાતંત્ર પર અસર કરે છે. અગ્ર મસ્તિષ્ક ગ્રંથિમાંથી ઝરતા મુખ્ય રસસ્ત્રાવો નીચે પ્રમાણે છે :

1. થાયરોટ્રોફિક : આ સ્ત્રાવના કંઠગ્રંથિને ઉદ્દિપ્ત કરવાનું કાર્ય કરે છે.

2. એડ્રીનોકૉર્ટિકોટ્રૉફિક : આ સ્ત્રાવ એડ્રેનોકૉર્ટ્કસ ગ્રંથિના સ્ત્રાવને ઝરવા માટે ઉદ્દીપ્ત કરે છે.

3. લૅક્ટોજેનિક : આ સ્ત્રાવ સ્ત્રીના સ્તન અને દૂધના ઝરણ માટેની ગ્રંથિઓના સ્ત્રાવને મદદરૂપ થાય છે.

4. વૃદ્ધિસ્ત્રાવો : આ સ્ત્રાવ મુખ્યત્વે પુરુષ અને સ્ત્રીના મુખ્ય અને ગૌણ જાતેય લક્ષણોના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે.તે જાતીય લક્ષણોને પુક્તતા સુધી ટકાવી રાખે છે.

2. પશ્વ મસ્તિષ્ક ગ્રંથિ : પશ્વ મસ્તિષ્ક ગ્રંથિમાંથી ચાર પ્રકારના રસસ્ત્રાવો થાય છે, જે લોહીના દબાણ અને આંકુચન-પ્રસરણને અસર કરે છે. ઉપરાંત તે મુત્રદરનું નિયંત્રણ પણ કરે છે. તેથી આ સ્ત્રાવોની અનિયમિતતા લોહીના દબાણ, મૂત્રના દર, તૃષા અને ગર્ભાવસ્થા દરમિયાન પ્રસવની અવધિને અસર પહોંચાડે છે. પશ્વ મસ્તિષ્ક ગ્રંથિમાંથી ઝરતા રસસ્ત્રાવો નીચે મુજબ છે :

1. ઑક્સિટોસિન : આ સ્ત્રાવ ગર્ભાશયના સ્નાયુઓને તથા સ્તનની ગ્રંથિઓનું ઉદ્દિપ્ત કરવાનું કાર્ય કરે છે.

2. વેસોપ્રેસિન : આ સ્ત્રાવની અસરથી લોહીનું દબાણ અને મુત્રનું પ્રમાણ વધે છે. અન્નમાર્ગની આંકુચન લહરી, કે જે ખોરાક અને મળ દ્રવ્યોનું વહન કરે છે. તેને વેગ આપે છે ગર્ભાવસ્થાના અંતમાં જ્યારે ગ્ર્ભાશયમાં મંદ સંકોચનને પરિણામે પ્રસવમાં વિલંબ થાય છે ત્યારે આ સ્ત્રાવનું ઈન્જેક્શન આપવામાં આવે છે.

3. પિચ્યુટ્રિન : આ સ્ત્રાવની અસરથી લોહિનું દબાણ અને મૂત્રનું પ્રમાણ વધે છે. અન્નમાર્ગની આંકુચન લહરી, કે જે ખોરાક અને મળ દ્રવ્યોનું વહન કરે છે, તેને વેગ આપે છે. ગર્ભાવસ્થાના અંતમાં જ્યારે ગર્ભાશયમાં મંદ સંકોચનને પરિણામે પ્રસવમાં વિલંબ થાય છે ત્યારે આ સ્ત્રાવનું ઈન્જેક્શન આપવામાં આવે છે.

4. ઍન્ટિડાયુરૅટિક : આ સ્ત્રાવ મૂત્રક્રિયાનો સર અને પ્રમાણનું નિયંત્રણ કરે છે. જો આ રસસ્ત્રાવો ઉત્પન્ન ન થાય, તો મુત્રનું પ્રમાણ 10 ગણુ વધી જાય છે.

કંઠગ્રંથિ : કંઠગ્રંથિ ગળાના નીચેના ભાગમાં આગળની બાજુએ આવેલી છે. આ ગ્રંથિનો આકાર પતંગિયા જેવો છે. કંઠગ્રંથિમાંથી થઈરોક્સિન નામનો સ્ત્રાવ ઝરે છે, જે મુખ્યત્વે આયોડિન નામના રસાયણનું બનેલુ છે. થઈરોક્સિન માનસિક અને શારીરિક વિકાસમાં અત્યંત ઉપયોગી છે. તેનાથી હાડકાં, દાંત, ચામડીના સ્તરનું નિયમન તથા સ્નાયુઓનો સારો વિકાસ થાય છે. થઈરોક્સિન માનસિક અને શારીરિક વિકાસમાં અત્યંત ઉપયોગી છે. તેનાથી હાડકાં, દાંત, ચામડીના સ્તરનું નિયમન તથા સ્નાયુઓનો વિકાસ સારો થાય છે. થઈરૉક્સિન ચયાપચયની ક્રિયા ઝડપી બનાવે છે અને ચયાપચયની ક્રિયામાં શક્તિ પેદા કરનાર દહનનું નિયમન કરે છે.

થાઈરોક્સિનના સ્ત્રાવની અસરો : જો થાઈરોક્સિનનો સ્ત્રાવ વધુ પ્રમાણમાં થાય, તો નીચેની અસરો થાય છે :

વ્યક્તિની વારંવાર ચયાપચયની ક્રિયા ઝડપી બની જાય છે અને વ્યક્તિને વારંવાર ખાવું પડે છે, છતાં પણ તેનું વજન ઘટે છે. તેમજ વ્યક્તિ દૂબળી થતી જાય છે.

આ સ્ત્રાવનું પ્રમાણ વધવાથી કંઠગ્રંથિના કોષોને વધુ કામ કરવું પડે છે. પરિણામે તે ફૂલે છે. તેને કંઠગ્રંથિના અતિ સ્ત્રાવની સ્થિતિ કહેવામાં આવે છે.

આ સ્ત્રાવનું પ્રમાણ વધવાથી લોહીની ગતિ વધે છે અને હ્રદયની ગતિનો દર પણ વધે છે.

આ સ્ત્રાવ વધતાં શરીર દૂબળું થાય છે. આંખનાડોળા આગલ નીકળી આવે છે. ગ્રંથિ પહોળી થતાં ગળું સૂજાયેલું લાગે છે. આ સ્થિતિને ‘એક્સોપ્થેલ્મિક ગોઈટર’ કહેવાય છે.

સામાન્ય રીતે સ્ત્રીઓમાં સગ્રભાવસ્થા અથવા ધાત્રી અવસ્થામાં કંઠગ્રંથિ સૂજી આવે છે અને સ્ત્રાવ વધારે થાય છે.

આ સ્ત્રાવની વિપુલતા ધરાવનાર વ્યક્તિ અતિ ક્રિયાશીલ બને છે અને વધુ પડતી તાણ અનુભવે છે.

જો થાઈરૉક્સિનનું પ્રમાણ ઘટી જાય, તો નીચેની અસરો થાય છે :

ચયાપચયની ક્રિયા મંદ પડી જાય છે. સ્નાયુઓના વિકાસ પર તેની અસર પડે છે અને વજન ઘટે છે. વ્યક્તિ વધારે થાકનો અનુભવ કરે છે અને આળસુ બની જાય છે.

બાલ્યાવસ્થામાં થાઈરોક્સિનનો સ્ત્રાવ ઘટતા શારીરિક અને માનસિક વૃદ્ધિ અટકી જાય છે. બાળક મંદબુદ્ધિવાળું થાય છે. આ અસ્વથાને ‘વામનીયતા’ નામની મનોદુર્બળતા કહેવાય છે.

પુખ્ત વયની વ્યક્તિમાં થઈરૉક્સિનનો સ્ત્રાવ ઘટતાં શારીરિક અને માનસિક ફેરફારો થાય છે. હડપચી નીચે અને ગરદન ઉપર ચરબીના થર જામવા માંડે છે, શરીર ફૂલી જાય છે અને વ્યક્તિ બેડોળ બની જાય છે.

તકેદારીનાં પગલાં દ્વારા આ રોગ ટાળી શકાય છે. આ માટે ખોરાકમાં આયોડિનનું પ્રમાણ જળવાઈ રહેવું જોઈએ. આ માટે ખાવાના મીઠાને આયોડાઈઝડ બનાવાય તેવો આગ્રહ રખાય છે.


Advertisement
સ્વયંસંચાલિત ચેતાતંત્ર સમજાવો. 

Advertisement